National

4000ના પગારથી નોકરી શરૂ કરનાર ભોપાલના કલાર્કના ઘરમાંથી EOWને 85 લાખ રોકડા મળ્યાં

મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશ(Madhya Pradesh)ની રાજધાની ભોપાલ(Bhopal)માં ઈકોનોમિક ઓફેન્સ સેલ(EOW)એ મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના ક્લાર્ક હીરો કેસવાની(Hero Keshvani) ત્યાં રેડ(Raid) પાડી હતી. દરોડા દરમિયાન જે મળ્યું તે જોઈને અધિકારીઓ પણ દંગ રહી ગયા. દરોડાની કાર્યવાહીમાં સંપત્તિનો ખુલાસો થતા ભ્રષ્ટાચારી ક્લાર્ક ગભરાઈ ગયો હતો. જેથી તેણે બાથરૂમમાં જઈને બાથરૂમ ક્લિનર પી લીધુ હતું. જેનાં પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ક્લાર્કને તાત્કાલિક હમીદીયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ તે સારવાર હેઠળ છે.

4 હજારની પગારદાર ક્લાર્ક આ રીતે બન્યો કરોડપતિ
હીરો કેસવાએ 4 હજારનાં પગારથી નોકરીની શરૂઆત કરી હતી અને આજે તેનો પગાર લગભગ 50 હજાર રૂપિયા સુધી પહોંચ્યો છે. 50 હજારનાં પગારની નોકરી કરતો હીરો કેસવાની આજે કરોડોની સંપત્તિનો માલિક બની બેઠો છે. EOW સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે હીરો કેસવાની પર છેલ્લા કેટલાક સમયથી નજર રાખવામાં આવી રહી હતી. આ દરમિયાન એવું જોવા મળ્યું હતું કે હીરો કેસવાણી બૈરાગઢ સ્થિત તેના ઘરેથી તેના ટુ-વ્હીલરમાં મંત્રાલયની ઓફિસમાં આવતો હતો. જેથી કોઈને તેના વિશે શંકા ન રહે. હીરો કેસવાણી પ્રથમ વખત શંકાના દાયરામાં આવ્યો જ્યારે તેણે જીવ સેવા સંસ્થાનની કિંમતી જમીન ખરીદી. EOW પહેલાથી જ આ જમીન સંબંધિત મામલાની તપાસ કરી રહી છે.

EOW ને અત્યાર સુધી શું મળ્યું
EOWને અત્યાર સુધીમાં હીરો કેસવાનીના ઘરની તલાશી દરમિયાન રોકડ, ઘરેણાંની રસીદો, જમીનના કાગળો સહિત મોટી સંખ્યામાં વસ્તુઓ મળી આવી છે. હીરો કેસવાનીના ઘરેથી લગભગ 85 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત કરોડો રૂપિયાની જમીન અને મકાનના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. હીરો કેસવાનીના ઘરેથી જમીનના સોદાના કરાર સાથે સંબંધિત અનેક દસ્તાવેજો મળી આવ્યા હતા. આશરે 4 કરોડની સંપત્તિ ધરાવતા આરોપીઓ સાથે સંબંધિત દસ્તાવેજો પણ મળી આવ્યા હતા.

આલીશાન મકાન જોઈ EOWની ટીમ દંગ રહી ગઈ
હીરો કેસવાણીની ત્રણ માળની આલીશાન ઇમારત અને તેના દરેક માળમાં વૈભવી ઇન્ટિરિયર અને ડેકોરેશનનું કામ જોઈને EOW ટીમ દંગ રહી ગઈ હતી. ઘરના દરેક રૂમમાં પેનલિંગ અને વુડવર્ક કરવામાં આવ્યું છે. છત પર લક્ઝુરિયસ પેન્ટ હાઉસ બનાવવામાં આવ્યું છે. બૈરાગઢ સ્થિત હીરો કેસવાની બિલ્ડિંગની કિંમત 1.5 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. હીરો કેસવાણીએ બૈરાગઢની આસપાસ વિકસિત કોલોનીઓમાં મોંઘા પ્લોટ ખરીદ્યા છે. હીરો કેસવાણીએ તેની પત્નીના નામે મોટાભાગની મિલકતો ખરીદી હતી અને ઘણી વેચાઈ હતી. હીરો કેસવાણી અને તેના પરિવારના સભ્યોના બેંક ખાતામાંથી પણ લાખો રૂપિયા મળી આવ્યા હતા. આરોપીની પત્ની કે જેની પાસે આવકનો કોઈ સ્વતંત્ર સ્ત્રોત નથી. તેના બેંક ખાતામાં લાખો રૂપિયા રોકડમાં જમા થયા હતા. આરોપીના ઘરેથી લાખોની કિંમતના સોનાના દાગીનાની રસીદો પણ મળી આવી છે. તેમજ ત્રણથી ચાર વાહનો અને એક એક્ટિવા સ્કૂટર મળી આવ્યા છે.

Most Popular

To Top