Business

ભારતમાં એપલના પહેલા સ્ટોરનું મુંબઈમાં ઓપનિંગ, એપલના CEO ટિમ કૂકે સ્ટોર ખુલ્લો મુક્યો

iPhone નિર્માતા એપલે મંગળવારે ભારતમાં તેનો પહેલો Apple Store લોન્ચ કર્યો છે. એપલના સીઈઓ ટિમ કુકે મુંબઈમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં ભારતના પ્રથમ એપલ સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું. ભારતમાં Appleના પ્રથમ રિટેલ સ્ટોરે ગ્રાહકો માટે તેના દરવાજા ખોલ્યા છે. આ સ્ટોર 20,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે. એપલ સ્ટોરની ડિઝાઇન આકર્ષક અને ઊર્જા-કાર્યક્ષમ છે. એપલ સ્ટોરને રિન્યુએબલ એનર્જીની થીમ પર ડિઝાઇન કરવામાં આવ્યો છે. એટલે કે તે સંપૂર્ણપણે રિન્યુએબલ એનર્જી પર ચાલશે. સ્ટોરમાં લાઇટિંગનો ન્યૂનતમ ઉપયોગ છે. સ્ટોરનું ઉદ્દઘાટન સીઇઓ ટિમ કૂક દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એપલના હવે 25 દેશોમાં કુલ 551 ​​સ્ટોર્સ થઈ ગયા છે. 20 એપ્રિલે દિલ્હીના સાકેતમાં અન્ય એક એપલ સ્ટોર ખુલશે, ત્યારબાદ તેની સંખ્યા વધીને 552 થઈ જશે.

25 વર્ષ પછી પહેલો એપલ સ્ટોર ખુલ્યો
Apple સ્ટોર એવા સમયે ખુલ્યો છે જ્યારે Apple ભારતમાં 25 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. જણાવી દઈએ કે હાલમાં ભારતમાં એપલની પ્રોડક્ટ્સ વેચતા તમામ સ્ટોર્સ કંપનીના પ્રીમિયમ રિસેલર્સ છે. એટલેકે તે થર્ડ પાર્ટી સ્ટોર છે જેમણે મોબાઈલ વેચવા માટે Apple પાસેથી લાઇસન્સ મેળવ્યું છે. જ્યારે આ સ્ટોર કંપનીનો પોતાનો સ્ટોર છે. આમ એપલના પોતાના સ્ટોરની મુંબઈમાં શરૂઆત થઈ છે. મુંબઈ પછી હવે ગુરુવારે દિલ્હીના સાકેતમાં બીજો એપલ સ્ટોર શરૂ થશે. Apple પાસે ભારત માટે મોટી યોજનાઓ છે જેમાં એક મજબૂત એપ ડેવલપર ઇકોસિસ્ટમ, ટકાઉપણું, બહુવિધ સ્થળોએ સમુદાય માટેના કાર્યક્રમો અને સ્થાનિક ઉત્પાદનનો સમાવેશ થાય છે. એપલ ભારતીય બજારને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ જ કારણ છે કે એપલના સીઈઓ ટિમ કૂક પ્રથમ એપલ સ્ટોરના લોન્ચિંગ માટે એક દિવસ પહેલા જ ભારત આવ્યા હતા.

Appleના CEOએ ગ્રાહકો માટે દરવાજા ખોલ્યા
ભારતના પ્રથમ એપલ સ્ટોરનું ઉદ્ઘાટન કંપનીના સીઈઓ ટિમ કૂક દ્વારા નવી શૈલીમાં કરવામાં આવ્યું હતું. ટિમે ગ્રાહકોને આવકારવા માટે સ્ટોરનો દરવાજો ખોલ્યો હતો. તમને જણાવી દઈએ કે એપલે ભારતમાં પહેલીવાર મેકિન્ટોશને 1984માં રજૂ કર્યું હતું અને હવે 25 વર્ષ પછી એપલ BKC મુંબઈમાં પહેલો એપલ સ્ટોર ખોલવામાં આવ્યો છે. એપલના સીઈઓ ટિમ કુકે કહ્યું કે આ લાંબી મુસાફરી છે મને ખુશી છે કે Apple ભારતમાં તેનો સ્ટોર ખોલી રહી છે.

Most Popular

To Top