Gujarat

અખિલ ભારતીય કોળી સમાજ પ્રમુખ કુંવરજી બાવળિયાને સસ્પેન્ડ કરાતાં સમાજમાં બે જૂથ સામ-સામે

ગાંધીનગર: અખિલ ભારતીય કોળી સમાજના (Akhil Bhartiy Koli Samaj) પ્રમુખ કુંવરજી બાવળિયાને (Kunwarji Bawaliya) સમાજમાંથી સસ્પેન્ડ (Suspended) કરતા વિવાદ વધી ગયો હતો. રવિવારે અખિલ ભારતીય કોળી સમાજના સંમેલનમાં શક્તિ પ્રદર્શન પહેલા જ મોટો ઘસ્ફોટ થયો હતો કે સમાજના અધ્યક્ષ અજીત પટેલે કુંવરજી બાવળિયાને સમાજમાંથી સસ્પેન્ડ કર્યા છે. કુંવરજી બાવળિયાને કોળી સમાજના પ્રમુખ પદેથી સસ્પેન્ડ કરતા બે જૂૂથ સામે સામે આવી ગયા છે. જો કે કોળી સમાજમાં છેલ્લા કેટલાક સમયથી વિવાદો થયા કરે છે.

રવિવારે અખિલ ભારતીય કોળી સમાજનું સંમેલનમાં શક્તિ પ્રદર્શન હતું. જો કે તે શક્તિ પ્રદર્શન થાય તે પહેલા જ સમાજમાં બે જૂથો સામ સામે આવી ગયા હતા. કોળી સમાજમાં આ વિવાદ સમાજના પ્રમુખ માટે થઈ રહ્યો છે. જો કે આ વિવાદ છેલ્લા કેટલાક સમયથી સમાજમાં ચાલી રહ્યો છે. કોળી સમાજમાં પ્રમુખ પદે પહેલા કુંવરજી બાવળિયા હતા જેમને અજીત પેટેલ દ્વારા હાલમાં પ્રમુખ પદેથી દૂર કરી દેવામાં આવ્યા છે. જો કે ત્યાર બાદ સમાજના અગ્રણી ચંદ્રવદન પીઠવાલાએ અજીત પટેલની આ વાતને પાયાવિહોણા ગણાવી ફગાવી દીધી હતી.

અખિલ ભારતીય સમાજના અધ્યક્ષ અને સમાજના પ્રમુખ કુંવરજી બાનળિયા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે. અધિયક્ષ અજીત પટેલે જણાવ્યું હતું કુંવરજીભાઈએ સમાજ વિરોધી કામ કર્યુ છે. તેઓ સમાજના બે ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કુંવરજીભાઈ મારી સામે ઈલેક્શનમાં ઉભા રહ્યા હતા અને તેઓ હારી ગયા હતા છતાં પણ તેમણે પ્રમુખ પદે રહીને વિવિધ હોદ્દાઓની નિમણૂક કરી હતી. તેમણે કહ્યું કે 24 માર્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ જ્યારે ગુજરાતમાં ગાંધીનગર ખાતે આવ્યા હતા ત્યારે મને અને કુંવરજીભાઈને પણ સમાજમાં ચાલતા વિવાદને લઈને અને મતભેદને લઈને મળવા બોલાવ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદે કહ્યું હતું કે સંમેલનમાં સામેલ થશો., પરંતુ કુંવરજીભાઈ દ્વારા રાષ્ટ્રપતિના આગ્રહ બાદ પણ સંમેલનમાં હાજરી આપી ન હતી. તેમજ બાવળિયા સમાજ દ્વારા સંમેલનનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.

વધુમાં તેમણે કહ્યું કે હું કુંવરજીભાઈ સામે લડ્યો અને બહુમતીથી જીતી પણ ગયો. પ્રમુખ પદ માટે જે નિર્ણય લેવામાં આવ્યો છે તે ઠરાવ પાસ કરીને કરવામાં આવ્યો છે અને આખરી મંજૂરી મારા તરફથી આપવામાં આવી હતી. આ નિર્ણય મારો વ્યક્તિગત નથી. જો કે કોળી સમાજના અગ્રણી ચંદ્રવદન પીઠવાળાએ કુંવરજી બાવળિયાને ખોટી રીતે સસ્પેન્ડ કર્યા હોવાની વાત કરી હતી. કુંવરજી બાવળિયાના સસ્પેન્શન બાદ અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ પ્રમુખનું મોટું નિવેદન સામે આવ્યુ હતું. ચંદ્રવદન પીઠવાલાએ કહ્યું કે, રાષ્ટ્રીય પ્રમુખ પદનો મામલો હાલ કોર્ટમાં છે. બેઠકમાં અજીતભાઈ કરેલા દાવા પાયાવિહોણા છે.

Most Popular

To Top