Business

ચીન અને અમેરિકા બાદ ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું કાર બજાર બની જશે

નવી દિલ્હી: દેશની (India) અર્થવ્યવસ્થા રોકેટની ઝડપે વધી રહી છે અને તેની સાથે વાહનોના (Vehicles) વેચાણમાં પણ ઘણો વધારો જોવા મળી રહ્યો છે. વર્ષના પ્રથમ છ મહિનામાં પેસેન્જર કારનું (Passenger car) વેચાણ 20 લાખ યુનિટને પાર કરી જશે. આ પ્રથમ વખત હશે જ્યારે પેસેન્જર કારનું (Car) વેચાણ વર્ષના પ્રથમ છ મહિનામાં 20 લાખ યુનિટને પાર કરશે. મળતી માહિતી મુજબ દર મહિને ત્રણ લાખથી વધુ કારનું વેચાણ થઈ રહ્યું છે. એટલે કે દેશમાં દરરોજ 10,000થી વધુ કારનું વેચાણ થઈ રહ્યું છે. ભારતમાં અડધા વર્ષમાં મોકલવામાં આવેલી કારની સંખ્યા મેક્સિકો, ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયા જેવા દેશોના વાર્ષિક વેચાણ જેટલી છે. જો આ વૃદ્ધિ દર વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં યથાવત રહેશે તો ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું કાર બજાર બની જશે.

  • દેશમાં દરરોજ 10,000નું કારનું વેચાણ, છ મહિનામાં 20 લાખને પાર થયું

અત્યારે ચીન નંબર વન અને અમેરિકા બીજા નંબર પર
દેશની સૌથી મોટી ઓટો નિર્માતા કંપની મારૂતિ સુઝુકી ઈન્ડિયાના વરિષ્ઠ એક્ઝિક્યુટિવ ઓફિસર (માર્કેટિંગ અને વેચાણ) શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે જૂન સુધીમાં કારનું વેચાણ 325,000 થી 328,000 યુનિટ સુધી પહોંચવાની અપેક્ષા છે. જે ગત વર્ષના સમાન સમયગાળા કરતા 2.5 ટકા વધુ છે. ગયા વર્ષે પ્રથમ છ મહિનામાં કંપનીએ 321,000 કારનું વેચાણ કર્યું હતું. જૂન ક્વાર્ટરમાં કુલ ઇન્ડસ્ટ્રીનું વેચાણ 996,000 યુનિટ રહેવાની ધારણા છે, એમ તેમણે ઉમેર્યું હતું. નાણાકીય વર્ષ 2023 ના ચોથા ક્વાર્ટરમાં આ આંકડો 1,017,000 યુનિટ હતો. જો બંને ક્વાર્ટરને જોડવામાં આવે તો આ આંકડો 20 લાખ યુનિટને પાર કરી જશે. પ્રથમ વખત કારનું વેચાણ વર્ષના પ્રથમ છ મહિનામાં આ સ્તરે પહોંચશે.

2030 સુધીમાં દેશમાં પેસેન્જર કારનું વેચાણ 60થી 70 લાખ
દેશનું પેસેન્જર કાર માર્કેટ ગયા વર્ષની સરખામણીમાં 2023ના પ્રથમ છ મહિનામાં 10 ટકા વધવાની ધારણા છે. આ સળંગ ત્રીજો અડધો ભાગ હશે જ્યારે કારના વેચાણમાં બે આંકડામાં વૃદ્ધિ થશે. પાછલા કેલેન્ડર વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં તેમાં 16 ટકા અને બીજા ભાગમાં 30 ટકાનો વધારો થયો હતો. ઓટો કંપનીઓનો અંદાજ છે કે 2030 સુધીમાં દેશમાં પેસેન્જર કારનું વેચાણ 60થી 70 લાખ સુધી પહોંચવાનો અંદાજ છે. ભારતીય કાર માર્કેટનું વેચાણ 12 વર્ષમાં બમણું થયું છે. આ વર્ષે દર મહિને કારનું વેચાણ ત્રણ લાખ યુનિટથી વધુ થવાનો અંદાજ છે. જો આ વૃદ્ધિ વર્ષના બીજા ભાગમાં પણ ચાલુ રહેશે તો ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું કાર બજાર બની જશે. દેશમાં હાલમાં 1,000 લોકો દીઠ 35 કાર છે. આ ઊભરતાં બજારોની સરેરાશ કરતાં અડધા કરતાં પણ ઓછું છે.

Most Popular

To Top