સુરત મહાપાલિકાની ચૂંટણી પહેલા સુરતમાં કોરોનાના કેસ કાબુમાં આવી ગયા હતા. હવે જ્યારે ચૂંટણી પતી ગઈ છે ત્યારે કોરોનાના કેસ વધી ગયા...
અમેરિકામાં સખત શિયાળો ચાલી રહ્યો છે ત્યારે અમેરિકા અને કેનેડાની સરહદે આવેલ નાયગરા ધોધનું પાણી પણ કેટલીક હદે થીજી ગયું હતું અને...
ડેનેવરના આકાશમાં શનિવારે એક હોનારત સર્જાય તેવું ફેલ્યોર સર્જાયું તેના પછી અમેરિકાના ફેડરલ એવિએશન નિયંત્રકે ત્યાંની યુનાઇટેડ એરલાઇન્સને તેના તેવા તમામ બોઇંગ-૭૭૭...
સોમવારે ઉત્તરપ્રદેશ સરકારનું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. આ બજેટ સંપૂર્ણ રીતે ‘ અયોધ્યામય’ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેમ અયોધ્યામાં વિકાસ...
લગભગ બે સપ્તાહ પહેલા ઉત્તરાખંડના ચમૌલી વિસ્તારમાં ગ્લેશિયર તૂટવાને કારણે જે ઘાતક હોનારત સર્જાઇ તેના કારણો હજી સ્પષ્ટ થયા નથી ત્યારે એક...
મહારાષ્ટના પરિવહન મંત્રી અનિલ પરબે કહ્યું કે, સોમવારે 3 રૂપિયાના વધારાને મંજૂરી મળ્યા બાદ 1 માર્ચથી મુંબઇમાં ઑટો રિક્ષાઓ અને ટેક્સીઓનું લઘુતમ...
ભારતમાં આજે ચેપના ૧૪૧૯૯ નવા કેસોની સાથે કોવિડ-૧૯ના કેસોએ ૧.૧૦ કરોડની સપાટી વટાવી હતી જ્યારે સક્રિય કેસોની સંખ્યા સતત પાંચમા દિવસે વધી...
સુરતમાં મંગળવારે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. ઈવીએમ મશીનમાં બંધ ઉમેદવારોનું ભાવિ ઉઘડશે. એસવીએનઆઈટી (SVNIT) અને ગાંધી એન્જિનિયરિંગ કોલેજ (Gandhi Engineering...
દુબઈમાં ચાર મહિલાઓની ટોળકીએ એક ભારતીય પુરુષને મસાજ કરવા નકલી સંદેશા મોકલી લૂંટ કરી હતી. મહિલાઓએ તેને એક એપાર્ટમેન્ટમાં બંધક બનાવી દીધો હતો,...
મુંબઇ (Mumbai): કોમેડિયન કપિલ શર્મા (Kapil Sharma) પોતાના કોમેડી શોને માટે લોકપ્રિય હોવની સાથે સાથે અવાર નવાર અન્ય કોઇને કોઇ કારણસર સમાચારમાં...
બારડોલી, માંડવી: (Bardoli Mandvi) સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમ્યાન પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા બદલ 12 બળવાખોર કાર્યકરોને...
ઓડિશા (odisa)માં બે દાયકા બાદ ગેંગરેપ (gangrape)ના સનસનાટીભર્યા કેસમાં પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. ઓડિશામાં આઈએફએસ અધિકારીની પત્ની સાથે ગેંગરેપના સનસનાટીભર્યા...
ગુજરાતમાં મહાનગરપાલિકા (CORPORATION)ની ચૂંટણીમાં ઓછા મતદાન બાદ જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનું મતદાન વધારવા ભાજપે કમર કસી છે. અને સત્તાધારી પક્ષની છેલ્લી...
SURAT : સુરત મહાનગરપાલિકાની ચૂંટણી ( SMC ELECTION) માં આજે ઉડીને આંખે વળગે એવી એક બાબત તે જોવા મળી છે. દરેક ચૂંટણીમાં...
અમદાવાદ (Ahmedabad): રાજ્યભરમાં ગઇકાલે -21 ફેબ્રુઆરીએ છ મનપાની ચૂંટણીઓ (Local Body Polls /Municipal Corporation Election) માટે મતદાન યોજાયું હતું. જેમાં મુખ્યમંત્રી વિજય...
ભરૂચ (Bharuch): ‘વિષય શ્રદ્ધાનો હોય તો પુરાવાની જરૂર નથી’- આ કહેવતને સાર્થક કરતો બનાવ ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલા વિશ્વેશ્વર મંદિરે બન્યો હતો....
સુરત : મગદલ્લા ગામમાં સરકારી આવાસમાં રહેતી મહિલા (woman)નું તેના પતિ (husband)એ જ ગળુ કાપી નાંખ્યું હતું. જેનું કારણે એવું બહાર આવ્યું...
SURAT : આજે યોજાયેલી ચૂંટણીના મતદાનમાં કુલ 30 પૈકી સૌથી વધુ મતદાન સુરતના ઉત્તર વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર સાત કતારગામ-વેડ ખાતે નોંધાયું...
SURAT : શહેરમાં મતદારોને પ્રોત્સાહિત કરવા અનેક વિસ્તારોમાં જાગૃત નાગરિકોએ નવતર પ્રયોગ કરી મતદાન માટે લોકોને અપીલ કરી હતી. જેમાં લિંબાયત (...
સુરત: સ્પાઇસ જેટ (SPICE JET) એરલાઇન્સ 22 ફેબ્રુઆરીથી સુરતથી પટનાની ફલાઇટ (SURAT T PATNA FLIGHT) શરૂ કરવા જઇ રહી છે. આ ફલાઇટ...
નવસારી (Navsari): નવસારી-વિજલપોર પાલિકાની (Municipal Corporation Elections) ચૂંટણીને લઇ ભાજપે (BJP) સમાવેશ કરાયેલા આઠ ગામડાઓ સહિત ડિવાઇડર, એલ.ઇ.ડી, લાઇટ, પાણી, ડ્રેનેજ લાઇન...
SURAT : શહેરમાં તા.16 જાન્યુઆરી 2021ના રોજથી કોરોના વેક્સિનેશન ( VACCINATION) અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ...
દમણ (Daman): સંઘપ્રદેશ (UT) દમણમાં લવ જેહાદનો (Love Jihad) મામલો સામે આવ્યો છે. એક વિધર્મી યુવાને 13 વર્ષની હિન્દુ તરૂણીને પ્રેમજાળમાં ફસાવી...
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભારત વિરૂદ્ધ ઇંગલેન્ડની ટેસ્ટ મેચ જોવા માટે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા (BIGGEST CRICKET STADIUM MOTERA) પહોંચશે. જ્યારે...
નવી દિલ્હી (New Delhi): દિલ્હી હાઈકોર્ટે (High Court) ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી (BJP MP Subramanian Swamy) અરજી પર કોંગ્રેસ પાર્ટીના વચગાળાના પ્રમુખ સોનિયા...
SURAT : શહેરમાં ફરીવાર કોરોનાનું ( CORONA) સંક્રમણ વધી રહ્યું છે. દિવસે ને દિવસે નોંધાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે....
NEW DELHI : વર્તમાન યુગમાં બેંકના નામે બનાવટી કોલ ( FACK CALLS) અથવા મેસેજ દ્વારા દરરોજ છેતરપિંડીના કિસ્સા સામે આવી રહ્યા છે....
ઉત્તર પ્રદેશ (UP)ની યોગી સરકારે સોમવારે તેનું સામાન્ય બજેટ (BUDGET) રજૂ કર્યું. રાજ્યમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા યોગી સરકારના આ...
સાઉદી અરેબિયાથી ભારે હિમવર્ષા થવાના સમાચાર મળે તો સાચે આશ્ચર્ય લાગે તેવી વાત છે, લોકોને વિચારવાની ફરજ પડી છે કે રણ અને...
વિધાનસભામાં ફ્લોર ટેસ્ટનો (floor test) સામનો કરતા પહેલા તેમની કોંગ્રેસની આગેવાનીવાળી સરકાર પડી ભાંગ્યા બાદ પુડ્ડુચેરીના (Puducherry) મુખ્યમંત્રી વી નારાયણસામીએ (Chief Minister...
વ્યારા: સોનગઢ-ઓટા રોડ પર સિનોદ ગામ પાસે શ્રીનાથ ટ્રાવેલ્સની લક્ઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઈ ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કાળજું કંપાવી દેનારી ઘટનામાં ૨૫થી ૩૦ વર્ષની એક મહિલાનું ગળાના ભાગેથી માથું છૂટું પડી જતાં મોત નીપજ્યું હતું. જ્યારે એક નાની બાળકીનો પગ તૂટીને છૂટો પડી ગયો હતો. આ બનાવમાં ૩૦ જેટલા મુસાફર પૈકી ૧૫થી ૨૦ મુસાફર ઇજાગ્રસ્ત થયા હતા.
સિનોદ ગામના પાટિયા પાસે વળાંકમાં તા.૧૨/૧૧/૨૦૨૪ના રોજ મળસકે ત્રણ વાગ્યાના અરસામાં અરુણાચલ પાસિંગની લક્ઝરી બસ નં.(AR-01-R-1144)ના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતને પગલે અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. લક્ઝરી બસમાં બેસેલા વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં બીઇ કરતા વિદ્યાર્થી દેવ હિતેશ ભરવાડાએ પોલીસને વાકેફ કરી હતી. લક્ઝરી બસ સ્લિપર કોચ હતી, તેમાં બીજા પેસેન્જર પણ બેઠેલા હતા. બસ મહારાષ્ટ્રના જાલના ગામ પછી ઔરંગાબાદ ચાલીસગાંવ તથા ધુલિયાથી બીજા પેસેન્જર બેઠા હતા. આશરે ૩૦થી ૩૫ પેસેન્જર્સ લક્ઝરી બસમાં બે ડ્રાઇવર તથા એક કંડક્ટર સાથે સવાર હતા. ત્યાર બાદ રાત્રિના સાડા આઠેક વાગેના સમયે એક જયદેવ હોટલ ઉપર જમવા માટે લક્ઝરી બસ રોકાયેલી હતી. ત્યાંથી લક્ઝરી બસ અમદાવાદ જવા રવાના થઈ હતી. દરમિયાન લક્ઝરી બસમાં બેસેલા પેસેન્જર્સ સૂઇ ગયા હતા. દરમિયાન આ બનાવ બન્યો હતો. આ ઘટનામાં મોતને ભેટનારનું નામ રિયા સુશાંત કર્માકર (રહે.,અડાજણ, સુરત) હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવમાં અકસ્માત કરનાર બસચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે.
બૂમબરાડા પાડવા છતાં કોઈ મદદે ન આવ્યું
કેટલાક પેસેન્જર્સ બસમાં ફસાયા તો કેટલાક બસમાંથી બહાર ફેંકાઈ ગયા હતા. રાત્રિના સમયે ચિચિયારી, રડવાનો અવાજ તેમજ બૂમબરાડા પાડવા છતાં કોઈ મદદે આવ્યું નહોતું. આ દરમિયાન લક્ઝરી બસમાં બેસેલા પેસેન્જર્સમાંથી કોઇકનો મોબાઇલ ચાલુ હતો તેમણે પોલીસ ૧૦૦ નંબર પર અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘાયલ ૧૫થી ૨૦ મુસાફરને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પેસેન્જર્સ લક્ઝરી બસમાં ફસાઈ ગયા, જીવ બચાવવા બૂમાબૂમ કરવા લાગ્યા
બીઈનો વિદ્યાર્થી દેવ ભરવાડાએ આ કરુણ ઘટના અંગે પોલીસે કહ્યું હતું કે, હું બસની સીટ ઉપર જાગતો હતો. એ વખતે આશરે રાત્રે ત્રણેક વાગેના સમયે ઓટા ગામ રોડ પર આવેલા સિનોદ ગામના પાટિયા પાસે વળાંકમાં આવતાં આ લક્ઝરી બસના ડ્રાઇવરે વળાંકમાં સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ અચાનક પલટી ખાઈ જતાં મુસાફરો ફેંકાઈ ગયા હતા. મોટા ભાગના પેસેન્જર્સ લક્ઝરી બસમાં ફસાઈ ગયા હતા. તેઓ એકદમ બૂમાબૂમ કરવા લાગ્યા હતા. આથી તેઓ તેમની રીતે, ડ્રાઇવરના દરવાજા મારફતે તેમજ આગળનો કેબિનનો કાચ તૂટી ગયો હોય ત્યાંથી બહાર નીકળી ગયા હતા. એક મહિલાના ગળાના ભાગેથી માથું છૂટું પડીને દૂર પડ્યું હતું. તેની લાશ લક્ઝરી બસની પાછળનાં ભાગે પડી હતી. તેમજ એક નાની છોકરીનો પગ તૂટીને છૂટો પડી ગયેલી હાલતમાં પડ્યો હતો. જેને સારવાર માટે સુરત ખસેડાઈ હતી.
ડાંગ કલેક્ટરે ઈજગ્રસ્ત મુસાફરોની મુલાકાત લઈ જરૂરી વ્યવસ્થા કરાવી
સાપુતારા: આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત મુસાફરોને સુબીર સી.એચ.સી હોસ્પિટલ તથા આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ડાંગ જિલ્લાનાં કલેક્ટર મહેશભાઈ પટેલને આ ગોઝારા અકસ્માતની જાણ થતાંની સાથે જ તેઓ તુરંત જ ઇજાગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા. અને ખબરઅંતર પૂછી જરૂરી વ્યવસ્થાઓ કરી હતી. અકસ્માતમાં એક મહિલા જેનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક સારવાર માટે પ્રથમ ડાંગ જિલ્લાની સુબીર સી.એચ.સી. સેન્ટરમાં 18 ઇજાગ્રસ્તને ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આહવા સિવિલ હોસ્પિટલમાંથી ચાર ગંભીર ઇજાગ્રસ્તને સુરત અને એકને વલસાડ રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.