India

ISROએ GSLV રોકેટથી EOS-05 સેટેલાઇટનું સફળ લોન્ચિંગ કર્યું,આકાશમાં ભારતની નવી ‘આંખ’

આ ઉપગ્રહ રિયલ ટાઇમ ઇમેજિંગ પુરુ પાડશેઃ ખેતી, આપત્તિ વ્યવસ્થાપન સહિતના ક્ષેત્રોમાં ઉપયોગી સાબિત થશે

GSLV વાહન દ્વારા સૌવથી ભારે(2,300 કિલોગ્રામથી વધુ વજન) સેટેલાઇટ ભ્રમણકક્ષામાં સ્થાપિત : શ્રીહરિકોટા જીએસએલવી રોકેટનો ઉપયોગ કરીને 2,300 કિલોગ્રામથી વધુ વજન ધરાવતા સેટેલાઈટને ચોક્કસ ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવાની સાથે જ, ભારતીય અવકાશ સંસ્થા ISROએ જિયો-ઓર્બિટમાં દેશના સક્ષમ ઈમેજિંગ સેટેલાઈટના સફળ લોન્ચિંગ સાથે ફરી એકવાર ઇતિહાસના પાનાઓમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

મિશન સાથે જોડાયેલા એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે આ સેટેલાઈટને આકાશમાંની આંખ (આઈ ઈન ધ સ્કાય) તરીકે વર્ણવ્યો હતો. આ સેટેલાઈટ વાસ્તવિક સમયનું ઈમેજિંગ પૂરું પાડવા અને ખેતી તેમજ આપત્તિ વ્યવસ્થાપન સહિતના ક્ષેત્રોમાં દેશને મદદ કરવા માટે સક્ષમ છે. શુક્રવારનું આ લોન્ચિંગ વર્ષ 2026 માટે સ્પેસ એજન્સીની પ્રથમ સફળતા દર્શાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત અન્ય અગ્રણીઓએ EOS-05 અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટના સફળ લોન્ચિંગને બિરદાવ્યું હતું. સ્પેસપોર્ટ પરથી ઉડાન ભર્યાની લગભગ 18 મિનિટ પછી સેટેલાઈટ ને સબ-જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ,ઓર્બિટમાં સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યો હતો, તેમ ઇસરો એ જાહેરાત કરી હતી.

સ્પેસ એજન્સીએ તે અટકળોને ફગાવી
દીધી હતી કે EOS-05 એ એક જાસૂસી ઉપગ્રહ(સ્પાય સેટેલાઈટ) છે. જ્યારે ઘણા અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ લો અર્થ ઓર્બિટ (LEO) માંથી કાર્ય કરે છે, ત્યારે EOS-05, સેટેલાઈટ પૃથ્વીથી લગભગ 36,000 કિમીની ઊંચાઈએ સ્થિત જીઓસિંક્રોનસ ઓર્બિટમાં રહેશે. આ ઊંચાઈ પર સેટેલાઈટ પૃથ્વીની પરિભ્રમણ ઝડપ સાથે મેળ ખાશે.2,300 કિલોગ્રામથી વધુ વજન ધરાવતો,આ સેટેલાઈટ જીએસએલવી દ્વારા લઈ જવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી ભારે સેટેલાઈટ છે અને તે તેના નિર્ધારિત માર્ગ પર સંપૂર્ણ રીતે આગળ વધી રહ્યો હતો.

અગાઉની કેટલીક નિષ્ફળતા
મિશનની સફળતા ચોક્કસપણે એક મનોબળ વધારનારી સાબિત થઈ છે. ઇસરો વડા વી.નારાયણને ખુશી વ્યક્ત કરતા કહ્યું, “મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે GSLV F- 17 વાહને અત્યાધુનિક EOS-05 જીઓ ઈમેજિંગ સેટેલાઈટને નિર્ધારિત અને જરૂરી ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક અને ચોક્કસ રીતે પહોંચાડ્યો છે.” તેમણે ઉમેર્યું કે એકવાર EOS-05 ભ્રમણકક્ષામાં સક્રિય થઈ જશે,તે જિયો- ઓર્બિટમાંથી દેશ માટે “વ્યૂહાત્મક, ડેટા” આપનારો ભારતનો પ્રથમ સમર્પિત ઈમેજિંગ સેટેલાઈટ બની જશે.

Most Popular

To Top