Madhya Gujarat

લાડપુર ગામમાં§ ઘરમાં ઘૂસેલા દીપડાને વનવિભાગે ઝડપી લીધો

ગોધરા: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના લાડપુર ગામમાં રહેણાંક મકાનમાં વહેલી સવારે દીપડો ઘુસી ગયો હતો ઘરમાં ઘૂસી ગયેલા દીપડાના બહાર કાઢવા માટે સ્થાનિક વનવિભાગનીં ટીમ તેમજ દાહોદ વનવિભાગની ટીમ દ્વારા ભારે જહેમત બાદ દીપડાનું રેસ્ક્યુ કરીને પાંજરે પુરવામાં આવ્યો હતો. દિપડો પાંજરે પુરાતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના લાડપુર ગામના પટેલ ફળિયામાં આવેલા રહેણાંક મકાન ની બાજુમાં  ઢોરઢાંખર બાંધવા માટે બનાવવામાં આવેલા મકાનમાં આજે વહેલી સવારે દિપડો ઘુસી જવા પામ્યો હતો.

પ્રથમ તો મકાનમાલિક દ્વારા અન્ય કોઈ પ્રાણી આવી ગયું હોવાનું અનુમાન લાગવવામાં આવ્યું હતું સ્થાનિકો દ્વારા બનાવની જાણ તાત્કાલિક વન વિભાગને કરવામાં આવતા ગોધરા રેન્જના વન વિભાગની ટીમ તેમજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બનાવની જગ્યાનું નિરીક્ષણ કરી દિપડો ઘરમાંથી બહાર આવી હુમલો ન કરે તે માટેના તમામ પ્રાથમિક પગલાં લીધા હતા જેના ભાગરૂપે મકાનમાં અવરજવર માટે રાખવામાં આવેલ તમામ દરવાજાને બંધ કરી એક દરવાજા પર પાંજરું મૂકી દિપડાને પકડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી.

Most Popular

To Top