Gujarat Election - 2022

ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 89 બેઠક માટે સરેરાશ 60થી 62 ટકા મતદાન

ગાંધીનગર: આજે વિધાનસભાની ચૂંટણીના (Election) ભાગરૂપે પહેલા તબક્કાની સૌરાષ્ટ્ર – કચ્છની તથા દક્ષિણ ગુજરાતની 89 બેઠકો માટે સરેરાશ 60થી 62 ટકા મતદાન (Voting) થયું હતું. જેના પગલે હવે ઓછું મતદાન થતાં ઉમેદવારોના હારજીતના મતોની ટકાવારી ઘટી જાય તેવી સંભાવના છે. એકંદરે લોખંડી સલામતી વચ્ચે મતદાન સાંજે 5 વાગ્યે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું.

89 બેઠકો પર મતદાનના પગલે અર્ધ લશ્કરી દળોએ મોરચો સંભાળી લીધો છે. 89 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ તથા આપ સહિત કુલ 788 ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો હતો. સાંજે પાંચ વાગ્યા સુધીમાં જે મતદારો લાઈનમાં ઊભેલા હતા. તેમને મતદાન મથકની અંદર લઈ લેવાયા હતા. આજે સાંજે મતદાન બાદ હવે 788 જેટલા ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ જવા પામ્યું હતું. સૌરાષ્ટ્ર – કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં સવારે 8 વાગ્યે એકદમ ધીમી ગતિએ મતદાન શરૂ થયું હતું. જો કે તે આગળ જતાં વધ્યું હતું. સવારે 9 વાગ્યા સુધીમાં 4.94 ટકા, 11 વાગ્યે 19.24 ટકા, બપોરે 1 વાગ્યે 34.65 ટકા તથા બપોરે 3 વાગ્યે 48.48 ટકા મતદાન થયું હતું. મતદાન દરમ્યાન ઈવીએમ ખોટકાયાની ફરિયાદ થઈ હતી. જો કે તેને ત્વરિત બદલવામાં આવ્યા હતા.

મોડી સાંજે મળતી માહિતી પ્રમાણે , પ્રથમ તબક્કામાં સરેરાશ 56.75 ટકા મતદાન થયું. સૌથી વધુ તાપી જિલ્લામાં 72.32 ટકા મતદાન નોંધાયું તો સૌરાષ્ટ્રના પોરબંદરમાં સૌથી ઓછું 53.84 ટકા મતદાન થયું. રાજકોટની આઠ બેઠકો પર સરેરાશ 57.68 ટકા મતદાન થયું. 2017 કરતા આ વખતે ઓછું મતદાન થયું છે. 2017માં સરેરાશ 69.01 ટકા મતદાન થયું હતું. જયારે 2022માં પ્રથમ તબક્કામાં 60થી 62 ટકા મતદાન થયું છે.

ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે અંતિમ મતદાનના આંકડાની રાહ જોવાઈ રહી છે અને સાંજે 5 વાગ્યા સુધી 60થી 62 ટકા મતદાન નોંધાયું છે. તાપીમાં સૌથી વધુ 72.32 ટકા અને પોરબંદરમાં સૌથી ઓછું 53.84 ટકા મતદાન નોંધાયું હતું. અમુક છૂટાછવાયા બનાવો અને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)માં ખામીની ફરિયાદોને બાદ કરતાં સવારે 8 વાગ્યે શરૂ થયેલી મતદાન પ્રક્રિયા મોટાભાગે શાંતિપૂર્ણ રહી હતી. વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે અને મતગણતરી 8મી ડિસેમ્બરે થશે.

મતદાનની ટકાવારી
•કચ્છ – 55.54
•સુરેન્દ્રનગર – 60.71
•મોરબી – 67.65
•રાજકોટ – 57.68
•જામનગર – 56.09
•દ્વારકા – 59.11
•પોરબંદર – 53.84
•જુનાગઢ – 56.95
•સોમનાથ – 60.46
•અમરેલી – 57.06
•ભાવનગર – 57.15
•બોટાદ – 57.15
•સુરત – 59.55
•તાપી – 72.32
•ડાંગ – 64.84
•નવસારી – 65.91
•વલસાડ – 65.29
•ભરુચ – 63.08
•નર્મદા – 73.02

Most Popular

To Top