National

આ ભારતીય ડૉક્ટર WHOના બોર્ડમાં જોડાશે, યુએસ પ્રમુખ બિડેને કરી ભલામણ

નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને (Joe Biden) વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના (WHO) બોર્ડમાં ભારતીય મૂળના ડૉક્ટરને (Doctor) સામેલ કરવાનો નિર્ણય લીધો છે. બિડેને સેનેટમાં (Senate) સર્જન જનરલ ડૉ. વિવેક મૂર્તિને (Surgeon General Dr. Vivek Murthy) ડબ્લ્યુએચઓ (WHO)ના બોર્ડમાં (Board) અમેરિકાના પ્રતિનિધિ તરીકે નિયુક્ત (Appointed) કરવાનો નિર્ણય લીધો છે.

બિડેને આ અંગેનો પ્રસ્તાવ અમેરિકી સંસદ સેનેટને મોકલ્યો છે. આ બીજી વખત છે જ્યારે WHOના એક્ઝિક્યુટિવ બોર્ડમાં ડૉ. વિવેક મૂર્તિનું નામ સામેલ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. WHOના એક્ઝિક્યુટિવ બોર્ડમાં ડૉ. મૂર્તિને જોડાવાની દરખાસ્ત ઑક્ટોબર 2022 થી પેન્ડિંગ હતી. ત્યારે 46 વર્ષીય ડૉ. વિવેક મૂર્તિનું નામ ફરી મોકલવામાં આવ્યું છે.

માર્ચ 2021 માં ડૉ. વિવેક મૂર્તિના નામને અમેરિકાના 21માં સર્જન જનરલ તરીકે મંજૂરી આપવામાં આવી હતી. આ પહેલા તેઓ બરાક ઓબામાના પ્રેસિડેન્ટ પીરીયડ દરમિયાન 19માં સર્જન જનરલ પણ રહી ચૂક્યા છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર ડૉ.મૂર્તિ અમેરિકાના પ્રથમ ભારતીય મૂળના સર્જન જનરલ છે. સર્જન જનરલને દેશના ટોચના ડૉક્ટર ગણવામાં આવે છે. સર્જન જનરલની જવાબદારી દેશ માટે શ્રેષ્ઠ આરોગ્ય નીતિ તૈયાર કરવાની છે.

વ્હાઇટ હાઉસે કહ્યું કે રાષ્ટ્રપતિ જો બિડેને હાલમાં જ સેનેટને એક પ્રસ્તાવ મોકલ્યો છે. જેમાં ડૉ. વિવેક મૂર્તિના નામનો ઉલ્લેખ છે. સર્જન ડૉ. મૂર્તિ જનરલ હોવાની સાથે યુએસ પબ્લિક હેલ્થ સર્વિસ કમિશન્ડ કોર્પ્સના વાઇસ એડમિરલ પણ છે. તેમાં છ હજારથી વધુ આરોગ્ય અધિકારીઓ છે. જેઓ ડૉ. મૂર્તિના નેતૃત્વમાં કામ કરે છે.

ડૉ.મૂર્તિ મૂળ કર્ણાટકના છે
ડૉ.મૂર્તિ મૂળ કર્ણાટકના છે. તેમના પૂર્વજો ઈંગ્લેન્ડમાં સ્થાયી થયા હતા. ડૉ. મૂર્તિનો જન્મ યોર્કશાયરના હડર્સફિલ્ડમાં થયો હતો. તે પછી તેમનો પરિવાર કેનેડાના ન્યુફાઉન્ડલેન્ડમાં સ્થાયી થયો.

ડૉ.મૂર્તિ ત્રણ વર્ષના હતા ત્યારે તેમનો પરિવાર અમેરિકાના મિયામીમાં સ્થાયી થયો હતો. મિયામીમાં અભ્યાસ કર્યા પછી તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. આ પછી તેમણે યેલ સ્કૂલ ઑફ મેડિસિન અને યેલ સ્કૂલ ઑફ મેનેજમેન્ટમાંથી આગળની ડિગ્રીઓ મેળવી.

ડૉ. મૂર્તિ એક જાણીતા ચિકિત્સક, સંશોધક વૈજ્ઞાનિક, ઉદ્યોગસાહસિક છે. તેમજ તેઓ તેમની પત્ની ડો. એલિસ ચેન અને બે બાળકો સાથે વોશિંગ્ટનમાં રહે છે.

Most Popular

To Top