World

ઈરાને ઈરાક પર કર્યો બોમ્બમારો: 15 લોકો માર્યા ગયા, 30 થી વધુ ઘાયલ

ઈરાને બુધવારે ઉત્તર ઈરાકમાં (Iraq) ઈરાન (Iran) વિરોધી કુર્દિશ જૂથના ઠિકાનાઓ પર તાજા ડ્રોન (Drone) હુમલા શરૂ કર્યા હતા. આ હુમલા એવા સમયે કરવામાં આવ્યા છે જ્યારે ઈરાનમાં વિરોધ પ્રદર્શન (Protest) થઈ રહ્યા છે. કુર્દિશ અધિકારીઓએ આ માહિતી આપી હતી. ડેમોક્રેટિક પાર્ટી (Democratic Party) ઓફ ઈરાની કુર્દીસ્તાન (KDPI)ના સભ્ય સોરાન નૂરીએ જણાવ્યું હતું કે બુધવારે વહેલી સવારે ઈરાન દ્વારા કરાયેલા હુમલાઓ (attack) કોયામાં કેન્દ્રિત હતા જે ઈર્બિલથી 60 કિમી પૂર્વમાં છે. KDPI ઈરાનમાં ડાબેરી વિરોધી સશસ્ત્ર જૂથ છે.

  • ઈરાને ઈરાક પર કર્યો બોમ્બમારો
  • શિબિરો, ઘરો, ઓફિસો અને અન્ય વિસ્તારોને નિશાન બનાવ્યા
  • સુરક્ષા કર્મચારીઓએ તેમના પર ગોળીબાર કર્યો
  • તોપો અને ડ્રોન વડે કુર્દિશ લક્ષ્યો પર હુમલો કર્યો
  • કુર્દિશ લક્ષ્યો પર બોમ્બમારો
  • હુમલાઓ કોયામાં કેન્દ્રિત હતા જે ઈર્બિલથી 60 કિમી પૂર્વમાં છે

ઈરાનની સરકારી સમાચાર એજન્સી અને અન્ય બ્રોડકાસ્ટર્સે જણાવ્યું હતું કે દેશના રિવોલ્યુશનરી ગાર્ડે મિસાઈલ અને ડ્રોન વડે ઉત્તરી ઈરાકમાં અલગતાવાદી જૂથની કેટલીક જગ્યાઓને નિશાન બનાવી હતી. કુર્દિશ ટેલિવિઝન નેટવર્ક રુદાવે સ્થાનિક ડોક્ટરને ટાંકીને જણાવ્યું હતું કે ઈરાની હુમલામાં સાત લોકો માર્યા ગયા હતા અને 50 અન્ય ઘાયલ થયા હતા. નૂરીએ કહ્યું કે ઈરાની ડ્રોને કોયાની આસપાસના સૈન્ય છાવણીઓ, ઘરો, ઓફિસો અને અન્ય વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. તેમણે કહ્યું કે ઈરાન દ્વારા હુમલા હજુ પણ ચાલુ છે. મીડિયા રિપોર્ટ અનુસાર હુમલા બાદ કોયાની આસપાસ એમ્બ્યુલન્સની અવરજવર જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે ઈરાનના અર્ધલશ્કરી દળ રિવોલ્યુશનરી ગાર્ડે શનિવાર અને સોમવારે તોપો અને ડ્રોન વડે કુર્દિશ લક્ષ્યાંકો પર હુમલો કર્યો હતો.

ઈરાનમાં દેખાવો ચાલુ છે
પોલીસે સોમવારે પ્રદર્શનોને રોકવા માટે કુર્દિશ વસ્તીવાળા વિસ્તારોમાંથી 250 થી વધુ લોકોની ધરપકડ કરી હતી. સુરક્ષા દળો પ્રદર્શનકારીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવી રહ્યા છે. તેમના ઘરો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ ઓપરેશનમાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ પણ સામેલ છે. એક કુર્દિશ કાર્યકર્તાએ કહ્યું કે સુરક્ષા દળો કુર્દ માટે કામ કરતા લોકોને નિશાન બનાવી રહ્યા છે. આમ છતાં જ્યાં સુધી માહસાને ન્યાય નહીં મળે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે.

સર્વોચ્ચ ધાર્મિક નેતા સામે વિરોધ
પ્રદર્શનકારીઓ દેશના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતુલ્લા અલી ખામનેઈ વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. જેના કારણે પોલીસે તેમના પર ગોળીબાર કર્યો હતો. આ દેશમાં ચૂંટણીઓ થાય છે અને લોકશાહી પ્રણાલી પણ છે પરંતુ તેમ છતાં તમામ મહત્વના નિર્ણયો ખામનેઈ દ્વારા લેવામાં આવે છે. અહીંની સરકાર માટે આશ્ચર્યજનક બાબત એ છે કે આ પ્રદર્શનોમાં મહિલાઓની સાથે પુરુષો પણ ભાગ લઈ રહ્યા છે. કુર્દિશ વસ્તીવાળા વિસ્તારોમાં સુરક્ષા દળોની લોકો સાથે અથડામણ થઈ હોવાના અહેવાલો છે. મૃતક માહસાના નગરમાં પોલીસે પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો હતો. તેમના અંતિમ સંસ્કાર બાદ પ્રદર્શનકારીઓ ગવર્નર હાઉસની બહાર એકઠા થયા હતા. જ્યાં સુરક્ષાકર્મીઓએ તેના પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

Most Popular

To Top