Dakshin Gujarat

જાપાનના વડાપ્રધાનના વિશેષ સલાહકારે નવસારી જિલ્લા હાઈસ્પીડ રેલ કોરિડોરની મુલાકાત લીધી

નવસારી: (Navsari) જાપાનના વડાપ્રધાનના (Prime Minister of Japan) વિશેષ સલાહકારે નવસારી જિલ્લા હાઈસ્પીડ રેલ કોરિડોરની (High Speed Rail Corridor) મુલાકાત લીધી જાપાનના વડાપ્રધાનના વિશેષ સલાહકાર ડો.મસાફુમી મોરીએ આજરોજ નવસારી જિલ્લાના પડઘા, આમડપોર અને કછોલ ગામ પાસે મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોરના સેગમેન્ટલ કાસ્ટિંગ યાર્ડ (@ Ch.૨૪૩) ની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ (Inspection) કર્યું હતું. ડો. મસાફૂસી મોરી સાથે જાપાનથી આવેલું પ્રતિનિધિમંડળ પણ જોડાયું હતું. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ.ના મેનેજિંગ ડિરેક્ટરે ડો. મસાફુમી મોરીને ફુલ સ્પાન ગર્ડર, કાસ્ટિંગ યાર્ડ્સ અને વાયડક્ટ વર્ક્સ સહિતની કાર્યપદ્ધતિથી માહિતગાર કર્યા હતાં.

  • જાપાનના વડાપ્રધાનના વિશેષ સલાહકાર નવસારી જિલ્લાના હાઈસ્પીડ રેલ કોરિડોરની મુલાકાતે
  • સેગમેન્ટલ કાસ્ટિંગ યાર્ડની કામગીરીનું ડો. મસાફુમી મોરી અને જાપાનથી આવેલ પ્રતિનિધિમંડળે નિરીક્ષણ કર્યું

આ પ્રસંગે ભારત ખાતેના જાપાનના રાજદૂત, સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે મિનીસ્ટ્રી ઓફ લેન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રાન્સપોર્ટ એન્ડ ટુરિઝમ (MLIT), મિનીસ્ટ્રી ઓફ ફોરેન અફેર્સ જાપાન (MOFA), મિનીસ્ટ્રી ઓફ ફાઈનાન્સ જાપાન (MOF), મિનીસ્ટ્રી ઓફ ઈકોનોમી ટ્રેડ ઈન્ડિસ્ટ્રી (METI), જાપાન ઈન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી (JICA), નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ. NHSRCLના પ્રતિનિધિમંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

વિજલપોરમાં ભૂવો પડતા માટી ભરેલી ટ્રક ફસાઈ
નવસારી : વિજલપોરમાં મંકોડીયા-યોગીનગર રોડ પર ભૂવો પડતા રોડ પરથી પસાર થતી માટી ભરેલી ટ્રક ફસાઈ ગઈ હતી. જ્યારે ટ્રકની બાજુમાંથી પસાર થતી કારને પણ નુકશાન થયું હતું. નવસારી-વિજલપોર પાલિકા વિસ્તારમાં ભુવા પડવાની પ્રથા ચાલુ છે. પહેલા નવસારી શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભૂવાઓ પડી રહ્યા હતા. જેના કારણે પશ્ચિમ વિસ્તારના લોકો હેરાન-પરેશાન થઇ ચુક્યા છે. પરંતુ હજી પણ એ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. ત્યારે હવે વિજલપોરમાં પણ ભૂવો પડ્યો છે.
નવસારી-વિજલપોર નગરપાલિકાએ વિજલપોરમાં મંકોડીયાથી યોગીનગર તરફ જતા રોડને રીંગરોડ જાહેર કરી નવો બનાવ્યો હતો. જે રોડ મંકોડીયા થઇ યોગીનગર થઇ સીધો ગાંધી સ્મૃતિ પાસે નીકળતો હોય છે. જેથી લોકો સમય બચાવવા માટે આ રીંગરોડનો ઉપયોગ કરતા હોય છે. આ રોડ પરથી મોટા વાહનો પણ પસાર થઇ રહ્યા છે. આજે મંકોડીયા-યોગીનગર રીંગરોડ પરથી એક માટી ભરેલી ટ્રક પસાર થઇ રહી હતી. તે રોડ પર યોગીનગર પાસે અચાનક ભૂવો પડતા માટી ભરેલી ટ્રક ફસાઈ ગઈ હતી. તે સમયે ટ્રકની બાજુમાંથી કાર પસાર થઇ રહી હતી. ટ્રક ભૂવામાં ફસાઈ જતા ટ્રક અડધી વાંકી થઇ જતા બાજુમાંથી પસાર થતી કારને અડી જતા કારને નુકશાન થયું હતું. આ ભૂવો પડતા રસ્તો બંધ થઇ ગયો હતો.

Most Popular

To Top