Vadodara

સંસ્કારી નગરી વડોદરાના રાજમાર્ગો પર દોડશે 200 ઇ-બસ : મેયર કેયુર રોકડીયાની મોટી જાહેરાત

વડોદરા: વડોદરા શહેરમા આવનારા દિવસોમા નવી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ઉભી થશે. આ અંગે માહિતી આપતા મેયર કેયુર રોકડીયાએ જણાવ્યું હતું કે ૨૦૦ ઈલેક્ટ્રીક બસો સાથે વ્યવસ્થા ચલાવશે VMC પાલિકા એ ૧૦ લાખ નું એવાન્સ પેમેન્ટ ભારત સરકારને ચૂકવ્યું છે. ગુજરાત સરકાર આ બસ વ્યવસ્થા ચલાવવા સબસિડી આપશે પાલિકા પૈસા વસુલી ઓપરેટરને નાણાં ચૂકવાશે. ટૂંક સમયમાં આ વ્યવસ્થા શરૂ થાય તે માટે તંત્ર પ્રયત્નશીલ. 4 નવા ડેપો અને ચાર્જીગ સ્ટેશન ઉભા કરાશે.વધુ મા કેયુર રોકડીયા એ જણાવ્યું હતું કે વડોદરા શહેર માટે નવીન પ્રકારની સીટી બસની ભવિષ્યમાં શરૂ કરવા જઈ રહ્યા છે.

તેની જાહેરાત કરવામાં આવી છે વડોદરા શહેરમાં આગામી દિવસોમાં 200 ઇલેક્ટ્રિકલ ચાલે 200 એ બસ એસી અને નોન એસી બસ ચલાવવામાં આવશે આમાંથી 120 થી 140 બસ ચલાવવામાં આવે છે એની જગ્યા પર વધારો થાય અને એરિયા પણ બધા કવર કરી શકે જે બહારથી ગામડાથી સમાવિષ્ટ વિસ્તારો છે એને પણ સમાવી શકાય એની માટે 200 200 ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં પણ ખાસ આગામી દિવસની અંદર એનું સેન્ટ્રલ લેવલથી નીતિ આયોગ અને મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એના દ્વારા ટેન્ડર બહાર પડશે આ ટેન્ડરમાં બસો ફાળવવામાં આવશે ડ્રાઇવર બસની ચાર્જિંગ ફેસિલિટી ઊભી કરવાની બસનો રખ રખાવ આ તમામ કામ કંપનીએ કરવાનો રહેશે.

વડોદરા મહાનગરપાલિકાએ સીધા જ કિલોમીટર દીઠ રૂપિયા ચૂકવવાના અને ઈલેક્ટ્રીક બસ હોવાથી ગુજરાત સરકાર દ્વારા વડોદરા મહાનગરપાલિકાને પણ ₹25 km સબસીડી મળવા જઈ રહી છે ખૂબ સારું આયોજન વડોદરા ના નગરજનોને સારી બસની સુવિધા મળે જીપીએસની સાથેની સુવિધા મળે લોકો નો સમય પેટ્રોલનો બચાવ થાય લોકોના ડોર સ્ટેપ સુધી આ બસની સર્વિસ પહોંચે એના માટે રૂટની પણ વ્યવસ્થાઓ વધશે ફ્રિકવન્સી ની વ્યવસ્થા પણ વધશે અને ઇલેક્ટ્રિક બસ કાર્બન એમીનેશન શહેરની અંદર ઓછું થાય અને પ્રદૂષણ મુક્ત વાતાવરણ મળે એના માટે પણ ઈલેક્ટ્રીક બસનો પ્રયોગ આગામી દિવસમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવનાર વડોદરા શહેરના નાગરિકોને સારી બસ સુવિધા મળે એ દિશા ની અંદર આ મોટું પગલું છે તેમ કેયુર રોકડીયાએ જણાવ્યું હતું.
સામાન્ય સભામાં ગેરકાયદેસર દબાણ અંગે અલ્પેશ લિંબચીયાએ કહ્યું કે, મેયરશ્રી તમે જે ગેરકાયદેસર દબાણો દુર કરાવો છો તે ફરી પુન:સ્થાપીત થઈ જાય છે જે આપણી ગરીમા ઝળવાતી નથી.

Most Popular

To Top