Dakshin Gujarat

અંકલેશ્વરના પ્રોવિઝન સ્ટોરમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

અંકલેશ્વર : અંકલેશ્વરમાં (Ankleshwa) વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો હતો.અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે કાપોદ્રા પાટિયા પાસે આવેલા માતેશ્વરી પ્રોવિઝન સ્ટોરમાંથી (Provision Store) વિદેશી દારૂના (Foreign liquor) જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ (Police) મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કાપોદ્રા પાટિયા પાસે આવેલા માતેશ્વરી પ્રોવિઝન સ્ટોરમાં વિદેશી દારૂનું વેચાણ થઇ રહ્યું છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા, પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૬૦ નંગ બોટલ મળી કુલ ૯ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સિદ્ધેશ્વરી બંગ્લોઝમાં રહેતો વિનોદ માંગીલાલ ચાવલાને ઝડપી પાડ્યો હતો.

સુરત સાઇબર ક્રાઇમએ જોળવા ગામેથી 58 હજારના દારૂ સાથે એકને ઝડપી પાડ્યો
પલસાણા : પલસાણારેન્જ આઈ જી ની સ્કોડ સાઇબર ક્રાઇમને દારૂના કેસ કરવાની મળેલ સુચનાને પગલે તેઓને બાતમી મળી હતી કે જોળવા ગામે એક બીલ્ડીંગના પાર્કીંગમાં દારૂ ભરેલ એક ફોરવીંલ ગાડી આવી રહી છે.જે આધારે પોલીસે વોચ ગોઠવી 58 હજા૨નો દારૂ ભરે ગાડી સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય બે ઇસમોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા.મળતી માહીતી અનુસાર સુરત સાઇબર ક્રાઇમની ટીમ ગતરોજ પલસાણા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે એક સ્વીફ્ટ ગાડી નંબર જીજે 01 આરજી 8383 માં કાળુ સીંગ રાજપુતે વિદેશી દારૂ મંગાવેલ છે. જે પલસાણા તાલુકાના જળવો ગામે સત્યમ રેસીડેન્સીના પાર્કીંગમાં આવના૨ છે. જેને લઇ પોલીસની ટીમ વોચ માં હતી.

પોલીસે ઝડપી પાડેલ ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી
ત્યારે ગાડી આવી તેમાંથી બે ઇસમો બહાર આવતાજ તેઓને પોલીસને જોતાજ ભાગી ગયા હતા.જેમાંથી એક ઇસમને પોલીસે જડપી પાડી તેની પુછપરછ કરતા પુષ્પન્દ્રસીંગ ઉર્ફે ફુલન વૈજનાથ ઠાકુર રહે હલધરૂ ગામ અયોધ્યા સોસાયટી ને પોલીસે જડપી પાડી ગાડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 560 જેની કીમત 58,800 તેમજ ગાડીની કીમત 3 લાખ તથા રોકડ તેમજ અન્ય વસ્તુઓ મળી કુલ 3,61,080 રૂપીયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. તથા દારૂ લઇ આવનાર અખીલેશકુમાર ઉર્ફે પીન્કેશ શુક્લા રહે પ્રીયંકા ગ્રીનસીટી સોસાયટી કડોદરા તથા દારૂ મંગાવનાર કાલુસીંગ દીલીપસીંગ રાજપુત રહે જોળવા સત્યમ રેસીડેન્સી જોઓને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથધરી હતી.

Most Popular

To Top