Gujarat Main

સરકારનું હાઈકોર્ટ સમક્ષ સોગંદનામુ: આયુષ્માન ભારત અને મા યોજનામાં કોરોનાની સારવારનો સમાવેશ

ગાંધીનગર: (Gandhinagar) રાજય સરકારે તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) સમક્ષ કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગ દ્વ્રારા કેન્દ્ર સરકારની મહત્વની યોજના આયુષ્યમાન ભારત (Ayusyaman Bharat) અને મા યાજોના અન્વયે મા કાર્ડની (Ma Card) મદદ વડે હવે કોરોનાની પણ ટ્રીમમેન્ટ કરાવી શકાય છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા લેવામાં આવેલ સુઓમોટો પિટિશનમાં (Petition) સરકારે જણાવ્યા મુજબ આયુષ્યમાન ભારત અને માં વાલ્સલ્ય કાર્ડ યોજનામાં કોવિડ-19ની સારવારનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.

ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ કારીયાએ મીડિયા રિપોર્ટસના આધારે દાખલ કરેલી સુઓમોટો રીટની સુનાવણી દરમ્યાન રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કરવામા આવેલા સોગંદનામા જણાવવામા આવ્યા મુજબ , રાજયમાં હાલમાં 97 જેટલી ટેસ્ટીંગ લેબ આવેલી છે. જે પૈકી સરકાર હસ્તકની હોસ્પિટલમાં 43 જેટલી છે.આ ઉપરાંત વધારાના 40 જેટલા મશીન ખરીદવામા આવશે, જેના દ્વ્રારા આરટીપીસીઆર ટેસ્ટ કરી શકાશે. અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં મનપા દ્વારા આરટીપીસીઆર ટેસ્ટ માટે ડ્રાઈવથ્રુ સુવિધા ઊભી કરવામા આવી છે.પહેલા 33271 ટેસ્ટ થતાં હતા તે વધારીને દિવસના 1,45,177 ટેસ્ટ કરાઈ રહયા છે.

સોગંદનામામાં વધુમાં જણાવવામાં આવ્યુ હતું કે રાજયમાં 19084 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન આવેલા છે.રાજયમાં 71,021 બેડ ઉપબલ્ધ છે. જેમાંથીકોવીડ -19ની સારવાર માટે 46,447 બેડ ઉપલબ્ધ છે.બીજા 10,000 બેડ વધારવામાં આવશે.અમદાવાદમાં યુનિ. કન્વેન્શન સેન્ટરમાં 900 બેડની હોસ્પિટલ એટલે કે ઓકસીજન સાથેની સુવિધા ધરાવતું કોવીડ કેર સેન્ટર ઊભુ કરાશે. મોરબીમાં 550 બેડ સાથે કોવીડ કેર સેન્ટર ઊભુ કરાશે. અમદાવાદમાં 142 ખાનગી હોસ્પિટલોમાં 20 ટકા બેડ મનપા દ્વ્રારા રીફર કરવામાં આવનાર દર્દીઓ માટે રીઝર્વ રાખવાના રહેશે.

બીજી તરફ આજે નાયબ મુખ્યમંત્રી (nitin patel) એ કહ્યુ હતું કે, રાજ્ય અને દેશમાં કોરોનાના દર્દીની સંખ્યા અચાનક છેલ્લા 10 થી 12 દિવસમાં વધ્યા છે. ગુજરાતમાં પણ 9000 દર્દી પોઝિટીવ આવી રહ્યાં છે. પહેલા પીકમાં ગુજરાતના માત્ર કેટલાક વિસ્તારમાં જ કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું હતું. પરંતુ બીજા પીકમાં ગુજરાતનો કોઇ જિલ્લો બાકી રહ્યો નથી. અમારી વ્યવસ્થા સામે દર્દીની સંખ્યા વધારે છે. જે બેડ ઉભા કરીએ તેની સામે કેસ વધતાં વધારે વ્યવસ્થાની સુવિધા ઉભા કરવાનો પડકાર આવે છે. ઓક્સિજન, બેડ વધારવા, ઈન્જેક્શન વધારવાનો સરકાર દ્વારા સતત પ્રયાસો થઇ રહ્યાં છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, બધી હોસ્પિટલમાં બેડ ભરેલા છે. ઓક્સિજન લેવલ 95થી ઘટી જાય તો જ હોસ્પિટલમાં દાખલ થાય તેવી વિનંતિ છે.

Most Popular

To Top