Sports

કેપ્ટન રોહિત શર્માએ કહ્યું- T20માંથી હાલ સંન્યાસ લેવાનો કોઈ ઇરાદો નથી: IPL પછી જોયું જશે

નવી દિલ્હી : ભારત (India) અને શ્રીલંકા (Shrilanka) વચ્ચેની વનડે સીરીઝ પહેલા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રોહિત શર્માએ (Rohit Shrma) કહ્યું છે કે ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિ (Retirement) લેવાનો તેનો કોઈ ઈરાદો નથી. આ સાથે તેણે ભારતીય ટીમમાંથી બહાર રહેલા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ઈજાને લઈને પણ મોટું અપડેટ આપ્યું છે. રોહિતે કહ્યું કે કોઈ પણ ખેલાડી માટે એ સંભવ નથી કે તે ક્રિકેટ રમતા રહે પણ તેને સતત પર્ફોમન્સ આપવું તો પડેજ છે. હાલ ત્રણેય ફોર્મેટ રમી રહેલા ખેલાડીઓને પૂરતો આરામ આપવો પડશે. હું પણ તેમાંનો જ એક ખેલાડી છું. અમારે ન્યુઝીલેન્ડ સામે ત્રણ ટી20 મેચ રમવાની છે. આઈપીએલ પછી શું થાય છે તે જોયું જશે. પણ મેં હજી સુધી આ ફોર્મેટ છોડવાનું નક્કી કર્યું નથી.

પસંદગીકારો યુવા ખેલાડીઓને તક આપવા માંગે છે
પ્રાપ્ત અહેવાલો અનુસાર BCCI ભારતની T20 ટીમમાં યુવા ખેલાડીઓને તક આપવા માંગે છે અને આ ફોર્મેટની કેપ્ટનશીપ હાર્દિક પંડ્યાને આપવા માંગે છે. T20 વર્લ્ડ કપ બાદ ભારતે બે T20 સિરીઝ રમી હતી અને બંને સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો હતો. હાર્દિક પંડ્યાએ બંને શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી હતી. આ પછી એવું માનવામાં આવે છે કે કેપ્ટન રોહિત શર્મા સિવાય પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને પૂર્વ વાઈસ કેપ્ટન લોકેશ રાહુલને પણ ભારતની T20 ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ પસંદગીકારો યુવા ખેલાડીઓને તક આપવા માંગે છે.

T20 વર્લ્ડ કપ 2024માં વેસ્ટ ઈન્ડિઝમાં યોજાવાનો છે
હવે પછીનો T20 વર્લ્ડ કપ 2024માં વેસ્ટ ઈન્ડિઝમાં યોજાવાનો છે. લઇને ટિમના ચયનકર્તાઓ અત્યારથી જ કખેલાડીઓની પસંદગીને લઇને તેમના માનતાવ્યો આપી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે આ ટૂર્નામેન્ટ માટે BCCI હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં એક ટીમ તૈયાર કરવા માંગે છે અને તેની શરૂઆત ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી T20 શ્રેણીથી થઈ છે.

સિનિયર ખેલાડીઓ આ સિરીઝમાં એક્શનમાં જોવા મળશે
આગામી વન-ડે સિરીઝનો મુકાબલો ભારત અને શ્રીલંકા વચ્ચે 10 જાન્યુઆરીથી શરુ થશે. જેમાં કુલ ત્રણ વનડે મેચોની સિરીઝ શરૂ થઈ રહી છે. આ સિરીઝમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને લોકેશ રાહુલ સિવાય જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી પણ ભારતીય ટીમમાં પુનઃ આગમન કરવાના હતા પરંતુ જસપ્રિત બુમરાહ ઈજાના કારણે ભારતીય ટીમમાંથી બહાર થઈ ગયો છે. જોકે બાકીના સિનિયર ખેલાડીઓ આ સિરીઝમાં એક્શનમાં જોવા મળશે.

Most Popular

To Top