National

અમિત શાહે કર્યું એલાન : 1 જાન્યુઆરી 2024 સુધી અયોધ્યામાં બની જશે રામ મંદિર

નવી દિલ્હી : કેન્દ્રીય ગ્રૃહ મંત્રી (Home Minister) અમિત શાહે (Amit Shah) અયોધ્યામાં (Ayodhya) બની રહેલા રામ મંદિરને (Ram Temple) લઇને મોટો એલાન કર્યો છે. આગામી 1 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિર તૈયાર થઇ જશે. આ સાથે જ તેમણે કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, જ્યારથી દેશ આઝાદ થયો છે ત્યારથી કોંગ્રેસ આ મામલાને કોર્ટમાં ઉલઝાવેલો રાખ્યો હતો.અને મોદીજી આવ્યા બાદ આ કેસનો ફટાફટ આવી ગયો. અને તેજ દિવસે તેઓએ રામમંદિરમાં પૂજન પૂર્ણ કરીને મંદિરનું નિર્માણ શરુ કરાવી દીધું હતું.અને હવે પછી 1 જાન્યારી 2024ના દિવસે મંદિર તૈયાર થઇ જશે.

રામ મંદિર માટે કાયદાકીય લડાઈ 135 વર્ષથી વધુ સમયથી ચાલી
ઉલ્લેખનીય છે કે, રામ મંદિર માટે કાયદાકીય લડાઈ 135 વર્ષથી વધુ સમયથી ચાલી રહી છે. વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટે 15મી સદીથી ચાલી રહેલી આ લડાઈનો અંત લાવી દીધો હતો. આ કેસમાં સુપ્રીમ કોર્ટે વિવાદિત જમીન પર રામ મંદિરના નિર્માણની મંજૂરી આપતાં મુસ્લિમ પક્ષને અન્ય જગ્યાએ જમીન આપવાનો આદેશ આપ્યો હતો.સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ટ્રસ્ટ બનાવીને ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. 5 ઓગસ્ટ, 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન કર્યું હતું.

રામમંદિર આર્કિટેક્ચરનો ઉત્તમ નમૂનો બની રહેશે
નવ નિર્મિત પામનારું આ રામમંદિર વાસ્તુકલાનું ઉદાહરણ બની રહેશે. 70 એકરના રામજન્મભૂમિ સંકુલમાં આખા ભારત માટે વખાણ કરવા જેવી યોજના છે. ભારતીય સંસ્કૃતિની અનોખી કળાની ઝલક અહીં થઈ રહેલા બાંધકામમાં જોવા મળશે. રામમંદિર જે 400 સ્તંભો પર ઉભું કરવામાં આવશે તેમાં દેવી-દેવતાઓના ચિત્રોનું કોતરણી કામ કરવામાં આવશે. વધુમાં જ્યારે આઠ એકરમાં બનાવાનારી દિવાલમાં રામકથાના 100 જેટલા વિવિધ પ્રસંગો દર્શાવવામાં આવશે.

રામ મંદિર 400 સ્તંભો પર ટકેલું હશે
રામ મંદિર માત્ર ટેક્નોલોજીની દૃષ્ટિએ જ નહીં પરંતુ ભવ્યતામાં પણ વિશ્વના પસંદ કરાયેલા મંદિરોમાં ઉમેરો થશે. ત્રણ માળનું રામ મંદિર 400 સ્તંભો પર ટકેલું હશે.કુશળ કારીગરો દ્વારા આ સ્તંભોમાં રામકથાના સંદર્ભો સહિત કુલ 6400 મૂર્તિઓ પ્રાચીન પદ્ધતિથી કોતરવામાં આવશે જે મંદિરને હેરિટેજ લુક આપવા માટે મદદ કરશે. વધુમાં મંદિરના દરેક સ્તંભમાં 16 દેવી-દેવતાઓની મૂર્તિઓ કોતરવામાં આવશે.

રામાયણના વિવિધ 100 પ્રસંગો પણ કોતરવામાં આવશે
આ સાથે રામ મંદિરના 2500 સ્ક્વેર ફીટના વિસ્તારમાં બનાવવામાં આવનારા રેમ્પાર્ટમાં રામાયણના 100 પ્રસંગો પણ કોતરવામાં આવશે. આ માટે રામનગરી અને દેશના શિલ્પકારો અને સંતો પાસેથી પણ સલાહ લેવામાં આવી રહી છે. સૌપ્રથમ પેન્સિલ વડે મૂર્તિઓ બનાવવામાં આવશે અને ત્યારબાદ બીબામાં માટી ભરીને તેનો આકાર આપવામાં આવશે અને પછી તેનું ફાયનલ મોડલ તૈયાર કરવામાં આવશે.

મંદિરના ઈતિહાસ પર બનશે ફિલ્મ જેનો વોઝઓવર મહાનાયક આપશે
ટ્રસ્ટ રામ મંદિર માટેના પાંચસો વર્ષના સંઘર્ષ પર ફિલ્મ બનાવવાની યોજના હાથ ધરવામાં આવી છે. આ ફિલ્મનું નિર્માણ દૂરદર્શન દ્વારા કરવામાં આવી રહ્યું છે. બોલિવૂડના સુપરસ્ટાર એક્ટર અમિતાભ બચ્ચન આ ફિલ્મમાં પોતાનો અવાજ આપશે. રામ મંદિરના 500 વર્ષના ઈતિહાસને લોકો સુધી લઈ જવાની જવાબદારી પ્રખ્યાત લેખક અને ફિલ્મ સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રસૂનને આપવામાં આવી છે. તેમની સાથે છ સભ્યોની ટીમ કામ કરશે. અમિતાભ અને પ્રસૂન જોશી આ કામ માટે કોઈ ફી નથી લઈ રહ્યા.

Most Popular

To Top