Gujarat Election - 2022

ચૂંટણી પંચે સોમવારે સવારે 12 વાગ્યે આંકડાઓ જાહેર કર્યા અને સાંજે 6:30 વાગ્યે પોતાના જ આંકડાઓ સુધાર્યા

ગાંધીનગર : આજે સવારે 12 વાગ્યે ચૂંટણી પંચે સત્તાવાર રીતે બીજા તબક્કાની 93 બેઠકો માટે 64.39 ટકા મતદાન (Voting) થયું હોવાના આંકડા જાહેર કર્યા હતા. જો કે સોમવારે સાંજે 182 બેઠકો માટે જયારે બધાં જ આંકડાઓ જાહેર કર્યા ત્યારે બીજા તબક્કાની 93 બેઠકો માટેના મતદાનના આંકડાઓ પણ સુધારીને જાહેર કર્યા હતા. ચૂંટણી પંચે પહેલા તબક્કામાં સુરત જિલ્લા – શહેર માટે મતદાનની ટકાવારી 62.27 ટકા જાહેર કરાયો હતો. જે સોમવારે જાહેર કરાયેલા આંકડાઓ મુજબ સુરત શહેર જિલ્લામાં મતદાનની ટકાવારી 62.27થી ઘટીને 62.23 ટકા થવા પામી છે. એટલે કે તેમાં ઘટાડો નોંધાયો છે. આ રીતે મતદાનના આંકડાઓ સુધારેલા જાહેર કરાયા છે. ઈવીએમ મશીન સાથે જોડાયેલા કંન્ટ્રોલ યુનિટમાં પડેલા મતદાનના આંકડાઓ વીવીપેટ મશીનની પરચી સાથે સરખાવીને પછી ખરેખર મતદાનની ટકાવારીનો તાળો બેસે છે તેવી દલીલ ચૂંટણી પંચ દ્વારા કરાઈ છે.

Most Popular

To Top