SURAT

ICAIની CA ફાઉન્ડેશનની પરીક્ષાનું પરિણામ જાહેર, સુરતનું રિઝલ્ટ 38.62%

સુરત: ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ (CA) ઓફ ઇન્ડિયાએ ચાર્ટર્ડ એકાઉન્ટની ફાઉન્ડેશનની પરીક્ષાનું (Exam) રિઝલ્ટ (Result) શુક્રવારે જાહેર કર્યું હતું. સુરત બ્રાંચના 2,701માં થી 1,043 વિદ્યાર્થીઓ (Student) પાસ થયા હતા. સુરત (Surat) બ્રાંચનું રિઝલ્ટ 38.62% આવ્યું છે.

સુરત બ્રાંચના ચેરમેન ચાર્ટર્ડ એકાઉન્ટ નિકેશ કોઢારીએ જણાવ્યું હતું કે, ફાઉન્ડેશનની પરીક્ષા ગત 14થી 20 ડિસેમ્બર, 2022 સુધી ચાલી હતી. જે પરી ક્ષા ઓફલાઇન મોડથી લેવાય હતી. જેનું રિઝલ્ટ શુક્રવારે જાહેર થયું છે. સુરતમાંથી 2,701 વિદ્યાર્થીઓ ફાઉન્ડેશની પરીક્ષા અપાવી હતી. જેમાંથી 1,043 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આમ, સુરત બ્રાન્ચનું પરિણામ 38.62% આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાંથી 3,675 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 1,393 વિદ્યાર્થીઓ પાસ થતા અમદાવાદ બ્રાન્ચનું પરિણામ 37.90% છે. આમ, અમદાવાદ કરતા સુરતનું પરિણામ વધારે આવ્યું હોવાનું જણાય આવે છે.

દેશમાંથી 1,26,015 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 36,864 વિદ્યાર્થીઓ પાસ થતા 29.25% પરિણામ આવ્યું છે. ગ યા વર્ષે કરતા આ વખતે સુરત કેન્દ્રનું પરિણામ વધ્યું હોવાનું જણાય આવે છે. સુરત કેન્દ્રનો દેખાવ ઉત્કૃષ્ટ રહ્યો છે. પરિણામોથી જોતા જણાયું હતું કે કોરોના વાયરસની મહામારી પછીના સમયગાળા વિદ્યાર્થીઓ વધુ સારી રીતે અભ્યાસ કરીને સફળતા મેળવી શકયા છે.

રિષીએ એકાઉન્ટમાં 100માંથી 100 માર્ક્સ મેળવીને શહેરમાં રેકોર્ડ કર્યો!
સીએ ફાઉન્ડેશનની પરીક્ષામાં 364 માર્ક્સ સાથે સુરતમાં પહેલા નંબર પર આવનાર રિષી મેવાવાલા મૂળ સુરતનો જ છે. જે અમદાવાદી ધાંચી સમાજ નો છે. જેના પિતા એકાઉન્ટન્ટ છે. જ્યારે માતા હાઉસ વાઇફ છે. રિષીએ ધોરણ-12 સુધીનો અભ્યાસ ગુજરાત શિક્ષણ બોર્ડની પ્રેસિડેન્સી સ્કૂલમાંથી કર્યો છે. જ્યારે હાલમાં બી.કોમ, વી.એન.એસ.જી.યુ.ની એસ.ડી.જૈ. કોલેજમાંથી કરી રહ્યો છે. રિષીએ ફાઉન્ડેશનની પરીક્ષામાં એકાઉન્ટમાં 100માંથી 100 મેળવીને શહેરમાં રેકોર્ડ કર્યો હોવાનું વાત થઈ રહી છે. રિષીએ જણાવ્યું હતું કે હું નોટ્સ બનાવવાની સાથે રોજ રોજ જે પણ ભણતો હતો, તે ઘરે આવી ને રિવિઝન કરી જતો હતો. ખાસ કરીને ગ્રુપમાં ભણતો હોવાથી મને ખૂબ જ ફાયદો થયો છે. કારણ કે, મને કે પછી કોઇને પણ ડાઉટ્સ આવે તો તરત જ સોલ્વ થઈ જાય છે. ઉપરાંત રિવિઝન પણ થઈ જાય છે. લો વિષયને કારણે માર્ક્સ કપાય ગયા છે.

મારા માર્ક્સ શું આવશે તેનો વિચાર કર્યા વિના જ હું અભ્યાસ કરતો: તૃષાર બંસલ
સીએ ફાઉન્ડેશનની પરીક્ષામાં 348 માર્ક્સ સાથે સુરતમાં બીજા નંબર પર આવનાર તૃષાર બંસલ મૂળ હરિયાણાનો છે. જેના પિતા ટેક્સટાઇલ બિઝનેસ સાથે સંકળાયેલા છે. જ્યારા માતા હાઉસ વાઇફ છે. તૃષારે ધોરણ 12 સુધીનો અભ્યાસ સી.બી.એસ.ઇ.ની લેન્સર આર્મી સ્કૂલમાંથી કર્યો છે તેમજ હાલમાં બી.કોમ. વી.એન.એસ.જી.યુ.ની સાસ્કમા કોલેજથી કરી રહ્યો છે. તૃષારે બંસલે જણાવ્યું હતું કે હું રોજનો દસ કલાકનો અભ્યાસ કરી રહ્યો છું. જેમાં કોચિંગમાં છ કલાક અને ઘરે જઇને ચાર કલાકનો અભ્યાસ કરી રહ્યો છું. તૃષારે જણાવ્યું હતું કે હું આઇસીએઆઇ દ્વારા આપવામાં આવેલા સ્ટડી મટિરિયલ પર વધારે ભાર આપ્યો હતો. ઉપરાંત કોચિંગમાં અભ્યાસ કરતી સમયે નોટ્સ બનાવવા સાથે અને ડેઇલીનું રિવિઝન કરવાથી ફાયદો થયો છે. મારા માર્ક્સ શું આવશે? તે મામલે વિચાર કર્યા વિના જ હું અભ્યાસ કરતો હોવ છું.

રોજ જે પણ ભણું છું, તેનું રિવિઝન કરી લઉં છું: આયુષી પંજાબી
સીએ ફાઉન્ડેશનની પરીક્ષામાં 344 માર્ક્સ સાથે સુરતમાં ત્રીજા નંબર પર આવનાર આયુષી પંજાબી નવસારીમાં રહે છે. જે અભ્યાસ માટે ડેઇલી અપ ડાઉન કરે છે. આયુષીએ ધોરણ-12 સુધીનો અભ્યાસ નવસારીની સર જે. જે. સ્કૂલમાં કર્યો છે, જ્યારે હાલમાં બી.કોમ. વી.એન.એસ.જી.યુ.ની એસ.ડી. જે કોલેજમાંથી કરી રહી છે. આયુષીના પિતા ટેક્સટાઇલ બિઝનેસ સાથે સંકળાયેલા છે. સારો સ્કોર કરવા મામલે આયુષીએ જણાવ્યું હતું કે હું દરરોજ જે પણ ભણું છું, તે ટ્રાવેલિંગ કે પછી ઘરમાં કામ કરતી સમયે રિવિઝન કરી લઉં છું. ઉપરાંત નોટ્સ્ પણ બનાવ છું. જેથી પરીક્ષા સમયે માત્ર તેને વાંચી જાવ છું. આમ, આ બાબતથી હું ફાઉન્ડેશનમાં સારો સ્કોર કરી શકી છું. અંતે તેણીએ કહ્યું હતું કે સ્ટ્રગલ જ નહીં કરીશ તો સકસેસ કઈ રીતે થઇશ.

શહેરના સી. એ. સ્ટાર પ્રોગ્રામમાં અનેક વિદ્યાર્થીઓએ ફાઉન્ડેશનની પરીક્ષા પાસ કરી
શહેરના સી.એ. સ્ટાર પ્રોગ્રામમાં ગુજરાતના જુદા જુદા શહેરોની સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર, બિહાર, અસમ, કર્ણાટક જેવા રાજયોમાંથી સુરતમાં આવેલા વિદ્યાર્થીઓને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રવિ છાવછરીયા વિનામૂલ્યે ભણાવી રહ્યા છે. જેમને રહેવા જમવાની પણ વ્યવસ્થા વિના મૂલ્યે આપવામાં આવે છે. આ પ્રોગ્રામ અંતર્ગત સુરતના બે, જામનગરના એક અને યુપી જોનપુરનો એક સહિતના વિદ્યાર્થીઓ સી.એ. ફાઉન્ડેશનની પરીક્ષામાં પાસ થવામાં સફળ રહ્યા છે.

  • જામનગરની કંથરીયા ઉર્વસીના પિતા નથી, જ્યારે માતા ઘરકામ કરીને ઘરનું ગુજરાન ચલવે છે. જેણીના ધો.12માં 83% આવ્યા હતા અને તેણે ફાઉન્ડેશનની પરીક્ષામાં 262 સ્કોર કર્યો છે.
  • યુપી જોનપુરના નિમિત મિશ્રાના પિતા દિવસમાં સિક્યુરિટી ગાર્ડ છે અને નાઇટમાં રિક્ષા ચલવે છે. જ્યારે માતા ઘરકામ કરે છે. નિમિતના ધો.12માં 88% આવ્યા હતા અને તેણે ફાઉન્ડેશનની પરીક્ષામાં 271 સ્કોર કર્યો છે.
  • સુરતના સાગર ચુગના પિતા માતાવાડીમાં ફરસાણની લારી ચલવી છે, જ્યારે માતા હાઉસ વાઇફ છે. જેના ધોરણ-12માં 94% આવ્યા હતા અને તેણે ફાઉન્ડેશનની પરીક્ષામાં 294 સ્કોર કર્યો છે.
  • સુરતના અનિકેત કહારના પિતા રિક્ષા ચાલક છે. જેની માતા નથી અને એક બહેન છે. જેણી સિવિલ એન્જિન્યરિંગનો અભ્યાસ કરી રહી છે. અનિકેતના ધો. 12માં 94% આવ્યા હતા અને તેણે ફાઉન્ડેશનની પરીક્ષામાં 288 સ્કોર કર્યો છે.

Most Popular

To Top