National

દિલ્હીની હચમચાવી નાંખે તેવી ધટના: કારમાં સવાર 5 યુવકોએ યુવતીને 4 કિલોમીટર સુધી રસ્તા ઉપર ઘસેડી

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) નવા વર્ષના પ્રથમ દિવસે જ કાળજું કંપાવી નાંખે તેવી ધટના ધટી છે. નવા વર્ષની ઉજવણી બાદ પરત ફરી રહેલા 5 કાર (Car) ચાલકોએ 23 વર્ષની છોકરીને 4 કિલોમીટર સુધી રસ્તા (Road) ઉપર ધસાડી હતી જેના કારણે તેનું મોત (Death) થઈ ગઈ છે. આ અંગેની જાણકારી દિલ્હી પોલીસે (Police) આઉટર જિલ્લાના DCPને આપી છે. ધટનાની જાણ થતાં જ પોલીસ દોડતી થઈ હતી.

મળતી માહિતી મુજબ શનિવારના રોજ કે જયારે સમગ્ર દેશ નવા વર્ષની ઉજવણી કરી રહ્યું હતું તે દિવસની મધ્યરાત્રિ એટલે કે રવિવારની મધ્યરાત્રિના 3 વાગ્યે કંઝાવલા પાસે પોલીસને એક પીસીઆર કોલ આવ્યો હતો. જેમાં પોલીસને જાણકારી મળી કે એક છોકરી નિ:વસ્ત્ર હાલતમાં રસ્તાના એક કિનારે પડી છે. આ જાણકારી મળતાની સાથે પોલીસ ધટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસને તપાસ કરતા તે લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. પોલીસે ઘટના અંગેની તપાસ કરતા જાણકારી મળી આવી હતી કે 23 વર્ષની એક છોકરી જયારે પોતાની સ્કૂટીથી પોતાના ઘરે જઈ રહી હતી તે સમયે એક કારમાં સવાર 5 છોકરાઓની ગાડીનો અકસ્માત સ્કૂટી પર સવાર છોકરી સાથે થયો હતો. ત્યાર પછી તેઓએ તેણીને લગભગ 4 કિલોમીટર સુધી રસ્તા ઉપર ધસેડી હતી. આ સમયે તેણીના શરીર પરથી તમામ કપડા ફાટી હયા હતા તેમજ તેણીને ધણું વાગ્યુ હતુ જેના કારણે તેણીનું મોત થઈ ગયું હતું.

જાણકારી મુજબ પોલીસે તમામ પાંચ છોકરાઓની ધરપકડ કરી થે તેમજ તેઓની કાર પણ જપ્ત કરી છે. પોલીસનું કહેવું છે કે તેઓએ તમામ આરોપીઓનું મેડિકલ ચેકઅપ કરાવ્યું છે જેથી જાણી શકાય કે તેઓ નશામાં ધૂત હતા કે નહિ. આ ઉપરાંત પોલીસને ધટના સાથે સંકળાયેલ એક પણ સીસીટીવી મળી આવ્યા નથી.

Most Popular

To Top