SURAT

BURNING BUS: શહેરના અમરોલી વિસ્તારમાં રેપીડ ટેસ્ટ કરનારી સીટીબસમાં લાગી ભીષણ આગ, જાનહાનિ ટળી

એક તરફ કોરોનાની મહામારી(CORONA PANDEMIC)ના પગલે પહેલાથી જ શહેરીજનો ત્રસ્ત છે, ત્યાં શહેરના અમરોલી વિસ્તારમાં અચાનક રેપીડ ટેસ્ટ (RAPID TEST) કરનારી સીટીબસ(CITY BUS)માં આગ (FIRE) ફાટી નીકળી હતી. અને સળગતી બસ(BURNING BUS)ના ભયાનક દ્રશ્યો સર્જાયા હતા. જોત-જોતામાં ભળકે બળી રહેલી બસમાં લોકોને રેપીડ ટેસ્ટ કરનારા સાધનો અને રિપોર્ટ બુક સહિત માલસામાન બળીને ખાક થઇ ગયો હતો. જો કે સદભાગ્યે સિટિબસ માંથી રેપીડ ટેસ્ટ કરનારાઓ ઉતરી જતા જાનહાનિ ટળી હતી..

સુરત મહાનગર પાલિકા(SMC)ની ઈમરજન્સી સેવા માટે ફાળવેલી સિટી બસમાં અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ કોરોના ટેસ્ટ (CORONA TEST)માટે બસનો ઉપયોગ કરવામાં આવતો હતો. સુરત શહેરમાં કોરોના સંક્રમણ વધતા એક તરફ સીટી બસ બંધ કરવામાં આવી છે તો બીજી તરફ અલગ-અલગ વિસ્તારમાં ટેસ્ટિંગ માટે પાલિકા દ્વારા બસ ફાળવવામાં આવી છે. જે પૈકીની એક બસ આજે સવારે અમરોલી વિસ્તારના રજવાડી પાર્ટી પ્લોટ પાસે મોકલવામાં આવી હતી જેથી લોકો આનો લાભ લઈને ટેસ્ટ કરાવી શકે જો કે બચાવા જનાર બસ પોતે જ અકસ્માતનો ભોગ બની હતી અને જોત જોતામાં પ્રચંડ આગની જ્વાળામાં સમગ્ર બસ બળીને ખાક થઈ ગઈ હતી.

સૂત્રોનું માનીએ તો બસ સવારે કોરોના ટેસ્ટિંગ કરતી ટીમ સાથે રવાના થઈ હતી. જેથી આ ટિમ સાથે કોરોના ટેસ્ટિંગ કરવા માટેની કીટ તેમજ અન્ય દવાઓ પણ લઈ જવામાં આવી હતી. જો કે બસમાં અચાનક શોર્ટ સર્કિટ (SHORT CIRCUIT)થતા આગ ફાટી નીકળી હતી. અને જોતજોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે ફાયરના જવાનો આવે એ પહેલા તો થોડી જ ક્ષણોમાં આખે આખી બસ આગની જ્વાળાની લપેટમાં આવી ગઈ હતી. આ બનાવના પગલે બસમાં એકાએક આગ લાગતા જ બસચાલકે ફાયર વિભાગને જાણ તો કરી હતી પણ અમરોલી ફાયર વિભાગ(FIRE BRIGADE)ની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને આગ ઉપર કાબૂ મેળવ્યો ત્યાં સુધીમાં બસની પરિસ્થિતિ ઉપયોગ કરવા જેવી રહી ન હતી.

મહત્વની વાત છે કે જ્યારે કોરોના ટેસ્ટિંગ કરતી બસમાં આગ લાગી ત્યારે સદનસીબે જે ટીમ ગઈ હતી તેમાંથી એક પણ સભ્ય અંદર હાજર ન હતું. અને તેમના અલગ-અલગ સભ્યો આસપાસના વિસ્તારોમાં જઈને લોકોનો સંપર્ક કરી રહ્યા હતા દરમિયાન આ સમગ્ર ઘટના બનતા કોઇ જાનહાનિ થટળી હતી.

Most Popular

To Top