Gujarat

ગુજરાતના પાંચ લાખ ખેડૂતોની રિ-સરવેની ફરિયાદ મોડેથી સાંભળવામાં આવી: મોઢવડીયા

અમદાવાદ: રાજ્યમાં 2009 થી 2016- 17 સુધી જમીન (Land) માપણીના નામે ધતિંગ કરવામાં આવ્યા છે. જમીન માપણીના તાણાં કોઈ જગ્યાએ મળતા નથી. એક જગ્યાએ ભૂલ થાય એટલે બધી માપણી ખોટી સાબિત થાય, તેવું કોંગ્રેસના (Congree) સિનિયર આગેવાન અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું.

અર્જુન મોઢવાડિયાએ રાજ્ય સરકારના જમીન સર્વે અંગેના નિર્ણય અંગે જણાવ્યું હતું કે સરકાર દ્વારા જમીન સર્વેનો નિર્ણય ખૂબ મોડો લેવામાં આવ્યો છેય ગુજરાતમાં પાંચ લાખ કરતાં વધારે ખેડૂતોએ રી સર્વેની ફરિયાદ કરી છેય સરકારે અત્યાર સુધીમાં જમીન માપણીના નામે ધતિંગ જ કર્યા છે. જૂની માપણીમાં ભૂલ કરનાર સામે કાર્યવાહી થવી જોઈએ, અને અત્યાર સુધી ચાલેલી માપણી અંગે સરકારે તપાસ પંચ નિમિત ક્ષતિ કરનાર સામે કાયદેસર પગલાં લેવા જોઈએ.

મોઢવાડિયાએ વધુમાં કહ્યું હતું કે માપણીના તાણા કોઈ જગ્યાએ મળતા નથી એક જગ્યાએ ભૂલ થાય એટલે બધે જ ભૂલ આવે ક્યાંય પણ રસ્તાઓ, તળાવો, નદી-નાળા, ધાર્મિક સ્થળોની નિશાની બતાવવામાં આવી નથી. મારું ખેતર બાજુમાં અને બાજુનું ખેતર મારામાં નાખી દેવામાં આવ્યું છે, તેવામાં જૂની માપણી રદ કરી નવેસરથી માપણી કરવી જોઈએ. અત્યાર સુધીમાં જમીન માપણી માટે ૭૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે. આ ભૂલ ભરેલી માપણી અંગે કાર્યવાહી થવી જોઈએ.

Most Popular

To Top