Dakshin Gujarat

ભરૂચમાં સગીરાના પેટમાં દુખાવો ઉપડયો ત્યારે ખબર પડી કે તે ગર્ભવતી છે

ભરૂચ : ભરૂચ (Bharuch) જીલ્લાના સીતપોણ ગામની 15 વર્ષીય તરૂણીને પેટમાં દુ:ખાવો થતાં તેને હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવી હતી. ત્યાં તબીબી તપાસ દરમિયાન તે ગર્ભવતી (Pregnant) હોવાનું સામે આવ્યું હતું. તેની પૂછપરછમાં તેને ગર્ભવતી બનાવનાર યુવાન સામે પોલીસે પોક્સો (POCSO) અને બળાત્કારનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.

  • તરૂણીને ગર્ભવતી બનાવનાર ગામના જ પ્રકાશ પરમારની પોક્સો હેઠળ ધરપકડ

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જીલ્લાના એક ગામમાં સગીરાને પેટમાં દુખાવો ઉપડતાં તેણીને સારવાર માટે ભરૂચની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તપાસ દરમિયાન તેના પેટમાં ગર્ભ હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો અને આ અંગેની જાણ સગીરાના માતા-પિતાને થતા સગીરાના માતા-પિતાના પગ તળેથી જમીન સરકી ગઇ હતી. આ સગીરાએ પરિવારજનોને જણાવ્યું હતું કે, સીતપોણના ભીલવાડો ફળિયામાં રહેતા પ્રકાશ ગણપતભાઇ પરમારે તેને લગ્નની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ કર્યું હતું. આ ઘટનામાં પોલીસ પણ હરકતમાં આવી ગઇ હતી અને આરોપીની પોક્સો અને બળાત્કારના આરોપસર ધરપકડ કરી હતી.

નબીપુર પોલીસે ઝડપી પાડેલા નરાધમ પ્રકાશ પરમારની કડક પૂછપરછ કરતા તે ભાંગી પડયો હતો અને તેને લગ્નની લાલચે સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની કબૂલાત કરતાં પોલીસે તેનું મેડિકલ પરીક્ષણ કરાવવાની તજવીજ હાથ હતી. નાનકડા ગામમાં સગીરા સાથે લગ્નની લાલચે વારંવાર દુષ્કર્મ આચરી ચાર માસનો ગર્ભવતી બનાવી દેતા સમગ્ર ગામમાં ચકચાર મચી ગઇ હતી.

અંકલેશ્વર ના સંજાલી ગામ પાસેથી પસાર થતી કેનાલમાં યુવાન ડૂબ્યો
અંકલેશ્વર : અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ પાસેથી પસાર થતી કેનાલ માં 22 વર્ષીય યુવક નો કેનાલ માં પગ લપસી જતા તણાયો હતો.

અંકલેશ્વરના સંજાલી ગામ પાસેથી પસાર થતી કેનાલમાં અંકલેશ્વર ની તાપી હોટલ સામે આવેલ સુપ્રીમ કોમ્પલેક્સમાં મામા ના ઘરે રહેતા અને મૂળ યુપી ના 22 વર્ષીય અનસ હલીમખાન નાહવા માટે ગયો હતો દરમિયાન અચાનક તેનો પગ લપસી જતાં કેનાલના પાણી માં તણાઈ જતાં ડૂબી ગયો હતો. જે અંગેની જાણ પાનોલી નોટિફાઇડ ફાયર વિભાગ અને અંકલેશ્વર નગરપાલિકા ફાયર બ્રિગેડને થતાં લાશકરો દોડી ગયા હતા અને મુખ્ય કેનાલમાં અનસ હલીમખાન ની શોધખોળ શરૂ કરી હતી. બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ફરિયાદ નોંધવાની તજવીજ આરંભી હતી.

અત્રે ઉલેખનીય છે કે પાનોલી જીઆઇડીસી નજીક આવેલ મહારાજા નગર પાસેથી પસાર થતી ઉકાઈ જમણાં કાંઠા ની મુખ્ય નહેર નાં પુલ પાસે થી જીઆઇડીસી માં અવરજવર કરતા તેમજ નજીક નાં રહેણાંક વિસ્તાર હોય નહેરમાં ઉતરવા નાં (દાદર) નાં પગથીયા વાટે યુવાનો ન્હાવા પડે છે જે સમયાંતરે જીવલેણ સાબિત થઇ રહ્યા છે ત્યારે આ પુલ ઉપર પ્રોટેક્શન વોલ અથવા નહેર માં ઉતરવાના પગથિયાં દૂર કરવા જરૂરી છે.

Most Popular

To Top