Sports

આ IPL સ્ટારનેે સગીરા પર બળાત્કારના આરોપમાં કોર્ટે 8 વર્ષ જેલની સજા ફટકારી

કાઠમંડુ: નેપાળ ક્રિકેટ ટીમના (Nepal Cricket Team) પૂર્વ કેપ્ટન (Former captain) સંદીપ લામિછાને બળાત્કારના કેસમાં (Rape case) પહેલાથી જ દોષિત (Guilty) ઠરાવવામાં આવ્યા હતા. હવે કાઠમંડુની એક કોર્ટે (Court of Kathmandu) આ કેસની સુનાવણી કરતા સંદીપને 8 વર્ષની જેલની સજા ફટકારી છે. જણાવી દઇયે કે 23 વર્ષીય સંદીપ નેપાળ ક્રિકેટનો મોટો ચહેરો છે અને તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ રમી ચૂક્યો છે.

શિશિર રાજ ધકલની ખંડપીઠે બુધવારે 10 જાન્યુઆરીના રોજ આ કેસની સુનાવણી દરમિયાન નિર્ણય આપ્યો છે. તેણે વળતર અને દંડ સાથે 8 વર્ષની કેદનો ચુકાદો સંભળાવ્યો. તેમજ કોર્ટ ઓફિસર રામુ શર્માએ આ મામલે માહિતી આપી હતી.

નેપાળ પોલીસે ઈન્ટરપોલની મદદ લીધી
જણાવી દઈએ કે ગત વર્ષે સપ્ટેમ્બરમાં એક 17 વર્ષની છોકરીએ કાઠમંડુના પોલીસ સ્ટેશનમાં સંદીપ લામિછાણે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સગીરાએ તેણી ઉપર બળાત્કાર થયો હોવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે આ આરોપ લગાવવામાં આવ્યો ત્યારે સંદીપ વેસ્ટ ઈન્ડિઝમાં હતો અને કેરેબિયન પ્રીમિયર લીગ (CPL)માં જમૈકા તલાવાહ માટે રમી રહ્યો હતો. ત્યારબાદ જ્યારે ધરપકડ માટે વોરંટ જાહેર કરવામાં આવ્યું ત્યારે સંદીપને તાત્કાલિક દેશમાં પરત ફરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

જો કે, વોરંટ જાહેર થયા બાદ સંદીપ લામિછાણે ફરાર થઈ ગયો હતો અને તેનું લોકેશન મળી શક્યું ન હતું. નેપાળ પોલીસે સંદીપની ધરપકડ માટે ઈન્ટરપોલની મદદ લીધી હતી. ત્યારપછી ઈન્ટરપોલે સંદીપ સામે ‘ડિફ્યુઝન’ નોટિસ જાહેર કરી હતી. તેમજ થોડા દિવસોની રાહ જોયા બાદ જ્યારે સંદીપ કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યો ત્યારે પોલીસે તેની ધરપકડ કરી હતી.

સંદીપ IPL રમનાર નેપાળનો પ્રથમ ખેલાડી છે
સંદીપ નેપાળનો સ્ટાર ખેલાડી છે. તે દેશમાં નેપાળનો એકમાત્ર એવો ખેલાડી છે જે વિશ્વભરમાં ક્રિકેટ લીગ રમી રહ્યો છે. તેમજ સંદીપ નેપાળનો પહેલો ક્રિકેટર પણ છે. જે IPLમાં રમે છે. આ સાથે તે ઓસ્ટ્રેલિયન બિગ બેશ લીગ (BBL), કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) અને લંકા પ્રીમિયર લીગ (LPL) સહિત ઘણી લીગમાં રમી રહ્યો છે.

લેગ સ્પિનર ​​સંદીપને પહેલી ઓળખ 2018માં મળી હતી. જ્યારે તે પહેલીવાર IPL રમ્યો હતો. ત્યારે તેની ઉંમર માત્ર 17 વર્ષની હતી. સંદીપને દિલ્હી ડેરડેવિલ્સે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. સંદીપે IPLમાં 9 મેચ રમી હતી. જેમાં તેણે 13 વિકેટ ઝડપી હતી. આ સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં, સંદીપે નેપાળ ટીમ માટે 52 T20 મેચોમાં 98 અને 51 ODI મેચમાં 112 વિકેટ લીધી હતી.

Most Popular

To Top