Latest News

More Posts

હિજાબ વિવાદ બાદ હેડલાઇન્સમાં આવેલી મુસ્લિમ મહિલા ડોક્ટર ડો. નુસરત પરવીન આજે નોકરી પર જોડાઈ નહીં. તે શનિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં પટણા સદર સ્થિત સબલપુર પીએચસીમાં જોડાવાની હતી પરંતુ તે પહોંચી નહીં. સિવિલ સર્જન અવિનાશ કુમાર સિંહે કહ્યું, “નુસરત જોડાઈ નથી. જો વિભાગે તારીખ લંબાવી છે, તો અમે તેનું પાલન કરીશું.”

નોંધનીય છે કે 75 ડોક્ટરોની પસંદગી કરવામાં આવી હતી જેમાંથી 63 અત્યાર સુધીમાં જોડાયા છે. 12 ડોક્ટરો હજુ સુધી જોડાયા નથી. દરમિયાન ઝારખંડ સરકારના મંત્રી ડો. ઈરફાન અંસારીએ નીતિશ કુમાર પર પ્રહાર કર્યા છે. ડો. નુસરત પરવીનને 3 લાખ રૂપિયા પ્રતિ માસ પગારની નોકરીની ઓફર કર્યા છે. સાથેજ તેમણે બિહારના મુખ્યમંત્રીની સારવાર કરવાની વાત કરી છે.

ઝારખંડના જામતારામાં મીડિયા સાથે વાત કરતા આરોગ્ય મંત્રીએ કહ્યું કે હું મુખ્યમંત્રી નીતિશ કુમારની માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓની સારવાર માટે બિહાર જવા માંગુ છું અને તે પણ સંપૂર્ણપણે મફત. જો તેમણે આ જાણી જોઈને કર્યું હોય તો તેમણે રાષ્ટ્ર સમક્ષ માફી માંગવી જોઈએ. જે થયું તે એક ઘૃણાસ્પદ ગુનો છે.

આ દરમિયાન ઝારખંડના મંત્રી ઇરફાન અંસારી વિવાદમાં ઉતર્યા છે. આરોગ્ય મંત્રી ડો. ઇરફાન અંસારીએ ડો. નુસરત પરવીનને ઝારખંડમાં સરકારી સેવામાં જોડાવાની ખુલ્લેઆમ ઓફર કરી છે. ઇરફાન અંસારીએ કહ્યું, “જો ડો. નુસરત પરવીન ઝારખંડમાં સેવા આપે છે તો તેમને ત્રણ લાખ રૂપિયા માસિક પગાર આપવામાં આવશે.”

તેમણે કહ્યું કે આ સાથે તેમને તેમની પસંદગીની પોસ્ટિંગ અને રહેવા માટે સરકારી ફ્લેટ આપવામાં આવશે. મંત્રીએ ભાર મૂક્યો કે ઝારખંડમાં ડોકટરો ખાસ કરીને મહિલાઓની ગરિમા સાથે ચેડા કરવામાં આવતા નથી. આરોગ્ય મંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં નુસરત પરવીનને આ ઓફર કરી. દરમિયાન યુપીના ભૂતપૂર્વ સીએમ માયાવતીએ X પર લખ્યું, “નીતીશ કુમારે પશ્ચાતાપ કરવો જોઈએ.”

To Top