Comments

ચીંથરે વીંટયા રતનનું સન્માન

પદ્મ એવોર્ડ 1950 થી આપવાનું શરૂ થયું અને 1978, 1979, 1993, 1997 અને 2020 સિવાય દર વર્ષે વિવિધ લોકોને અપાતા આવ્યા છે. 90 ના દાયકામાં આ એવોર્ડ નહીં અપાયા કારણ કે જનતા સરકાર ખિતાબ અને એવોર્ડના વિશેની બંધારણની કલમ-18 ને માન આપવા માંગતી હતી. 2020 માં પદ્મ એવોર્ડ આપવાનો સમારંભ નહીં થઇ શકયો અને 2021 માં કોવિડ-19 ને કારણે વિલંબમાં પડયો. પણ આ વર્ષે 2021 માં કુલ 119 એવોર્ડ વિજેતાઓને 2021 નો પદ્મ એવોર્ડ એનાયત થયો.

તા. 8 અને 9 મી નવેમ્બરે યોજાયેલા ચાર જુદા જુદા સમારંભોમાં રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ એવોર્ડ અર્પણ કરાયા. હકીકતમાં દર વર્ષે પ્રજાસત્તાક દિને પદ્મ એવોર્ડની નવાજેશની જાહેરાત થાય છે. આ વખતે આપણાં હૃદયને જે સ્પર્શી ગયું હતું તે એ છે કે રાષ્ટ્રપ્રમુખ રામનાથ કોવિંદે 72 વર્ષની એક આદિવાસી મહિલાને આ પ્રતિષ્ઠિત નાગરિક એવોર્ડ આપ્યો. તુલસી ગૌડા નામની આ સ્ત્રી કર્ણાટકની વતની છે. રાષ્ટ્રપતિ ભવનમાં  યોજાયેલા આ એવોર્ડ સમારંભમાં તુલસી ગૌડા પરંપરાગત પોષાકમાં ઉઘાડે પગે આવી હતી. પ્રેરણાત્મક પર્યાવરણવાદી તુલસી ગૌડાને જીવનની જરૂરિયાતોનો અભાવ હતો.

શિક્ષણ મેળવવાનું તો તે સ્વપ્ન પણ જોઈ શકે તેમ ન હતી, પણ તેણે ગરીબીને અવરોધ બનવા દીધી નહીં. ત્યાર પછી હરે કલા હજબ્બા નામનો મેંગલોર કર્ણાટકનો એક નારંગી વેચનાર હતો જેને શિક્ષણની બાબતમાં ઉદાહરણરૂપ કામ કરવા બદલ પદ્મશ્રી એવોર્ડ અપાયો હતો. 68 વર્ષના હરે કલાકે વિધિવત્ શિક્ષણ મેળવવા જેટલો વિશેષાધિકાર તો પ્રાપ્ત થયો નહતો પણ તેણે નક્કી કર્યું કે તેની આસપાસમાં કોઇ શિક્ષણ વગરનું ન રહે. તેથી તેણે રોજના રૂા. 150 ભેગા કરી 2000 માં નિશાળ બાંધી.

આ ઉપરાંત જુદા જાતીય સ્વરૂપે રહેનાર લોક કલાકાર મેજમ્મા જોગની અને 500 થી વધુ હાથીઓની સારવાર કરનાર ડો. કુશલ કુંવર શર્મા સુધીના લોકો હતા. પદ્મ એવોર્ડ પ્રાપ્ત કરનારાઓની યાદી બતાવે છે કે આ એવોર્ડ ભદ્ર વર્ગ માટે હવે અનામત નથી, બલ્કે આ એવોર્ડ ભારતના વારસા અને વિકાસ માટેના દ્વાર સિધ્ધ  કરનારાઓનું સાચું સન્માન કરે છે.

1954 માં પહેલી વાર પદ્મ એવોર્ડ અપાયા ત્યારથી એવોર્ડ મેળવનારાઓનો પ્રકાર બદલાયા કરે છે. તેનું મુખ્ય કારણ એ છે કે એવોર્ડ પોતે વધુ લોકતાંત્રિક બન્યા છે. જેઓ લોકોમાં ખાસ જાણીતા ન હોય તેવા વધુ ભારતીયોનું સન્માન કરવાનો યશ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. ભારત શેમાંથી બન્યું છે તે આપણી યુવા પેઢી સમજી શકે તે માટે આપણા સાચા હીરલાઓને પારખી એવોર્ડ આપવાનો માર્ગ તેમણે અખત્યાર કર્યો છે અને પરંપરા બદલી છે.

મોદી સરકારે 2017 માં એક વેબસાઇટ શરૂ કરી, જેમાં લોકો પાત્ર ઉમેદવારનાં નામ આવી શકે. પસંદગીની પ્રક્રિયા પણ દલાઇ જેમાં પદ્મ એવોર્ડ પસંદગી સમિતિનું વિસ્તરણ કરવામાં આવ્યું! 2017 માં પદ્મ એવોર્ડ વિજેતાઓની યાદીમાં 70 વર્ષથી કલારી પાયાજીની લડાઇ કલા શીખવનાર ‘તલવાર ધારી દાદી’ મીનાક્ષી અમ્મા તેમજ લોકગાયિકા સુફી બોમ્મન ગોવડા એટલે કે ‘હાલાક્કીની બુલબુલ’ને સાંસ્કૃતિક વારસો જાળવી રાખવા બદલ અને સામાજિક પ્રવૃત્તિ બદલ નવાજવામાં આવ્યા હતા. પદ્મ એવોર્ડમાં લોકોનો રસ વધતો જાય છે અને પદ્મ એવોર્ડ માટેની ભલામણોની સંખ્યા પણ વધતી જાય છે. 2014 માં માત્ર 2200 નામ સૂચવવામાં આવ્યાં હતાં તો 2020 થી સરકારને 46000 નામ સૂચવવામાં આવ્યાં છે.

સરકારે 2018 માં ‘પદ્મ કિવઝ’ નામનો પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ પણ શરૂ કર્યો છે. આ ઓનલાઇન કિવઝમાં વિજેતા થનારને રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ એવોર્ડમાં રૂબરૂ હાજર રહેવાનો મોકો મળે છે. એવોર્ડ માટે નામ પસંદ કરવાથી માંડીને એવોર્ડ સમારંભમાં હાજર રહેવા સાથેની તક દ્વારા મોદી સરકારે લોકો આ એવોર્ડ સાથે સંકળાયેલા રહે તેની તરાહ જ બદલી નાંખી છે. હવે આ એવોર્ડ ભદ્ર લોકોનો જ નહીં, પણ ભારતના 1.4 અબજ લોકોમાંથી શ્રેષ્ઠ લોકોનું પ્રતિનિધિત્વ કરવાનું શરૂ કર્યું હોવાથી ‘તે લોકો’નો પદ્મ કહેવાય છે. મંજમ્મા રાષ્ટ્રપ્રમુખને આશિષ આપે તેવા દૃશ્યનો વીડિયો વાઇરલ થયો છે અને સોશ્યલ મીડિયાના વપરાશકર્તાઓએ પણ આ બિન પરંપરાગત વિજેતાઓને હીરલાઓ તરીકે વધાવી લીધા છે.

એવોર્ડ પ્રક્રિયામાં લોકોની સામેલગીરીએ તેને વધુ સુલભ બનાવ્યો છે. જેમણે પોતાને દેશનું કોઇક સર્વોચ્ચ નાગરિક સન્માન મળવા વિશે ગણતરીમાં લીધા ન હતા તે હવે વિચારી શકે છે. પાંચ વર્ષ પહેલાં આ એવોર્ડ માટે પાત્ર ગણાઇ શકયા હોત તે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રે પણ ટીવટ કર્યું હતું કે સમાજને છેક નીચલા સ્તરેથી સુધારવા માટે ગણનાપાત્ર અર્પણ કરનારાઓની સરખામણીમાં હું મારી જાતને પાત્ર ગણતો નથી. નવું ભારત ચીંથરે ચીંધ્યા રતનને બીરદાવવામાં ગૌરવ અનુભવે છે તે આમાંથી જણાય છે. આ લોકો હવે પ્રેરણારૂપ છે. આ એ લોકો છે જેઓ ભારતનું નિર્માણ કરે છે. આપણા માટે બહેતર ભવિષ્ય સર્જે છે અને સમાજ અને દેશને પોતાનાથી વધુ મહત્ત્વ આપે છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top