National

અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું, ‘મસ્જિદમાં લાઉડસ્પીકર લગાવવું એ મૂળભૂત અધિકાર નથી’

અલ્હાબાદ: દેશમાં છેલ્લા કેટલા સમયથી ચાલી રહેલા ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકરના (Loud Speakers) હટાવવાના વિવાદ (Vivad) ચાલી રહ્યો છે. યુપી, મહારાષ્ટ્ર સહિત કેટલા રાજ્યોમાં લાઉડસ્પીકર વિવાદ વધતો જ રહ્યો છે. આ દરમિયાન અલ્હાબાદ (Allahabad) હાઈકોર્ટે (High Court) મસ્જિદો (Mosques) અને અન્ય ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર હટાવવાના યોગી સરકારના નિર્ણયને પણ મંજૂરી આપી દીધી છે. મસ્જિદમાં લાઉડસ્પીકર લગાવવાની પરવાનગી માંગતી અરજીને ફગાવી દેતા કોર્ટે કહ્યું કે મસ્જિદમાં લાઉડસ્પીકર લગાવવો એ કોઈનો મૂળભૂત અધિકાર નથી. આવું કહીને હાઈકોર્ટે શુક્રવારે બદાઈનની નૂરી મસ્જિદમાં લાઉડસ્પીકર લગાવવાની પરવાનગી માંગતી અરજીને ફગાવી દીધી હતી.

અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું છે કે મસ્જિદ પર લાઉડ સ્પીકર લગાવીને અઝાન આપવી એ કોઈનો મૂળભૂત અધિકાર નથી. આ અંગે બદાઉના એસડીએમએ પણ મસ્જિદમાં લાઉડસ્પીકર લગાવવાની મંજૂરી ન આપવાનું યોગ્ય કારણ આપ્યું હતું. ઇરફાનની અરજી પર બુધવારે જસ્ટિસ વીકે બિરલા અને જસ્ટિસ વિકાસની ડિવિઝન બેંચે આ આદેશ આપ્યો છે.

કોર્ટે કહ્યું કે મસ્જિદમાં લાઉડસ્પીકર લગાવવા એ મૂળભૂત અધિકાર નથી. આ કાયદામાં એવી દલીલ કરવામાં આવી છે કે મસ્જિદોમાં લાઉડસ્પીકરનો ઉપયોગ કરવો એ બંધારણીય અધિકાર નથી. જસ્ટિસ વિવેક કુમાર બિરલા અને જસ્ટિસ વિકાસની ડિવિઝન બેન્ચે બુધવારે આ આદેશ આપ્યો હતો. આ અરજી ઈરફાન નામના વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવી હતી. અરજીમાં 3 ડિસેમ્બર 2021ના રોજ બદાઉન જિલ્લાના બિસૌલી એસડીએમ દ્વારા આપવામાં આવેલા આદેશને પડકારવામાં આવ્યો હતો. એસડીએમએ ધોરનપુર ગામની નૂરી મસ્જિદમાં અઝાન માટે લાઉડસ્પીકર લગાવવાની પરવાનગી નકારી દીધી હતી. અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે SDMનો આદેશ સંપૂર્ણપણે ગેરકાયદે છે. આ આદેશ મૂળભૂત અને કાનૂની અધિકારોનું ઉલ્લંઘન કરે છે.

શું છે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા?
સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાઉડસ્પીકરનો ઉપયોગ ન કરવો જોઈએ. જો કે, તે ઓડિટોરિયમ, કોન્ફરન્સ હોલ, કોમ્યુનિટી અને બેન્ક્વેટ હોલ જેવા બંધ સ્થળોએ ઉપયોગ કરી શકાય છે. લાઉડસ્પીકરના ઉપયોગ અંગે બંધારણમાં ધ્વનિ પ્રદૂષણ (નિયમન અને નિયંત્રણ) નિયમો, 2000 માં જોગવાઈ છે.

આ નિયમોનું ઉલ્લંઘન કેદ અને દંડ બંનેની સજાને પાત્ર છે. પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ, 1986માં આ માટેની જોગવાઈ છે. આ અંતર્ગત આ નિયમોનું ઉલ્લંઘન કરવા પર 5 વર્ષની જેલ અને 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

રાજ્ય સરકારો કન્સેશન આપી શકે છે જો રાજ્ય સરકાર ઇચ્છે તો અમુક પ્રસંગોએ છૂટ આપી શકે છે. રાજ્ય સરકાર કોઈપણ સંસ્થા કે ધાર્મિક કાર્યક્રમ માટે લાઉડ સ્પીકર કે અન્ય વાદ્યો વગાડવાની પરવાનગી રાત્રે 10 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી વધારી શકે છે. જો કે, આવી પરવાનગી વર્ષમાં 15 દિવસ માટે જ આપી શકાય છે. જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં 54 હજારથી વધુ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવી દેવામાં આવ્યા છે અને 60 હજાર લાઉડસ્પીકરનો અવાજ ઓછો કરવામાં આવ્યો છે.

Most Popular

To Top