Business

અમેઝોનના શેર 4.7 ટકા વધતાં જેફ બેઝોસની સંપતિ રેકોર્ડ 211 અબજ ડોલર થઈ

દુનિયાની સૌથી વધુ સંપત્તિ ધરાવનાર જેફ બેઝોસે ( jef bezos) એક નવો રેકોર્ડ ( new record) બનાવ્યો છે. તેની પાસે હાલમાં કુલ સંપત્તિ 211 અબજ ડોલર (15.74 લાખ કરોડ રૂપિયા) છે. આ આંકડો બ્લૂમબર્ગ અબજોપતિ સૂચકાંક અનુસાર છે.એમેઝોન ( amazon) .કોમ ઇન્ક.ના શેરમાં 4.7 ટકાનો વધારો થયા પછી જેફની સંપત્તિમાં પણ વધારો થયો હતો. કારણ કે, પેન્ટાગોને જાહેરાત કરી છે કે, તે માઇક્રોસોફ્ટ ( microsoft) કોર્પ સાથે તેના ક્લાઉડ-કમ્પ્યુટિંગ કરારને રદ કરી રહ્યા છે.


પેન્ટાગોનનું કહેવું છે કે, આ સોદાને લઈને સરકાર અને યુએસની કેટલીક મોટી ટેક કંપનીઓ વચ્ચે ઘણા વર્ષોના ઝઘડા પછી 2019માં માઇક્રોસોફ્ટ કોર્પને આપવામાં આવેલ 10 અબજ ડોલરના ક્લાઉડ-કમ્પ્યુટિંગ કરારને સમાપ્ત કરી રહ્યા છે. તેમણે માઇક્રોસોફ્ટ અને હરીફ એમેઝોન વચ્ચેના કામને વિભાજીત કરવાની યોજના બનાવી છે.


બ્લૂમબર્ગ રેન્કિંગમાં પાછલી વખતે જાન્યુઆરીમાં ટેસ્લા ઇન્કના એલન મસ્કે 210 અબજ ડોલરના આંકને સ્પર્શ્યો હતો. જો કે, બેઝોસે માર્ચના મધ્યમાં નંબર 1ની પોઝિશન પર પોતાની પકડ બનાવી લીધી હતી. કારણ કે, એમેઝોનના સ્ટોક તે સમયે લગભગ 20 ટકા વધી ગયા હતો. મસ્ક સહિતના ટેક ટાઇટન્સના જૂથને તાજેતરના મહિનાઓમાં સ્ટોકના વધતા ભાવથી પ્રોત્સાહન મળ્યું હતું.
ટેસ્લાના શેરમાં ઘટાડો થયા બાદ તે 180.8 અબજ ડોલરની સંપત્તિ સાથે બેઝોસ પછી બીજા સ્થાને છે. જ્યારે, ફ્રેન્ચ લક્ઝરી ગુડ્ઝ મેગ્નેટ બર્નાર્ડ આર્નાલ્ટ 168.5 અબજ ડોલર સાથે ત્રીજા નંબરે છે

Most Popular

To Top