Business

ગૌતમ અદાણી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ, મુકેશ અંબાણીને છોડ્યું પાછળ

નવી દિલ્હી: નવા વર્ષ પર દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ (Businessman) ગૌતમ અદાણીએ (Gautam Adani) ધમાકેદાર પુનરાગમન કર્યું છે. મુકેશ અંબાણીને (Mukesh Ambani) પાછળ છોડીને તેઓ ભારતના (India) સૌથી અમીર (Richest) વ્યક્તિ બની ગયા છે. અદાણી ગ્રુપની (Adani Group) કંપનીઓના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. આ કારણે તેની નેટવર્થમાં રેકોર્ડ વધારો થયો છે. તે હવે બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના વિશ્વના અબજોપતિઓની યાદીમાં 12મા નંબરે પહોંચી ગયો છે. આ હિસાબે આજે એટલે કે શુક્રવારે સવારે 9.30 વાગ્યા સુધીમાં તેમની કુલ સંપત્તિ 97.6 અબજ ડોલર હતી જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિ 97 અબજ ડોલર હતી.

આ સાથે અદાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ પણ બની ગયા છે. અંબાણી હવે વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં 13મા સ્થાને પહોંચી ગયા છે. ડિસેમ્બર 2023માં અદાણી 15મા અને અંબાણી 14મા નંબરે હતા. બંને ગયા વર્ષ કરતા એક સ્થાન ઉપર આવ્યા છે. છેલ્લા બે દિવસમાં અદાણીની નેટવર્થ $7.67 બિલિયન વધી છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી સિવાય બે અન્ય ભારતીયોએ પણ વિશ્વના 50 સૌથી અમીર લોકોની યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આ છે શાપુર મિસ્ત્રી અને શિવ નાદર, આઈટી સર્વિસ પ્રોવાઈડર HCL ટેક્નોલોજીના સહ-સ્થાપક. મિસ્ત્રીની કુલ નેટવર્થ $34.6 બિલિયન છે જ્યારે નાદરની કુલ નેટવર્થ $33 બિલિયન છે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે હિંડનબર્ગના આરોપો બાદ અદાણી જૂથને મોટું નુકસાન થયું હતું અને તેઓ ટોચના અમીરોની યાદીમાંથી બહાર થઈ ગયા હતા. આરોપોને કારણે અદાણી ગ્રુપના શેરના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો હતો. ગૌતમ અદાણીની સંપત્તિ લગભગ 60 ટકા ઘટીને લગભગ $69 બિલિયન થઈ ગઈ હતી. અદાણી ગ્રુપ પર સ્ટોક મેનીપ્યુલેશનનો આરોપ હતો. જૂથે આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા હતા.

Most Popular

To Top