Sports

એશિયા કપ 2023: યજમાની કરનાર દેશની અટકળો પર પૂર્ણ વિરામ, મેચ પાકિસ્તાનમાં જ રમાશે

નવી દિલ્હી: એશિયા કપ 2023 (Asia Cup 2023) ક્યાં રમાશે તે લઈને છેલ્લાં ધણાં સમયથી વિવાદ ચાલી રહ્યો છે. એશિયા કપ 2023ની યજમાની પાકિસ્તાન (Pakistan) પાસે હતી પણ ભારતીય ટીમની સલામતીને લઈને બીસીસીઆઈના અધ્યક્ષ જય શાહે પાકિસ્તાન ભારતીય ટીમ ન જાય તેવું જણાવ્યું હતું. ત્યાર પછી પાકિસ્તાન હાઈબ્રિડ મોડેલ રજૂ કર્યું હતું જેને ભારત સહિત શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફધાનિસ્તાને નકારી કાઢ્યું હતું ત્યારે હવે શનિવારના રોજ એશિયા કપ 2023માટે એશિયન ક્રિકેટ કાઉન્સિલે પાકિસ્તાનના હાઈબ્રિડ મોડેલનો સ્વીકાર કર્યો છે. એટલે કે હવે પાકિસ્તાન જ એશિય કપ 2023ની યજમાની કરશે.

એસીસીએ પણ આ નિર્ણયને માન આપતા પાકિસ્તાનના હાઈબ્રિડ મોડેલનો સ્વીકાર કરી લીધો છે. જો કે ધણી મેચો શ્રીલંકામાં પણ રમાવા જઈ રહી છે. એટલે કે હવે એશિયા કપ કયાં રમાશે તે માટેની તસ્વીર સાફ થઈ ગઈ છે. અને આ અંગે ચાલી રહેલી અટકળોને પણ વિરામ મળ્યો છે.

એશિયા કપ અંગે શનિવારના રોજ રજૂ કરાયેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ નિર્ણય અંગે એસીસી 13 જૂનના રોજ ઓફિશિયલ અનાઉન્સ મેન્ટ કરી શકે છે. ઓમાન ક્રિકેટ બોર્ડના ચીફ અને એસીસી સદસ્ય પંકજ ખિમજીએ શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફધાનિસ્તાન બોર્ડનાં વિરોધ કર્યા પછી પણ પાકિસ્તાનના હાઈબ્રિડ મોડેલ સાથે પોતાની સહમતી વ્યકત કરી હતી.

પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, શ્રીલંકાની મેચો લહારોના ગદ્દાફી સ્ટેડિયમમાં થવાની સંભાવના છે. જ્યારે પાકિસ્તાન અને ભારતની મેચોનું શ્રીલંકામાં આયોજન કરવામાં આવશે. એસીસીએ જાણકારી આપી છે કે એશિયા કપ 2023નું આયોજન સપ્ટેમ્બરમાં કરવામાં આવશે.

પાકિસ્તાન પણ વર્લ્ડ કપ માટે તૈયાર છે
એશિયા કપના વિવાદના સમાધાન બાદ પાકિસ્તાન વર્લ્ડ કપ માટે પણ તૈયાર હોવાનું સામે આવ્યું છે. ICCના CEO જ્યોફ એલાર્ડિસ અને ચેરમેન ગ્રેગ બાર્કલે આ અંગે કરાચીમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના કાર્યકારી અધ્યક્ષ નજમ સેઠીને મળ્યા હતા. તે મીટિંગમાં સ્પષ્ટ થયું હતું કે એશિયા કપની ચાર મેચો પાકિસ્તાનમાં રમાશે પછી પાકિસ્તાની ટીમ દ્વારા વર્લ્ડ કપ માટે કોઈ શરત મૂકવામાં આવશે નહીં. આનો સ્પષ્ટ અર્થ એ છે કે પાકિસ્તાનની ટીમ હવે અમદાવાદમાં વર્લ્ડકપ 2023 સામે રમતી જોવા મળશે. જ્યારે પાકિસ્તાનની બાકીની મેચો ચેન્નાઈ અને હૈદરાબાદમાં યોજાઈ શકે છે. વર્લ્ડ કપનું સંપૂર્ણ શિડ્યુલ પણ આવતા સપ્તાહ સુધીમાં આવી જાય તેવી શક્યતા છે.

પાકિસ્તાનના હાઈબ્રિડ મોડેલને સ્વીકારમા ન આવતા એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું કે આ વર્ષે એશિયા કપ યોજાશે નહીં કારણ કે પાકિસ્તાન અને ભારતની મેચો ન રમાવાની હોય તો, બ્રોડકાસ્ટર તેટલી જ રકમ ઓફર કરે તેવી શક્યતા નથી જેટલી તેઓ ભારત-પાકિસ્તાન મેચ સહિતની ટૂર્નામેન્ટ માટે ઓફર કરી રહ્યા હતા. એશિયા કપ ન યોજાય તો ભારત એક જ સમયે ઘરઆંગણે ચાર-પાંચ દેશોની ટુર્નામેન્ટનું આયોજન કરવાની પણ તૈયારી કરી રહ્યું હતું. તેમજ એવું પણ અનુમાન કરવામાં આવતું હતું કે જો પાકિસ્તાન એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાંથી બહાર નીકળી શકે છે. જો કે આ તમામ અટકળો પર પૂર્ણ વિરામ મૂકાય ગયું છે.

Most Popular

To Top