Dakshin Gujarat

ભરૂચમાં કતલના ઈરાદે પીકઅપ ગાડીમાં લઇ જવાતા પશુ સાથે બે ઝડપાયા

ભરૂચ : ભરૂચ (Bharuch) બી-ડિવિઝન પોલીસ (Police) મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, બે ઈસમો બોલેરો પીકઅપ ગાડી (Bolero Pickup Car) નંબર-જીજે.16.એયુ. 1091માં કતલના ઈરાદે તવરા ગામે રખડતા આખલાને લઇ ભરૂચના ખાટકીવાડ ખાતે જવાના છે. જેવી બાતમીના આધારે ભરૂચ શહેર બી-ડિવિઝન પોલીસે ડુંગરી-શેરપુરા રોડ ઉપર આવેલ ખુર્શીદપાર્ક સામે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી એક પશુ મળી આવ્યું હતું. પોલીસે પશુને મુક્ત કરાવી વડદલા ગામની નવી વસાહતમાં રહેતો ધર્મેશ વજી આહીર અને અરવિંદ નાથુ આહિરને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે.

  • ભરૂચ બી-ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો
  • બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરી હતી
  • બે ઈસમો બોલેરો પીકઅપ ગાડી સાથે ઝડપી પાડ્યા હતા

સુરત એસઓજીએ ગાંજાના ધંધા સાથે સંકળાયેલા બે ને ઝડપી લીધા
પલસાણા : સુરત ગ્રામ્ય પોલીસે અગાઉ ગાંજાના ધંધા સાથે સંકળાયેલા બેને ઝડપી પાડ્યા હતાં. આ ઘટનાની મળતી માહિતી અનુસાર સુરત ગ્રામ્ય એસઓજીની ટીમે પવન હરદયારામ વર્મા (રહે. સૂર્યા રેસિડેન્સી, મૂળ ઉત્તર પ્રદેશ) કે જે ચાર વર્ષ અગાઉ ગાંજાની હેરાફેરી કરતાં ઝડપાયો હતો જ્યારે 2022માં ગાંજાના વેપલા સાથે ઝડપાયેલા ગોપાલ બના૨સી કેસરી( ઉ.વ ૪૫ ૨હે હરીધામ સોસાયટી નુરી મીડીયાની પાછળ કડોદરા મુળ રહે ઉત્તર પ્રદેશ) જામીન મુક્ત થયા પછી ફરી ગાંજાના વેપાર સાથે સંકળાયેલા હોવાની શક્યતાને આધારે પાસાની દરખાસ્ત કરી હતી જે મંજૂર થતાં એકને મધ્યસ્થ જેલ રાજકોટ તેમ જ એકને મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યા હતાં.

અંકલેશ્વરના પ્રોવિઝન સ્ટોરમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

અંકલેશ્વર : અંકલેશ્વરમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે કાપોદ્રા પાટિયા પાસે આવેલા માતેશ્વરી પ્રોવિઝન સ્ટોરમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કાપોદ્રા પાટિયા પાસે આવેલા માતેશ્વરી પ્રોવિઝન સ્ટોરમાં વિદેશી દારૂનું વેચાણ થઇ રહ્યું છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા, પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૬૦ નંગ બોટલ મળી કુલ ૯ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સિદ્ધેશ્વરી બંગ્લોઝમાં રહેતો વિનોદ માંગીલાલ ચાવલાને ઝડપી પાડ્યો હતો.

Most Popular

To Top