Sports

સ્પીનરોએ KKRને RCB સામે જીતાડ્યું

કોલકાતા : આઇપીએલમાં (IPL 2023) આજે અહીં ચાર વર્ષે પોતાના હોમ ગ્રાઉન્ડ પર પહેલી મેચ રમવા ઉતરેલી કોલકાતા નાઇટ રાઇડર્સે (KKR) ખરાબ શરૂઆત છતાં શાર્દુલ ઠાકુર અને રિન્કુ સિંહ વચ્ચેની છઠ્ઠી વિકેટની શતકીય ભાગીદારીની મદદથી 7 વિકેટે 204 રન બનાવીને મૂકેલા 205 રનના લક્ષ્યાંક સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની (RCB) ટીમ કેકેઆરના સ્પીનર વરુણ ચક્રવર્તી, સુયશ શર્મા અને સુનિલ નારાયણ સામે ઘૂંટણીયે પડી જતાં તેમનો 123 રનમાં વિંટો વળતા કેકેઆરે 81 રને જીત મેળવી હતી.

  • 89 રનમાં 5 વિકેટ ગુમાવનાર કેકેઆરને શાર્દુલ ઠાકુર અને રિન્કુ સિંહે શતકીય ભાગીદારી કરી 7 વિકેટે 204 રન સુધી પહોંચાડ્યું
  • વરૂણ ચક્રવર્તીએ 4, સુયશ શર્માએ 3 જ્યારે સુનિલ નારાયણે 2 વિકેટ ખેરવીને આરસીબીનો 123 રનમાં વિંટો વાળી દીધો

લક્ષ્યાંક આંબવા મેદાને પડેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે શરૂઆત ખરાબ રહી હતી અને કોલકાતા નાઇટ રાઇડર્સના સ્પીનર સુનિલ નરાયણ અને વરૂણ ચક્રવર્તીએ ટોપ ઓર્ડરની પાંચ વિકેટ 61 રનમાં ખેરવીને આરસીબીને બેકફૂટ પર ધકેલી દીધું હતું અને 17.4 ઓવરમાં આરસીબી 123 રને ઓલઆઉટ થતાં કેકેઆરે 81 રને જીત મેળવી હતી. વરૂણે 4, સુયશે 3 અને નારાયણે 2 તેમજ શાર્દુલે 1 વિકેટ ઉપાડી હતી.

કેકેઆરને રહેમાનુલ્લા ગુરબાઝે જોરદાર બેટીંગ કરીને શરૂઆત તો સારી અપાવી હતી અને તેણે 44 બોલમાં 57 રનની ઇનિંગ રમી હતી પણ સો છેડેથી તેના પાર્ટનર બદલાતા રહ્યા હતા અને તે પોતે 89 રનના સ્કોર ચોથી વિકેટ તરીકે આઉટ થયો હતો. તે પછીના બીજા જ બોલે આન્દ્રે રસેલ પણ શૂન્ય રને આઉટ થતાં કેકેઆર કપરી સ્થિતિમાં મુકાયું હતું. જો કે તે પછી રિન્કુ અને શાર્દુલે મળીને બાજી સુધારી હતી. બંનેએ મળીને છઠ્ઠી વિકેટની ભાગીદારીમાં 103 રન ઉમેરીને ટીમને મજબૂત સ્કોર ભણી આગળ વધાર્યું હતું. આરસીબી વતી ડેવિડ વિલી અને કર્ણ શર્માએ 2-2 જ્યારે મહંમદ સિરાજ માઇકલ બ્રેસવેલ અને હર્ષલ પટેલે 1-1 વિકેટ ખેરવી હતી.

Most Popular

To Top