National

સરકારના હસ્તક્ષેપ બાદ ફાર્મા કંપનીઓએ રેમડેસિવિર ઇન્જેક્શનના ભાવ ઘટાડ્યા

ન કોવિડ-19ની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતા રેમડેસિવિર ઇન્જેક્શનની ઉપલબ્ધતા વધારવા માટે ફાર્માસ્યુટિકલ કંપનીઓએ સરકારના હસ્તક્ષેપ બાદ ભાવમાં ઘટાડો કર્યો છે. એમ નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસીંગ ઑથોરિટી (એનપીપીએ)એ શનિવારે જણાવ્યું હતું.
કેડિલા હેલ્થકેર, ડૉ.રેડ્ડીઝ લેબોરેટરીઝ અને સિપ્લા જેવી ડ્રગ કંપનીઓએ તેમના બ્રાન્ડ સંબંધિત રેમડેસિવિર ઇન્જેક્શન (100 મિલિગ્રામ / શીશી)ની કિંમતોમાં ઘટાડો કર્યો છે.

કેન્દ્રીય કેમિકલ્સ અને ખાતરમંત્રી સદાનંદ ગૌડાએ પણ ફાર્મા કંપનીઓ દ્વારા લીધેલા આ નિર્ણયને બિરદાવ્યો હતો.
એક ટવીટમાં તેમણે કહ્યું કે, સરકારના હસ્તક્ષેપ બાદ આ નિર્ણાયક સમયમાં લોકોને મોટી રાહત આપવામાં આવી છે. હવે રેમડેસિવિરની કિંમતમાં ઘટાડો થયો છે! હું પીએમ નરેન્દ્ર મોદીની કોરોના સામેની લડાઈમાં સાથે ઊભા રહેવા બદલ ફાર્મા કંપનીઓનો આભારી છું.

રાજયના કેમિકલ્સ અને ખાતરમંત્રી મનસુખ એલ માંડવીયાએ ટ્વિટ કર્યું કે, સરકારના દખલના કારણે હવે રેમડેસિવિર ઇન્જેક્શનની કિંમત ઓછી થઈ છે! કોરોના સામે લડવામાં સરકાર સાથે હાથ મિલાવવા અંગે હું ફાર્માસ્યુટિકલ કંપનીઓનો આભારી છું.ત્યારબાદ માંડવીયા અને એનસીપી નેતા નવાબ મલિક વચ્ચે રેમડેસિવિર ઇન્જેક્શનની ઉપલબ્ધતાને અંગે શબ્દોનું યુદ્ધ શરૂ થયું હતું. મલિકે ટ્વીટમાં આક્ષેપ કર્યો છે કે, કેન્દ્ર સરકાર દેશના વિવિધ નિકાસલક્ષી એકમો (ઇઓયુ)ને સ્થાનિક બજારમાં દવા વેચવાની મંજૂરી આપી રહી નથી.

માંડવીયાએ આ આક્ષેપોને નકારતા કહ્યું કે, સરકાર દેશમાં દવાનું ઉત્પાદન બમણું કરવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે.શનિવારે કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવા માટે કેન્દ્ર દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ એન્ટિવાયરલ ઇન્જેક્શન અને ઑક્સિજનના પુરવઠાને વધારવા હાકલ કરી હતી.

Most Popular

To Top