સસરા પૂર્વ ડી.વાય.એસ.પી. તેમજ અન્ય પરિવારજનો પણ હાલ પોલીસ વિભાગમાં સક્રિય હોવાની ચર્ચા મૂળ ભાવનગર અને હાલ સાઉથ બોપલ અમદાવાદ ખાતે...
વડોદરા: ભાજપ સરકારના ડ્રીમ પ્રોજેક્ટ સ્માર્ટ મીટર સામે પાર્ટી લાઈનની વિરૂધ્ધ જઈને વડોદરાના કોર્પોરેટર મનીષ પગારેએ વાણી વિલાસ કરતા ભાજપના આગેવાનોમાં તે...
પ્રેમી તોફાન દુલ્હનનું અપહરણ કર્યા બાદ ગાડી ભાડે કરી ભોપાલ ખાતે લઈ ગયો, પોલીસની 4 ટીમોએ ભેદ ઉકેલ્યો.પોલીસે 14 પૈકી ૪ આરોપીઓને...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા તેમની ધરપકડને પડકારતી ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેનની અરજી પર વિચાર કરવાનો...
નવી દિલ્હી: ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીમાં નેતાઓના પ્રચારને લઈને નવી ગાઈડલાઈન જારી કરી છે. ચૂંટણી પંચે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જેપી નડ્ડા...
અમદાવાદ: ગુજરાત રાજ્યના અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં કાર્યરત ગેરકાયદેસર આંગડિયા પેઢીઓને 10 દિવસ પહેલાં જ દરોડા પાડી બંધ કરવામાં આવી હતી. ત્યારે...
સુરત: આ વર્ષે આખાય દેશમાં ઉનાળો ખૂબ તપ્યો છે. સૂર્યદેવ આકાશમાંથી અગનગોળા વરસાવી રહ્યાં છે. તાપમાનનો પારો રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો...
વડોદરા મહાનગરપાલિકા ની મુખ્ય કચેરી પાસે ખંડેરાવ માર્કેટ ચારરસ્તા થી જયરત્ન ચારરસ્તા વચ્ચે ફ્રૂટ્સ સહિતની દુકાનો આવેલી છે જ્યાં વહેલી સવારે સાડા...
સાવલી તાલુકા નાં મેવલી ગામે રહેતી ૨૦ વર્ષીય યુવતી એ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરતા ભારે ચકચાર મચી જવા પામી...
કોલકાતા: પાછલા થોડા સમયથી ભારતમાં ઇલાજ (Cure) કરાવવા માટે આવેલા બાંગ્લાદેશી સાંસદ કોલકાતામાં ગુમ થઇ ગયા હતા. તેમના ગુમ થયાની જાણકારી 18...
સુરત: શહેરના લિંબાયત વિસ્તારમાં સાપ્તાહિક અખબાર અને ન્યુઝ ચેનલની આડમાં નકલી ચલણી નોટોનો વેપલો કરનારા ત્રણ આરોપીઓને એસઓજી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં...
નંદેસરી જીઆઇડીસીની એક કંપનીમાં આગ ફાટી નીકળી હતી. આગ લાગવાના કારણે કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પ્રાપ્ત વિગતો...
નવી દિલ્હી: પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના સભ્યોને બુધવારે સુપ્રીમ કોર્ટ (Supreme Court) તરફથી મોટો ઝટકો લાગ્યો હતો. કારણ કે...
પ્રતિનિધિ વડોદરા તા.22વાઘોડિયા રોડ ઉપર રહેતી પત્ની તથા સાસુ પર જમાઈએ એસિડ એટેક કરવાની ધમકી આપી હતી. પ્રેમ લગ્ન કર્યાના એક વર્ષ...
વાંકલ: માંગરોળના વાંકલ ગામના સાંઈ મંદિરમાં ગઈ કાલે મંગળવારની રાત્રિએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. રાત્રિના અંધારામાં અહીં બુકાનીધારી તસ્કરો ત્રાટક્યા હતા....
અવંતિકા એક્સપ્રેસ ટ્રેનમાં બેસી મહિલા મુંબઈથી થાંદલા જઈ રહી હતી. દરમિયાન મહિલા ટ્રેનમાં ઊંઘી જતા તેનો લાભ લઈ કોઈ ગઠિયો રુ 3.89...
*આગ લાગ્યાની ઘટનાના પાંચ દિવસ પછી પણ દાંડિયા બજારના જાંબુબેટ ખાતેના શ્રી રામ વે પ્લાઝામાં વીજ પુરવઠો પૂર્વવત ન કરાતા વેપારીઓને હાલાકી*...
સુરત: સુરત શહેરમાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. અહીં દિવસ કરતાં રાત વધુ ગરમ રહે છે. બફારાના લીધે લોકો અકળામણ અનુભવે છે....
વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નં.13માં આવેલી દ્વારકેશકુંજ સોસાયટીમાં છેલ્લા બે માસથી ગંદા પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત છતા પાલિકા કોઈ ધ્યાન આપતી નથી....
નવી દિલ્હીઃ ભોજપુરી સ્ટાર પવન સિંહ (Bhojpuri star Pawan Singh) વિરુદ્ધ બીજેપીએ (BJP) મોટી કાર્યવાહી કરી હતી. પવન સિંહ એનડીએના સત્તાવાર ઉમેદવાર...
સુરત: લોકસભાની ચૂંટણીને લઈને નિયમ અનુસાર હથિયાર જમા કરાવી દેવાના હોય છે. જો કે, અમૂક અસામાજિક તત્ત્વો નિયમોને ઘોળીને પી ગયા હોય...
વડોદરા: તરસાલી-સુશેન રોડ પર વૃદ્ધાની હત્યા મામલે મકરપુરા પોલીસ દ્વારા આરોપી વિશાલ સરોજને સાથે રાખી રિ-કન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. આ સમયે મકરપુરા...
સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની પ્રાધાન્યતાના મુદ્દે ABVP મેદાનમાં : વીસી નહિ જાગે તો જુદા જુદા કાર્યક્રમો કરી જગાડવામાં આવશે : ( પ્રતિનિધિ...
ભારતમાં તબીબી શિક્ષણ મોંઘુંદાટ હોવાને કારણે લાખો ભારતીય વિદ્યાર્થીઓ તબીબી શિક્ષણ લેવા માટે વિદેશોમાં જાય છે. કેટલાક દલાલો પણ આ રીતે તબીબી...
નવી દિલ્હી: ઑનલાઇન નાણાંકીય સેવાઓ પૂરી પાડતી કંપની Paytmએ કંપનીના ચોથા ત્રિમાસિક પરિણામો (Paytm Quarterly results) જાહેર કર્યા હતા. જેમાં કંપનીને છેલ્લા...
સુરત : એર ઈન્ડિયા એક્સપ્રેસની દિલ્હી – સુરત દિલ્હી ફ્લાઈટ્સ 15 મે પછી છેલ્લા બે દિવસ એટલે કે, 21મી અને 22મી મેના...
કલાઈમેટ ચેન્જના કારણે આ વર્ષે રેકર્ડ બ્રેક ગરમી પડી રહી છે. હવામાન ખાતાની એક માસ અગાઉ શરૂઆતની આગાહી એવી હતી કે સામાન્ય...
આપણે ત્યાં પંજાબ અને દિલ્હીમાં પ્રજાને મહિનાની 200 યુનિટ વીજળી મફત આપવામાં આવે છે એટલે કે બે મહિનાની 400 યુનિટ વીજળીથી ઓછી...
વિતેલા સમયમાં અહીં પ્રકાશિત થઈ ચૂકેલ, આત્મડંખ નામક ચર્ચાપત્રના અનુસંધાને વધુ વિગત પ્રસ્તુત છે. આપણે સૌ જાણીએ છીએ એમ પ્રાર્થનાની અસર કહો...
કોરોના પહેલાં ભારતીય રેલ અને રાજ્ય સરકારની બસ સેવામાં વરિષ્ઠ નાગરિકો માટે રાહત દરની મુસાફરી કરવા માટે 40 %જેટલી રાહત આપવામાં આવતી...
યુવક સાથે સગાઇ થઇ હોવાથી યુવતી ગત 10નવેમ્બરથી ફિયાન્સના ઘરે રહેવા આવી હતી
રાત્રિના અંધારામાં પાણીની બોટલ સાથે એસિડની બોટલ હોવાથી યુવતીએ અજાણતા એસિડ પી લીધું હોવાનું ફિયાન્સે જણાવ્યું…
આણંદ જિલ્લાના વહેરા ગામની યુવતીની સગાઇ થયા બાદ પોતાના ફિયાન્સના ઘરે ગત તા. 26નવેમ્બરના રોજ રાત્રે એસિડ પી જતાં તેની તબિયત લથડી હતી જેને સુણાવ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવી હતી જ્યાં હાલ તે ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના વહેરા ગામમાં રહેતી 17 વર્ષીય અંજનાબેન ગોવિંદભાઈ ઠાકોર ની સગાઇ પેટલાદ તાલુકાના બાંધણી ચોકડી બંશીપુરા ખાતે રહેતા પરેશ રાકેશભાઇ સાથે થઈ હતી.પરેશ કડિયાકામ સાથે સંકળાયેલો છે અને ખેતરમાં પોતાના ભાઇ ભાભી તથા તેમની નાની બાળકી સાથે સંયુક્ત રીતે રહે છે. ગત તા.10નવેમ્બરના રોજ યુવતી પોતાના ફિયાન્સના ઘરે રહેવા આવી હતી.ગત.તા. 26મી નવેમ્બરના રોજ રાત્રે નાની બાળકીના હાથમાં એસિડની બોટલ ન આવી જાય તે માટે રાકેશના રૂમમાં એસિડની બોટલ ટેબલ પર મૂકી હતી સાથે જ પાણીની બોટલ પણ મૂકેલી હતી આ દરમિયાન રાત્રે યુવતીએ અંધારામાં પાણીની બોટલ ની જગ્યાએ ભૂલમાં એસિડના બે ઘૂંટ પી લેતાં તેને ગળામાં તથા પેટમાં બળતરા સાથે દુખાવો થયો હતો સાથે જ બોલવામાં તકલીફ થઇ હોવાનું ફિયાન્સ પરેશે જણાવ્યું હતું ત્યારબાદ યુવતીને સુણાવ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાંથી વધુ સારવાર અર્થે કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાથી રીફર કરી વડોદરાના એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવી હતી જ્યાં હાલ તે સારવાર હેઠળ ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે સમગ્ર બાબતની જાણ યુવતીના ફિયાન્સ પરેશે ભાવી સાસરિયાઓને કરતાં તેઓએ ઘરમાં બધા બિમાર હોય આવી શકે તેમ નથી તેમ જણાવ્યું હતું.ગ્રામ્યપોલીસ દ્વારા સમગ્ર મામલે પૂછપર સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.