Gujarat

વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં અંબાણી અને અદાણીએ કરી મોટી જાહેરાત

ગાંધીનગર: ગુજરાતમાં હાલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ (Vibrant Gujarat Summit) ચાલી રહી છે. જેમાં ગઇ કાલે બુધવારે ગ્લોબલ સમિટને (GlobalSummit) સંબોધતા વડાપ્રધાને (PM Modi) સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. તેમજ કહ્યું હતું કે ‘તમારા સપના જેટલાં મોટા એટલો મારો સંકલ્પ પણ મોટો હશે’. આ સાથે જ સમિટમાં દેશના નામાંકિત ઉધ્યોગપતિ (Industrialist) એવા મુકેશ અંબાણી (Mukesh Ambani) અને ગૌતમ અદાણી (Gautam Adani) પણ હાજર રહ્યા હતાં. તેમજ તેમણે આગામી સમયના તેમના પ્રોજેક્ટોના વિષયમાં મોટી જાહેરાત કરી હતી.

‘હવે આખુ વિશ્વ બોલી રહયુ છે કે મોદી હૈ તો મુમકીન હૈ’ – અંબાણી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મૂકેશ અંબાણીએ આજે કહયું હતું કે મોદી હે તો મુમકિન હૈ. આખા વિશ્વમાં આ વાત ચાલી રહી છે. જ્યારે રોકાણકારો ભારત વિશે વિચારે છે, ત્યારે તેઓ નવા ગુજરાત વિશે વિચારે છે. રિલાયન્સ ગુજરાતની કંપની હતી, છે અને રહેશે. અમારો હેતુ 7 કરોડ ગુજરાતીઓના સપના પૂરા કરવાનો છે. આ સાથે જ તેમણે ગુજરાત વિશે સમિટમાં તેમના સંબોધન દરમ્યાન પાંચ મોટી જાહેરાત કરી હતી.

મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે તેઓ RIL હજીરામાં ભારતની પ્રથમ કાર્બન ફાઇબર સુવિધા સ્થાપશે. જે રાજ્યને ‘નવી સામગ્રી અને પરિપત્ર અર્થતંત્રમાં અગ્રણી’ બનાવશે. RIL ગુજરાતમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે. તેમજ તે 2030 સુધીમાં રાજ્યને તેની 50% ગ્રીન જરૂરિયાતો હાંસલ કરવામાં મદદ કરશે. રિલાયન્સ રિટેલ RILની છૂટક શાખા રાજ્યમાં ‘ગુણવત્તાવાળા ઉત્પાદનો’ લાવશે અને ખેડૂતોને ટેકો આપશે. વિશ્વમાં ક્યાંય પણ ‘સૌથી ઝડપી 5G રોલઆઉટ’ પૂર્ણ કર્યા પછી RILની ‘5G- સક્ષમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) રિવોલ્યુશન્સ’ ગુજરાતમાં નોકરીઓનું સર્જન કરશે. તેમજ ભારત 2036 ઓલિમ્પિક માટે બિડ કરશે અને રિલાયન્સ આ સંદર્ભે ગુજરાતમાં રોકાણ કરશે.

આગામી પાંચ વર્ષમાં અદાણી ગ્રુપ ગુજરાતમાં 2 લાખ કરોડનું રોકાણ કરશે : ગૌતમ અદાણી
વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ આગામી પાંચ વર્ષમાં ગુજરાતમાં બે લાખ કરોડના રોકાણની જાહેરાત કરતા કહ્યું હતું કે તેઓ કચ્છના ખાવડામાં 725 ચો. કિ.મી. વિસ્તારમાં 30 ગીગાવોટનો વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક સ્થાપવા જઈ રહ્યા છે. જેના થકી આગામી પાંચ વર્ષમાં ગુજરાતમાં એક લાખથી વધુની રોજગારીની તકો ઊભી થશે.

ગૌતમ અદાણીએ વધુમાં કહ્યું હતું કે, દરેક સમિટમાં મેં ભાગ લીધો છે. તેનો મને ગર્વ છે. 2014થી ભારતનો જીડીપી 185% અને 165% થી વધ્યો છે. તેમજ અમે આત્મનિર્ભર ભારત માટે ગ્રીન સપ્લાય ચેનનો વિસ્તાર કરી રહ્યા છીએ. તેમાં સોલાર પેનલ્સ, વિન્ડ ટર્બાઇન, હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝર, ગ્રીન એમોનિયા, પીવીસી અને કોપર અને સિમેન્ટ ઉત્પાદનમાં વિસ્તરણનો સમાવેશ થાય છે.

Most Popular

To Top