સુરત ખાલી થઇ રહ્યું હોય તેવા દ્રશ્યો સુરત અને સુરત અને ઉધના રેલવે સ્ટેશને જોવા મળી રહ્યાં છે. કામદાર આગેવાનોનું કહેવુ છે...
સેલવાસના એક બિલ્ડરનું તેમજ ઉદ્યોગપતિનું લૂંટ-અપહરણ કરી રૂ.1 કરોડની ખંડણી માંગવાના પ્લાન સાથે એક કારમાં સેલવાસ જઈ રહેલી ગેંગને વાપી ડુંગરા પોલીસે...
ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે રવિવારે કોરોના કટોકટી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ભારપૂર્વક જણાવ્યું હતું કે, રસીકરણ વધારવું એ કોરોના સંક્રમણ...
દેશમાં કોવિડ-19 કેસોમાં ઝડપથી વધારો થતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે મતદાનવાળા પશ્ચિમ બંગાળમાં તેમની તમામ જાહેરસભાઓને રદ કરી હતી. તેમણે અન્ય...
સુરત: (Surat) શહેરમાં તીવ્ર ગતિએ વધી રહેલા કોરોનાને રોકવા માટે મનપાની અપીલ બાદ શહેરના કાપડ માર્કેટ, હીરાબજાર (Textile Diamond Market) તેમજ કેટલાક...
વલસાડ : વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણ વધવાને કારણે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આગામી 20 એપ્રિલથી 10 દિવસ માટે વલસાડ જિલ્લામાં સંપૂર્ણ...
સુરત: (Surat) હરિદ્વારમાં યોજાયેલા કુંભમેળા (Kumbh Mela) દરમિયાન શાહી સ્નાન વખતે મોટી મેદની ભેગી થયા પછી સાધુ સંતો અને કેટલાક રાજ્યોના શ્રધ્ધાળુઓ...
સુરત: (Surat) બ્રિટિશકાળમાં સુરતના ચોકબજાર, ભાગાતળાવ વિસ્તારમાં ટચઓફ ડફલિન ફંડ હેઠળ શરૂ કરવામાં આવેલી અને 19મીં સદીમાં રૂખમાબાઇ(રાઉત) હોસ્પિટલ (Rukhmabhai Hospital) તરીકે...
સુરત: શહેરમાં વકરી રહેલા કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે મનપા કમિશનર બંછાનિધિ પાનીએ શહેરીજનોને ટુ-માસ્ક પોલિસી અપનાવવા અનુરોધ કર્યો હતો. છેલ્લા ઘણા...
એક તરફ કોરોનાની મહામારી(CORONA PANDEMIC)ના પગલે પહેલાથી જ શહેરીજનો ત્રસ્ત છે, ત્યાં શહેરના અમરોલી વિસ્તારમાં અચાનક રેપીડ ટેસ્ટ (RAPID TEST) કરનારી સીટીબસ(CITY...
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી (Nitin Patel) નીતિન પટેલે રવિવારે પત્રકારોને સંબોધન કરતા કહ્યુ હતું કે, રાજ્ય અને દેશમાં કોરોનાના દર્દીની સંખ્યા અચાનક છેલ્લા...
નવી દિલ્હી,તા. 18(પીટીઆઇ): કોરોનાવાયરસ ચેપની બીજી લહેરને લીધે દેશએ ગ્રાહકોની સાથે રોકાણકારોની લાગણીઓને ધ્યાનમાં રાખીને મોટી અનિશ્ચિતતા માટેની તૈયારી કરવાની જરૂર છે,...
નવી દિલ્હી,તા. 18(પીટીઆઇ): આરોગ્ય મંત્રાલયે રવિવારે કહ્યું કે, ભારતમાં છેલ્લા 12 દિવસમાં દૈનિક કોરોનાવાયરસ પોઝિટિવિટી દર બમણો થઈને 16.69 ટકા થઈ ગયો...
ગાંધીનગર: (Gandhinagar) રાજય સરકારે તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) સમક્ષ કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગ દ્વ્રારા કેન્દ્ર સરકારની...
નવી દિલ્હી,તા.12 (પીટીઆઇ): આરોગ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે, ભારતે 12 કરોડ રસીકરણના આંકડા સુધી પહોંચવામાં માત્ર 92 દિવસનો સમય લીધો છે...
કોરોના વાયરસ(CORONA VIRUS)ના કારણે હવે સરકારોના શ્વાસ રૂંધાય રહ્યા છે. રવિવારે દિલ્હીના મુખ્યમંત્રી (DELHI CM) અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ(PRESS MEET)માં તેમણે કહ્યું કે...
સમગ્ર વિશ્વમાં મોટે ભાગે એન્ટિજેન (antigen) અને આરટીપીસીઆર પરીક્ષણો (rt-pcr test) દ્વારા કોરોનાવાયરસ(corona virus)ની ઓળખ થઈ રહી છે. પરંતુ વૈજ્ઞાનિકો(scientist)એ દાવો કર્યો છે...
આખા વિશ્વમાં નામના મેળવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાખવેલી સંવેદનાનો દાવ ઊંધો પડ્યો છે. છેલ્લા દોઢ વર્ષથી કોરોના આખા વિશ્વને ધમરોળી રહ્યો...
વિદ્વાનો જણાવે છે કે રેશનાલિઝમ એટલે સત્યનું આકાશ અને અંદ્ધશ્રદ્ધા એટલે અજ્ઞાનનો અંધકાર. ધર્મ આસ્તિકોનો અભ્યાસક્રમ છે અને વિવેકબુદ્ધિવાદ એટલે નાસ્તિકોની ગીતા....
વિશ્વમાં અનેક ભાષાઓ એવી છે કે જે હવે કોઇ બોલતું જ નથી. આવી ભાષાઓ છેવટે લુપ્ત થઇ જાય છે. સંસ્કૃત ભાષા પણ...
રાજયમાં કોરોનાના કેસો વધીને રહ્યાંછે ત્યારે આજે સીએમ વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સવારે જામનગર અને કચ્છની મુલાકાત લીધી હતી....
ગયા વર્ષના કોરોના પેન્ડેમિકના પ્રથમ વેવની સરખામણીમાં આ વર્ષના બીજા વેવમાં બાળકોમાં સંક્રમણનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળે છે. તાજા જન્મેલાં શિશુથી...
દક્ષ યજ્ઞના વિધ્વંસ પછી શું? બીજી બધી સત્તાની સામે આદિમ સત્તાનો વિજય થયો. બધા દેવતાઓ પરાજિત થઇ ગયા. આ દેવતાઓની એક લાક્ષણિકતા...
ગાંધીનગર :રાજ્યમાં કોરોના દિવસે દિવસે કાળમુખો બની રહ્યો છે. જેથી મૃત્યઆંકમાં પણ વધારો થયો છે, શનિવારે એક જ દિવસમાં કુલ 97 દર્દીઓએ...
કોરોનાની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને JEE મેઈન એપ્રિલ સત્ર મુલતવી રાખ્યું છે. સંયુક્ત પ્રવેશ પરીક્ષા (JEE) નું મુખ્ય 2021 એપ્રિલ સત્ર મોકૂફ...
પાકિસ્તાન(Pakistani)ની ગુપ્તચર એજન્સી (agency) માટે જાસૂસી કરવાના આરોપમાં દિલ્હી પોલીસ(Delhi police)ના સ્પેશિયલ સેલ દ્વારા એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખ હરપાલસિંઘ...
ઇઝરાઇલમાં રવિવારથી ઘરની બહાર માસ્ક પહેરવાનો નિયમ દૂર કરવામાં આવશે. જેની આરોગ્યમંત્રી યુલી ઍડલસ્ટેઇને ગુરુવારે જાહેરાત કરી હતી. ઍડલસ્ટેઈને ગુરુવારે એક નિવેદનમાં...
કોંગ્રેસ કારોબારી સમિતિએ આજે કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો હતો કે કોવિડના રોગચાળા સામેની લડાઇમાં વ્યાપક ગેરવહીવટ થયો છે. તેણે ચેતવણી આપી...
બ્રિટનના મહારાણી એલિઝાબેથના પતિ પ્રિન્સ ફિલિપ, કે જેઓ એક સપ્તાહ પહેલા અવસાન પામ્યા હતા તેમની આજે અહીંના વિન્ડસર કેસલમાં દફનવિધિ થઇ હતી....
ન કોવિડ-19ની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતા રેમડેસિવિર ઇન્જેક્શનની ઉપલબ્ધતા વધારવા માટે ફાર્માસ્યુટિકલ કંપનીઓએ સરકારના હસ્તક્ષેપ બાદ ભાવમાં ઘટાડો કર્યો છે. એમ નેશનલ...
સમાચાર માધ્યમોમાં જોવાં મળેલાં આ મથાળાં ભલે ચીલા-ચાલુ લાગે પણ આ વખતે સાર્થક અને સચોટ છે. રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમીર પુતીનની આ વખતની ભારતયાત્રા અનેક અર્થમાં ખરેખર ઐતિહાસિક છે. પુતિનની આ યાત્રા અમેરિકા દ્વારા અનેક દેશો સામે સીમા શુલ્કના ઝીંકાયેલા શસ્ત્ર અને રશિયા સાથે મિત્રતા રાખશો તો જોવા જેવી થશેની બાંય ચડાવી અપાયેલી ધમકી વચ્ચે આવી છે. અને પુતિને અવારનવાર કહ્યું છે, જે તેમણે અહીં ફરી કહ્યું કે આ વખતનું ભારત ૭૭ વર્ષ પહેલાંના ભારત જેવું ન સમજશો. આ વાત આત્મસમર્પણ કરનાર માઓવાદી એમ. વેણુગોપાલરાવે પણ જુદી રીતે કહી છે. એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે અમે રાજ્ય (સ્ટેટ)ની શક્તિ ઓછી આંકી. એટલે વિફળ રહ્યા. પુતિન અને રાવની સાથે અમેરિકા સહિતના વિદેશી મીડિયાએ પણ અમેરિકાની ધમકી સામે બાવડા ફૂલાવી ‘જાવ, થાય તે કરી લો’ની સંવાદપટ્ટાબાજી વગર જ પુતિનની ભવ્ય આવભગતને વખાણતા કહ્યું કે હવે ભારત કોઈના દબાણમાં આવે તેમ નથી.
ટ્રમ્પની ધમકીને તાબે ન થઈ “અમે દેશહિતમાં ઝૂકતા નથી” તેવું અગાઉ બોલેલું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાળી બતાવ્યું છે. તો બીજી તરફ, અમેરિકાની દાદાગીરીથી એકલા અટૂલા પડી ગયેલ રશિયાનેય આ પ્રકારના ઉષ્માસભર સ્વાગતની તીવ્ર ઝંખના હતી. વડા પ્રધાન મોદીએ પુતિનના સ્વાગતમાં લાલ જાજમ તો બિછાવડાવી જ પણ સાથે પ્રૉટૉકોલને નેવે મૂકી પોતે સ્વાગત કરવા વિમાન મથક દોડી ગયા અને એક જ કારમાં ત્યાંથી રવાના થયા.
અગાઉ, ચીનમાં શાંઘાઈ સહકાર સંસ્થા (SCO) વખતે મોદીને પુતિને પોતાની કારમાં બેસાડ્યા હતા અને ૪૫ મિનિટ, જેને ખરેખર સામસામે મંત્રણા કહેવાય, તે કોઈ દુભાષિયા વગર કરી હતી. આવું રાજદ્વારી ઇતિહાસમાં જવલ્લે જ જોવા મળતું હોય છે. ભારતમાં વડા પ્રધાન મોદીએ પુતિનને પોતાની કારમાં બેસાડી, પુતિને કરેલી પહલનો ઉષ્માસભર ઉત્તર આપી મિત્રતા મજબૂત કરી છે.
પરંતુ આ મિત્રતા માત્ર વિશ્વને (અમેરિકા વાંચો) દેખાડી દેવા પૂરતી સીમિત નથી. વિશ્વમાં એકલા અટૂલા પડી ગયેલા રશિયાનો હાથ ઝાલી રાખી તેની ગરજનો લાભ ભારતને ન મળે તો આ હાથ ઝાલી રાખવાનો કોઈ અર્થ નથી કારણકે દેશ-દેશના સંબંધમાં મિત્રતા-શત્રુતા આવી લાગણીઓને કોઈ સ્થાન નથી હોતું. સહકાર બંને બાજુએથી હોય તો જ એ દેશને લાભનો સોદો છે. કેવળ વ્યક્તિગત ઇમેજ બિલ્ડિંગ કે ઇમેજને પૂશ કરવાથી દેશને કોઈ લાભ નથી થતો હોતો.
અને રશિયાની ગરજનો ભારતે ફાયદો ઉઠાવ્યો જ છે. ભારત અને રશિયાની આ મંત્રણા માત્ર ‘ખાધું, પીધું, એકબીજાની પીઠ થાબડી ને છૂટા પડ્યા’ જેવી સીમિત નથી. આ મંત્રણામાં સંરક્ષણ, વેપાર, અર્થતંત્ર, ખાદ્ય સુરક્ષા, આરોગ્ય, શિક્ષણ, સંસ્કૃતિ અને મીડિયા એમ અનેક ક્ષેત્રે સમજૂતીઓ થઈ છે. ક્રિટિકલ મિનરલ, પરમાણુ ઊર્જા, જહાજ નિર્માણ ક્ષેત્રે પણ રશિયા ભારતને સહયોગ કરશે. ભારતીય કંપનીઓએ રશિયાની URLCHEM સાથે રશિયામાં એક યુરિયા પ્લાન્ટ સ્થાપિત કરવાનો નિર્ણય પણ કર્યી. બંને દેશોએ આર્થિક સહયોગ આગળ વધારવા વિઝન ૨૦૩૦ પર હસ્તાક્ષર કર્યા. બંને દેશો સહ ઉત્પાદન અને સહ નવાચાર બાબતે આગળ વધશે.
રશિયાની શિક્ષણ સંસ્થાનું કાર્યાલય એ સિનર્જી કૉર્પોરેશન અને ઇન્નોપ્રાક્ટિકાનો સંયુક્ત પ્રૉજેક્ટ છે. તેનાથી ભારતના વિદ્યાર્થીઓને રશિયામાં ઉચ્ચ શિક્ષણ મેળવવામાં લાભ થશે. અમેરિકા ભારતીયો માટેનાં દ્વાર ધીમેધીમે બંધ કરી રહ્યું છે ત્યારે વિદેશ ભણવા માગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે આ સારા સમાચાર છે. રશિયા ભારતની સૈન્ય શક્તિ મજબૂત કરવા શસ્ત્રો પણ પૂરા પાડતું રહેશે. એટલે કે રશિયા ભારતનો મુખ્ય આધાર તરીકે ચાલુ રહેશે.
રશિયાએ કહ્યું છે કે તે ભારતમાંથી આયાત વધારવા તૈયાર છે. અમેરિકાના સીમા શુલ્કના નિર્ણયના શસ્ત્રથી ભારતની નિકાસના ફટકો પડ્યો હતો. એટલે તેનું સંતુલન કરવા આ તોડ ભારતને તો કામે લાગશે જ, પણ એકલા અટૂલા પડી ગયેલા રશિયાને યુક્રેઇન યુદ્ધથી આર્થિક રીતે ફટકો પડ્યો છે. તેથી તેને પણ ભારતની એટલી જ આવશ્યકતા છે. સામા પક્ષે, રશિયા માટે ભારતે પણ કેટલાંક દ્વાર ખોલી દીધાં. રશિયાના પર્યટકૉ માટે ત્રીસ દિવસના વિઝા આપવા ભારતે જાહેરાત કરી છે. ભારત રશિયા પાસેથી ઈંધણ ખરીદવાનું પણ ચાલુ રાખશે. નવા રૂટ પણ શોધવામાં આવી રહ્યા છે.
હવે બેલારુસથી સામાન સીધો હિન્દ મહાસાગર થઈ ભારત પહોંચશે. ભારતમાં રુસ ટૂડે ચેનલ શરૂ કરાશે. પુતિને જે બીજી વાત કરી તે અમેરિકાના પેટમાં તેલ રેડનારી છે. તેમણે કહ્યું કે બંને દેશો ધીરેધીરે પોતપોતાની મુદ્રા (કરન્સી)માં વેપાર તરફ આગળ વધી રહ્યા છે. અત્યારે ૯૬ ટકા લેવડદેવડ આ રીતે જ થાય છે. આનો અર્થ એ થયો કે બંને દેશો મળીને અમેરિકી મુદ્રા ડૉલરને હાંસિયામાં ધકેલી રહ્યા છે. અમેરિકાની દાદાગીરી જે જોર પર છે તેમાંથી એક આ ડૉલર પણ છે.
દરેક દેશના વડા સાથેની મંત્રણામાં અચૂક ઉઠાવાતો (પાકિસ્તાન પ્રેરિત) ત્રાસવાદનો મુદ્દો ભારતે રશિયા પ્રમુખની ભારતયાત્રામાં પણ ઉઠાવ્યો. વડા પ્રધાન મોદીએ પહલગામ આતંકવાદી આક્રમણની સાથે રશિયામાં ૨૨ માર્ચ ૨૦૨૪ના દિને ક્રૉકસ સભા ગૃહમાં એક સંગીત કાર્યક્રમમાં થયેલા આતંકવાદી આક્રમણને જોડી ભારતના એ દૃષ્ટિકોણનો પુનઃ ઉચ્ચાર કર્યો કે સારા ત્રાસવાદ અને ખરાબ ત્રાસવાદ જેવું કંઈ નથી હોતું, ત્રાસવાદ ત્રાસવાદ જ હોય છે. પુતિને પણ ત્રાસવાદ સામેની લડાઈમાં રશિયા ભારત સાથે છે તેમ કહ્યું છે. આમ, પુતિનની આ યાત્રાથી એક પંથ અનેક કાજ જેવો ઘાટ ભારત માટે સર્જાયો છે.
– જયવંત પંડ્યા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.