National

બંને દેશોના સંબંધોમાં ખટાશ વચ્ચે પણ પાકિસ્તાની સૈન્ય ભારતમાં આ ટ્રેનિંગ લેવા આવશે

ઈસ્લામાબાદ: (Islamabaad) ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં ખટાશ હોવા છતાં પાકિસ્તાનની સેના પ્રેક્ટિસ કરવા ભારત આવશે. પાકિસ્તાન આર્મી ભારતીય સેના સાથે ટ્રેનિંગ કરશે. ખાસ વાત એ છે કે આતંકવાદ વિરોધી અભ્યાસમાં (Anti-Terrorism Exercise) પાકિસ્તાન ભારતની સાથે ટ્રેનિંગ લેશે. ભારતના યજમાન પદે ઓક્ટોબરમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) હેઠળ આયોજિત થનારી આતંકવાદ વિરોધી કવાયતમાં ભાગ લેશે. ‘ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન’ અખબારના અહેવાલ મુજબ પાકિસ્તાની અને ભારતીય સૈનિકોએ સાથે મળીને આતંકવાદ વિરોધી કવાયતમાં ભાગ લીધો છે પરંતુ આ પ્રથમ વખત હશે જ્યારે પાકિસ્તાન ભારતમાં આવી અભ્યાસમાં ભાગ લેશે.

ધ એક્સપ્રેસ ટ્રીબ્યુન અખબારે પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા અસીમ ઈફ્તિખારને ટાંકીને કહ્યું કે પાકિસ્તાન SCOના પ્રાદેશિક આતંકવાદ વિરોધી ફ્રેમવર્ક (RATS) હેઠળ આ વર્ષે ઓક્ટોબરમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય આતંકવાદ વિરોધી કવાયતમાં ભાગ લેશે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ કવાયત ઓક્ટોબરમાં ભારતના હરિયાણામાં માનેસર ખાતે યોજાશે અને પાકિસ્તાન સભ્ય હોવાથી અમે તેમાં ભાગ લઈશું.

ભારત અને પાકિસ્તાન ઉપરાંત અન્ય દેશો પણ આતંકવાદ વિરોધી અભ્યાસમાં ભાગ લેવાના છે. પરંતુ ભારતમાં આવીને પાકિસ્તાન સૈન્ય ટ્રેનિંગ લેશે તેવું પહેલીવાર થશે. હરિયાણાના માનેસરમાં યોજાનારી આ કવાયતમાં ભારત ઉપરાંત રશિયા, ચીન, પાકિસ્તાન, ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન પણ ભાગ લેશે. પાકિસ્તાની અને ભારતીય સૈનિકોએ સાથે મળીને આતંકવાદ વિરોધી કવાયતમાં ભાગ લીધો છે તેને ખૂબ સકારાત્મક રીતે જોવામાં આવી રહ્યું છે. આ પહેલીવાર હશે જ્યારે પાકિસ્તાન ભારતમાં આવી કવાયતમાં ભાગ લેશે.

Most Popular

To Top