Charchapatra

ભારતનું ગણતંત્રને કેવું ગણવું

હાલમાં ભારતના ગણતંત્રમાં ભા.જ.પ. મુખ્ય પક્ષ છે તેમના પક્ષની વિજયરેલી હોય, જનઆર્શીવાદ યાત્રા હોય, કે હાલની જ ગુજરાતમાં ભારતના ગણતંત્રના મુખીયાની લાખોની જન મેદની વિશાળ રેલી હોય ત્યારે ટ્રાફિક સમસ્યા નડતી નથી !! જ્યારે રેલી વિરોધ પક્ષની હોય તો આમ-આદમી-પાર્ટીની ઘણીવાર ટ્રાફિક સમસ્યાને કારણે પોલીસ તંત્ર ઘણીવાર મંજુરી આપતી નથી. જ્યારે વિધાનસભા હોય, લોકસભા હોય, વિરોધપક્ષના સભ્યો રજુઆત કરવા માંડે એટલે બહુમત ભા.જ.પ. સભ્યો તેને સાંભળી જવાબ આપવાને બદલે વિરોધ કરી હોબાળો કરે. જ્યારે વિરોધ પક્ષના સભ્યો ભેગા થઈ બોલવા જાય તો હોબાળો મચતા બહાર કાઢી બહુમતિથી બધું પસાર કરી દેવામાં આવે. કેમકે સભા અધ્યક્ષ હોય, રાજ્યપાલ હોય કે રાષ્ટ્રપતિ હોય બધા પોતાના જ !! આવો ટ્રેન્ડ નક્કીજ કરી રાખવામાં આવેલો હોય છે. ભારતના ગણતંત્રમાં, પોલીસતંત્ર, વહીવટીતંત્ર, ઉદ્યોગતંત્ર કોર્ટ તંત્ર, ટી.વી., રેડિયો પત્રકારત્ત્વ જેવા પ્રસાર તંત્ર મહદ અંશે પ્રધાનમંત્રીના મંત્રથી ચાલે છે. !! શું આ આપખુદ તંત્ર નથી ?!
અમરોલી          – બળવંત ટેલર -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top