Madhya Gujarat

દાહોદમાં દુલ્હન અપહરણકાંડમાં ખુલાસો, પ્રેમીએ 14 સાગરિતની મદદથી બંદૂકની અણીએ દુલ્હનનું અપહરણ કર્યું હતું

પ્રેમી તોફાન દુલ્હનનું અપહરણ કર્યા બાદ ગાડી ભાડે કરી ભોપાલ ખાતે લઈ ગયો, પોલીસની 4 ટીમોએ ભેદ ઉકેલ્યો.પોલીસે 14 પૈકી ૪ આરોપીઓને ઝડપ્યા, અન્ય 10 ફરાર

ભારતીય ફિલ્મની કથાનક જેવાં બનેલાં અપહરણના બનાવમાં મઘ્યાતર પછી આવતી પરાકાષ્ઠાની જેમ દુલ્હનને ઉઠાવી જનાર આરોપી પકડાઈ જતાં નવો અને નોખા પ્રકારનો વળાંક આવવા પામ્યો છે. સમગ્ર બનાવમાં દુલ્હનના પિતરાઇ ભાઈની ભુમિકા અંગે પોલીસે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે. ત્યારે સનસનીખેજ બનાવમાં કોની કંઈ ભૂમિકા છે. તે સંપૂર્ણ વિગતો હાલના સમયમાં બનતી વેબ સિરીઝનુ નિર્માણ થઈ શકે એટલા પુરાવા અને વિગતો પોલીસે પ્રાથમિક તપાસમાં શોધી કાઢયા છે.ત્યારે આ બનાવની સિલસિલા બંધ હકીકતો એવી છે કે ત્રણ દિવસ પૂર્વે દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામનો રોહિત બાબુભાઈ અમલીયાર પોતાના સગા સંબંધી મિત્રો સાથે મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલા સાલાપાડા ગામે ઉષા સાથે પરણવા ગયો હતો. જ્યાં લગ્નના સપ્તપદીના સાત ફેરા ધામધૂમથી ફર્યા બાદ જાન દુલ્હનને લઇ પરત ભાઠીવાડા ગામે આવી રહી હતી તે સમયે રસ્તામાં પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે બાઈક પર આવેલા 14 થી વધારે ઇસમોએ બંદૂકની નોક પર નવપરણિત દુલ્હનને તેનાં પુર્વ પ્રેમી દ્વારા અપહરણ કરીને ભાગી જતા બનાવને લઈ સમગ્ર પંથકમાં સનસનાટી ફેલાઈ જવા પામી હતી.જે બાદ આ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચતા કતવારા પોલીસ મથકે પહોંચતા મધ્યપ્રદેશના ઝાબુવા તાલુકાના ગોવાળી પતરા ગામના મહેશભાઈ તોફાનભાઈ ભુરીયા સહિતના 14 થી 15 જેટલા ઇસમો સામે અપહરણ અંગેની ફરિયાદ નોંધાઈ હતી.જે બાદ ઘટનાની ગંભીરતાને જોતા દાહોદ એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ સમગ્ર પ્રકરણને ઝડપથી ઉકેલ લાવવા માટે ચાર જેટલી ટીમોનું ગઠન કર્યું હતું. જેમાં એલસીબી, કતવારા પોલીસ,DYSP ની ટીમ સહિત સાયબર સેલ ને પણ એક્ટિવ કરી દેવામાં આવ્યો હતો. અને લગભગ 72 કલાકના સમયગાળામાં દરમિયાન પોલીસે સમગ્ર પ્રકરણમાં એક એક કડીને જોડી નવ પરિણીત દુલ્હન તેમજ કથિત પ્રેમી અને અપહરણ કરતાં મહેશ તોફાન ભુરીયાને ભોપાલ ખાતે આવેલાં એક રહેણાંક મકાનમાંથી ઝડપી પાડ્યો હતો. સાથે સાથે આચાર્ય અપહરણકાંડમાં સામેલ 14 પૈકી ચાર આરોપીઓ હવે પોલીસની ગિરફતમાં આવી જતા પોલીસે અન્ય ફરાર 10 આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઉપરોક્ત પ્રકરણમાં પોલીસે મુખ્ય અપહરણ કરતા મહેશ તુફાનભાઈ ભુરીયા રેહ. ગોવાળી પતરા મેઘનગર, જીતેન્દ્રભાઈ નટવરભાઈ ભાભોર રહેવાસી પીટોલ જાબુવા, અંકિત ઉર્ફે રોહિત ઉર્ફે કોહલી તોલસિંગ ભાભોર રહેવાસી નવી વાવડી મેઘનગર ઝાબુઆ, તેમજ નવલસિંહ મુનાભાઈ ભુરીયા રહે. કસના ફળિયું પૂછવાણિયા સહિત ચાર આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા સાંપડી છે. જેમાં રોહિત ઉર્ફે કોહલી ભાભોર પાસેથી દેશી હાથ બનાવટ નો કટ્ટો પણ દેશી હાથ બનાવટ નો કટ્ટો પણ રિકવર કરવામાં આવ્યો છે.

પરિણીત પ્રેમી અને નવપરિણીત દુલ્હન વચ્ચે છ વર્ષથી પ્રેમ સંબંધ હતો.
આ સમગ્ર પ્રકરણમાં ફિલ્મી કથાને ટક્કર મારે તેવી સીન ક્રિએટ થયા છે. નો પરિણીત દુલ્હન ઉષાને તેના મિત્રોની મદદથી બંદૂકની અણીએ અપહરણ કરનાર પ્રેમી મહેશ તોફાન ભુરીયા પહેલેથી જ પાણી થતો અને તેની પત્ની રિસાઈને તેના પિયરમાં જતી રહી હતી. બીજી તરફ તોફાન અને ઉષા વચ્ચે છેલ્લા છ વર્ષથી પ્રેમ સંબંધ હતો. પરંતુ તોફાનના પહેલેથી લગ્ન થઈ જતા ઉષા એ પોતાનું ઘર સંસાર માંડવા ભા lઠીવાડા ગામના રોહિત અમલીયાર જોડે સપ્તપદી ના ફેરા ફર્યા હતા પરંતુ પ્રેમમાં આંધળા બનેલા પ્રેમી મહેશએ પોતાની પ્રેમિકા ઉષાને પામવા માટે સમગ્ર અપહરણ ના કાંડ અને અંજામ આપ્યો હતો.

સમગ્ર અપહરણનો કારસો રાછરડામાં ઘડાયો: દુલ્હનના પિતરાઇ ભાઈએ અપહરણકર્તાઓને સાથે સાઠગાંઠનો પર્દાફાશ.

મહેશે પોતાની પ્રેમિકાને અપહરણ કરવા માટે તેના 10 થી 14 જેટલા મિત્રોની મદદ લીધી હતી.જેમાં દાહોદ તાલુકાના રાસડા મુકામે ભેગા થયા હતા. જ્યાં તમામ લોકોએ આ સમગ્ર અપહરણકાંડને અંજામ આપવા માટે વ્યૂહરચનાં ઘડી લીધી હતી. ત્યારબાદ અમુક લોકો જે જગ્યાએથી અપહરરણ થયો તે જગ્યા પર પહેલેથી જ ગોઠવાઈ ગયા હતા. આ સમગ્ર પ્રકરણમાં દુલ્હનના પિતરાઈ ભાઈ દ્વારા માહિતીની આપ લે કરવામાં આવી રહી હતી. અને દુલ્હન પિતાના ઘરથી રવાના થયા બાદ નવાગામ બોરડી પાસે નક્કી કરેલા પ્લાન મુજબ સમગ્ર અપહરણકાંડનો ઉપરોક્ત મહેશ તોફાન સહિતના 14 જેટલા આરોપીઓએ બંદૂકની અણીએ અંજામ આપ્યો હતો.

Most Popular

To Top