Business

અદાણી ગ્રુપ પર વધુ એક મોટો આરોપ: ફોર્બ્સે હવે રિપોર્ટમાં કર્યો મોટો દાવો

નવી દિલ્હી : વિશ્વ ભરમાં તહેલકો મચાવતો અમેરિકન શોર્ટ સેલિંગ કંપની હિંડનબર્ગના (Hindenburg) અહેવાલ બાદ કંપનીની હાલત ખરાબ થઇ હતી. હજુ પણ જાણે અદાણી ગ્રુપની (Adani Group) મુશ્કેલીનો અંત નથી આવતો તેવું દેખાઈ રહ્યું છે. અદાણી સમૂહની વાત કરીએ તો હવે ફોર્બ્સે (Forbes) હવે ગૌતમ અદાણીના (Gautam Adani) મોટા ભાઈ વિનોદ અદાણી (Vinod Adani) વિષે અહેવાલમાં મોટો દાવો કર્યો છે. હિડનબર્ગે ફોર્બ્સના અહેવાલને પણ ટ્વીટ કર્યું છે.એવો દાવો કરવામાં આવ્યો છે કે લોન માટે અદાણી જૂથમાં પ્રમોટરનો હિસ્સો ગીરવે મુકવામાં આવ્યો છે. ફોર્બ્સમાં પ્રકાશિત અહેવાલ મુજબ વિનોદ અદાણી દ્વારા તેમના નિયંત્રણમાં આવેલ ખાનગી કંપનીઓ માટે સિમગાપુર યુનિટે રશિયન બેંક (Russian Bank) પાસેથી લોન મેળવવા માટે અદાણીના પ્રમોટરોનો 240 મિલિયન ડોલરનો મોટો હિસ્સો ગીરવે મુક્યો હતો.

અદાણી ગ્રુપના ઓફશેર કંપની સાથે સાંકળયેલા છે વિનોદ અદાણી
24 જાન્યુઆરીએ હિંડનબર્ગનો અહેવાલ જાહેર થતાની સાથે જ શેર માર્કેટમાં અદાણી જૂથના શેરની કિંમતો ઉપરાંત સાત લિસ્ટએટ કંપનીના બજારમાં મૂલ્યો ઘટી ગયા હતા. અદાણી સમૂહને 152 બિલિયન ડોલરનો ફટકો લગતા હાલત ખરાબ થઇ ગઈ હતી. હવે ફોર્બ્સ દ્વારા કરવામાં આવેલા દવા મુજબ વિનોદ અદાણી જેઓ વિદેશી ભારતીય છે અને ઘણા જ લાંબા સમયથી તેઓ ગ્રુપ સાથે સાંકળયેલા છે. અને તેમની ઓફ શેર કંપનીઓના કેન્દ્રમાં પણ સાંકળયેલા છે. જે કંપનીઓના કેન્દ્રમાં છે. એનો ચોખ્ખો મતલબ એ છે કે તેઓ મુખ્યત્વે વ્યવસાય સાથે સંબંધિત છે. વિનોદ અદાણી દુબઇમાં રહે છે. અને ત્યાં સિંગાપોર અને જકાર્તામાં બિઝનેસ વેન્ચરનું સંચાલન કરે છે. હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ અનુસાર તેઓ વિશ્વના સૌથી આમિર બિનઇવાસી ભારતીય છે.

બેંક ઓફ રશિયા સાથે થયા હતા બે લોનના કરારો
અહેવાલો મુજબ રશિયાની બેન્કમાંથી લોન એગ્રીમેન્ટ મુજબ ફોર્બ્સે દાવો કર્યો છે કે વિનોદ અદાણી દ્વારા અપ્રત્યક્ષ રૂપે નિયંત્રિત સિંગાપુરની કંપની ફીનેકલ ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ પ્રા.લિમિટેડ દ્વારા વર્ષ 2020 માં રશિયા સરકારની વીટીંબી બેન્ક સાથે લોન કરારો કર્યા હતા. જેને યુક્રેનને કારણે ગત વર્ષે અમેરિકાએ મંજૂરી આપી હતી. એપ્રિલ 2021 સુધી ફીનેકલે 263 મિલિયન ડોલર ઉધાર લીધા હતા અને અન્ય સંબંધિત પાર્ટી દ્વારા પણ 258 મિલિયન ડોલર ઉધાર લીધા હોવાનું અહેવાલમાં પ્રકાશિત થયું છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તે વર્ષ બાદ ફિનેકલે બે રોકાણ ફંડો એક્રો એશિયા ટ્રેન્ડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ અને વર્લ્ડવાઈડ ઇમર્જિંગ માર્કેટ્સ હોલ્ડિંગ લિમિટેડને લોન માટે ગેરેંટર તરીકે રજૂ કરવામાં આવ્યા છે.

અદાણી સમૂહના શેર ધારકો
અદાણી ગ્રૂપના શેરધારકો એફ્રો એશિયા ટ્રેડ અને વર્લ્ડવાઈડ બંને અદાણી ગ્રૂપના મુખ્ય શેરધારકો છે. બંને ફંડ્સ અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી પોર્ટ્સ અને અદાણી પાવરમાં 4 બિલિય ડોલરના મૂલ્યનો સ્ટોક ધરાવે છે (ફેબ્રુઆરી 16 માર્કેટ વેલ્યુ) જે તમામ ફંડ પ્રમોટર એન્ટિટી તરીકે સ્વીકારે છે. અદાણી ગ્રૂપની ચાર કંપનીઓ કે જેમાં તેમણે રોકાણ કર્યું છે તેના માટે ભારતીય નાણાકીય ફાઇલિંગમાં કોઈ પણ ફંડે ગીરવે મૂકેલા શેર જાહેર કર્યા નથી.

હિન્ડેનબર્ગ દાવો
24 જાન્યુઆરીએ રજુ થયેલા હિંડનબર્ગે તેના અહેવાલમાં દાવો કર્યો છે કે અદાણી ગ્રુપની લિસ્ટેડ સાત કંપનીઓ 85 ટકા ઓવરવેલ્યુડ છે. અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અદાણી જૂથ દાયકાઓથી સ્ટોક મેનીપ્યુલેશન અને મની લોન્ડરિંગમાં વ્યસ્ત છે. આ અહેવાલ બાદ અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડો થયો છે અને કંપનીઓની માર્કેટ વેલ્યુ ઘટીને અડધી થઈ ચુકી છે.

Most Popular

To Top