Gujarat

ગુજરાત મારો પોતાનો પ્રદેશ છે પણ હવે ઉત્તરપ્રદેશ પણ મારુ છે : આનંદીબેન પટેલ

ગાંધીનગર: ઉત્તરપ્રદેશનાં લખનઉ ખાતે તા.૨૩ મે, ૨૦૨૨ના રોજ ગુજરાત-ઉત્તર પ્રદેશ મૈત્રી દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતનાં કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. લખનઉના સંત ગાડગેજી મહારાજ ઓડિટોરીયમ ખાતે “એક ભારત શ્રેષ્ઠ ભારત” યોજના અંતર્ગત આયોજીત આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.

ઉત્તરપ્રદેશ અને ગુજરાત વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન વિશે રાજ્યપાલ આનંદીબહેન પટેલે કહ્યું હતું કે યુવા પેઢી અને એમાં પણ ખાસ કરીને નવોદિત કલાકારો માટે આ બાબત સંજીવની સાબિત થશે. આ સાથે બન્ને રાજ્યોની સાંસ્કૃતિક વિરાસત વધુ મજબુત બનશે અને બન્ને રાજ્યોના નાગરિકો એકબીજાની વધુ નજીક આવી શકશે. આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન ખરા અર્થમાં એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવી શકે છે તેથી બન્ને રાજ્યોની સંસ્કૃતિને સતત પ્રોત્સાહન મળવું જોઈએ.
ઉત્તરપ્રદેશના કલાકારો દ્વારા રજુ કરવામાં આવેલા ચારકુલા નૃત્ય નિહાળી રાજ્યપાલએ જણાવ્યું હતું કે આ નૃત્ય વ્રજની હોળીના ગૌરવ સમાન છે અને તેનો ઉદભવ રાધારાણીના જન્મ સાથે જોડાયેલો છે. ગુજરાતથી ઉત્તર પ્રદેશ પધારેલા તમામ ગૃપને રાજ્યપાલ આનંદીબેન પટેલના હસ્તે રૂ.૫૧, ૦૦૦૦/- ચેક અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે રાજ્યપાલે ગુજરાતથી ઉત્તરપ્રદેશ આવેલા અધિકારીઓ અને કલાકારોને રાજભવન ખાતે આમંત્રિત કર્યા હતા

Most Popular

To Top