National

કૂતરાઓ પાછળ દોડતા સ્કૂટી કાર સાથે અથડાઈ, બાળક સહિત બે મહિલાઓ રસ્તા પર પટકાયા

નવી દિલ્હી: દેશના અલગ અલગ ભાગોમાંથી ડોગ બાઈટના (Dog Bite) કેટલાક કિસ્સાઓ સામે આવતા રહે છે. કેટલાક કિસ્સાઓમાં કૂતરાઓના કરડવાના કારણે વ્યક્તિઓનું મોત પણ થયું છે. ત્યારે ઓડિશાના (Odisha) બેરહામપુર શહેરનો એક વીડિયો (Video) સામે આવ્યો છે. જેમાં રખડતા કૂતરાઓઓ સ્કૂટી પર જઈ રહેલી બાળક સહિત બે મહિલાઓની પીછો કર્યો હતો. કૂતરાને પાછળ દોડતા જોઈ મહિલાએ સ્કૂટીની સ્પીડ વધારી દીધી અને તેને સ્કૂટી પરથી સંતુલન ગુમાવ્યું હતું. જેના કારણે સ્કૂટી રોડની બાજુમાં પાર્ક કરેલી એક કારમાં જઈ અથડાઈ હતી. જેના કારણે બાળક સહિત બંને મહિલાઓ રોડ પર પટકાયા હતા. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

સોશિયલ મીડિયા પર કૂતરાઓ કરડવાના કેટલાક વીડિયો સામે આવ્યા હતા. ત્યારે ઓડિશાનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં ચારથી પાંચ કૂતરાઓ સ્કૂટીની પાછળ દોડી રહ્યા છે. જેના કારણે સ્કૂટી ચાલક મહિલા ગભરાય જાય છે અને સ્કૂટી રોડની સાઈટમાં ઊભેલી કારમાં જઈ અથડાઈ ગઈ હતી. ટક્કર એટલી ભયંકર હતી કે બાળક સહિત બંને મહિલાઓ કૂદીને રોડ પર પડી ગઈ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મહિલા અને બાળક બંનેને ઘણી ઈજાઓ થઈ છે. જ્યારે એક કૂતરાએ બાળકને કરડી લીધું હોવાનું પણ જાણવા મળ્યું છે.

વીડિયોમાં શું છે?
વીડિયો જોઈને ખબર પડે છે કે દિવસનો સમયે રસ્તો ઘણો શાંત અને સૂમસાન છે કારણ કે ત્યાંથી અન્ય કોઈ વાહન આવતું-જતું દેખાતું નથી. સ્કૂટીની પાછળ પાંચ કૂતરા દોડી રહ્યા છે. મહિલા કૂતરાઓથી બચવા માટે સ્પીડમાં સ્કૂટી ચલાવી રહી છે. બાઈક સ્કૂટીમાં આગળ ઉભી છે.

એક મહિલા સ્કૂટી ચલાવી રહી છે અને બીજી પાછળ બેઠી છે. તે કદાચ બાળકને શાળાએથી સાથે લઈ ઘરે પરત ફરી રહી હતી. રસ્તાની બાજુમાં સફેદ રંગની કાર પાર્ક કરેલી છે. કૂતરાઓનો પીછો કરતી વખતે ડ્રાઇવિંગ કરતી મહિલાએ કાબૂ ગુમાવ્યો અને સ્કૂટી રોડની બાજુમાં પાર્ક કરેલી કાર સાથે અથડાઈ જાય છે. આ ઘટના બાદ પ્રશાસન સામે ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. ઓડિશા સહિત ગુજરાત, રાજસ્થાન, હરિયાણા તેમજ દિલ્હીમાંથી પણ કૂતરા કરડવાની ઘટનાઓ સામે આવી છે.

Most Popular

To Top