જો આવું થાય તો ભારતને માર્ચ સુધીમાં કોરોના મહામારીમાંથી મળી જશે મુક્તિ

આઇસીએમઆરના (ICMR) એપિડેમિલોજિકલ વિભાગના વડા સમિરન પાંંડેએ (Samiran Pandey) કહ્યું કે કોવિડ (Covid) 11 માર્ચ સુધીમાં સ્થાનિક રોગચાળો બની જશે. જો આપણે ગાફેલ નહીં રહીએ અને કોઇ નવો વેરિઅન્ટ (Verrient) નહીં આવે તો કોવિડ 11મી માર્ચ સુધીમાં એન્ડેમિક બની જાય એમ છે. તેમણે કહ્યું કે અમારું મેથેમેટિકલ પ્રોજેક્શન (Mathematical projection) દર્શાવે છે કે ઓમિક્રૉનની (Omicron) લહેર 11 ડિસેમ્બરથી શરૂ કરીને ત્રણ મહિના ચાલશે. 11મી માર્ચથી આપણને થોડી રાહત જોવા મળશે.

  • દૈનિક કેસો 4 લાખની નીચે રહેશે: આઇઆઇટી કાનપુરના વૈજ્ઞાનિક
  • જો ઑમિક્રોન ડેલ્ટાનું સ્થાન લઈ લે તો દેશમાં મહામારી સ્થાનિક રોગચાળામાં ફેરવાઇ જશે

દિલ્હી (Delhi) અને મુંબઈમાં (Mumbai) પિક આવી કે કેમ એ જોવા આપણે વધુ બે સપ્તાહ રાહ જોવાની જરૂર છે. અત્યારે જો બેઉ મહાનગરોમાં કેસો ઘટતા હોય તો પણ આપણે એમ ન કહી શકીએ. દિલ્હી અને મુંબઈમાં 80 ટકા ઓમિક્રોન અને 20 ટકા ડેલ્ટા છે. વિવિધ રાજ્યો મહામારીના અલગ અલગ તબક્કામાં છે અને વાયરસમાં એપિડેમિલોજિકલ વેરિએશનને કારણે આઇસીએમઆરે પણ એની ટેસ્ટિંગ સ્ટ્રેટેજી બદલી છે. અમે રાજ્યોને કદી ટેસ્ટિંગ ઘટાડવા કહ્યું નથી. અમે વધારે સમર્પિત અને હેતુલક્ષી ટેસ્ટિંગ માટે કહ્યું છે. મહામારી બદલાઇ છે અને એટલે ટેસ્ટિંગ અને વ્યવસ્થાપનની વ્યૂહરચના પણ બદલાશે.

ત્રીજી લહેરની પિક 23મીએ
ભારતમાં કોવિડ-19 મહામારીની ત્રીજી લહેરની પિક 23 જાન્યુઆરીએ આવશે અને દૈનિક કેસો ચાર લાખની નીચે રહેશે એમ આઇઆઇટી-કાનપુરના એક વૈજ્ઞાનિકે કહ્યું હતું. આઇઆઇટી-કાનપુરના પ્રોફેસર મહિંદ્ર અગ્રવાલે કહ્યું કે દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં કેસોની સંખ્યા છેલ્લા સાત દિવસમાં પિક પર આવી અઈ છે. તેઓ સુત્ર કોવિડ મોડેલ સાથે સંકળાયેલા સંશોધકો પૈકીના એક છે. મહામારીની શરૂઆતથી દેશમાં કોવિડ કેસોની સંખ્યાને ટ્રેક અને આગાહી કરવા આ મોડેલનો ઉપયોગ થાય છે.

અગ્રવાલના જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર, કર્ણાટક, યુપી, ગુજરાત અને હરિયાણામાં કોવિડ કેસોની પીક આ સપ્તાહે આવશે જ્યારે આંધ્ર, આસામ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં આગામી સપ્તાહે પિક આવશે. ભારતમાં દૈનિક કેસો 23મીએ પિક પર આવશે અને ચાર લાખની નીચે રહેશે. અગાઉ 7.2 લાખ કેસોની ધારણા હતી. પણ માર્ગ ઘણો બદલાયો છે.

Most Popular

To Top