Vadodara

12 દુકાનોની ગેરરિતી પકડાઈ : મહિના પછી પણ પુરવઠા વિભાગ અંધારામાં ફાફા મારી રહી છે

વડોદરા: વડોદરા શહેરમાં રેશનિંગ દુકાનના કેટલાક સંચાલકો ગરીબોના હિસ્સાના અનાજમાં ગોલમાલ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં ગરીબો માટેનું સરકારી અનાજ બરોબર કરવાના કાળા કરતૂતનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. આ બાબતની તપાસ માટે 20 દિવસ પહેલા ખુદ પુરવઠા વિભાગ ગાંધીનગર દ્વારા આદેશ કરવામાં આવ્યા હતા. જેમને વડોદરાની 12 જેટલી દુકાનોમાં ગેરરીતિની તપાસ કરવાની હતી. એ તપાસનું શું થયું તે ભગવાન જાણે પરંતુ લાગે છે કે, તપાસ દરમિયાન પુરવઠા વિભાગના અધિકારીઓ હજુ અંધરામાં ફાંફા મારી રહ્યા છે. કેમ કે, ગેરરીતિ આચરનાર એક પણ દુકાનદાર વિરુદ્ધ તંત્રએ કાર્યવાહી કરી નથી. મિલિભગત હોવાનું કહેવાય છે.

સસ્તા અનાજની દુકાનમાં એક જ વ્યક્તિના નામે 2-2 રાશનકાર્ડ બન્યા બન્યા હોવાનું જાણવા મળ્યું છે. ગરીબોને આપવામાં આવતા અનાજમાં ગેરરીતિ થતી હોવાનું સામે આવ્યું હતું. દુકાનમાં ગ્રાહકો પાસેથી રૂપિયા લેવામાં આવતા હતા. મફતમાં અનાજની જાહેરાત કર્યા બાદ પણ ગ્રાહક પાસેથી રૂપિયા લેવાતા હતા. સાથે જ દુકાનમાં એક જ વ્યક્તિના નામે 2-2 રાશનકાર્ડ બન્યા હતા. જયારે આધાર કાર્ડ ને રેશનકાર્ડ સાથે જોડવાથી આ ગેરરીતિ સામે આવી હતી.12 દુકાનો મા ગેરરીતિ નો અહેવાલ 3 દિવસ મા સોંપી દેવા રાજ્ય સરકારે આદેશ કર્યો હતો પરંતુ એક મહિના બાદ હજુ સુધી અહેવાલ ન સોંપતા અનેક સવાલો ઉભા થયા છે.

સસ્તા ભાવની રેશનિંગ ની દુકાનો મા પુરવઠા વિભાગ ના સરકારી બાબુ ઓ ની મીલીભગત મા કરોડો રૂપિયા ની ગેરરીતિ થઇ હોવાથી તપાસ મા ઢીલાશ રાખવામાં આવી હોવાનું કહેવાય છે. કેટલાક અધિકારી સેટીંગ માટે ગાંધીનગર આટાફેરા મારે છે તેવું પણ જાણવા મળ્યું છે. આ આખા કૌભાંડ મા ભીનું સંકેલવા નો પ્રયાસ થતો હોવાનું પણ કહેવાય છે. પ્રાપ્ત વિગતોનુસાર સોમવારે વડોદરા ના પુરવઠા અધિકારી સહિત અન્ય જિલ્લાના અધિકારીઓ ને ગાંધીનગર નું તેડું આવ્યું છે. અને સરકાર ની કડક સૂચના બાદ પણ ગેરરીતિ કરનાર,દુકાનદારો, અધિકારીઓ સામે એક મહિના બાદ પણ કોઈ પગલા ભરવામા આવ્યા નથી. અને વડોદરા પુરવઠા વિભાગ આ દુકાદારો સામે પોલીસ ફરિયાદ કરવાનું ટાળી રહીયાઁ છે.

Most Popular

To Top