Gujarat

CM ભૂપેન્દ્ર પટેલ અચાનક દિલ્હી પહોંચ્યા, PM મોદી અને દાદા વચ્ચે 25 મિનિટ બેઠક યોજાઈ

ગાંધીનગર: (Gandhinagar) આજે અચાનક સીએમ ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દિલ્હી (Delhi) પહોચ્યા હતા. એટલું જ નહીં દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) તથા સીએમ ભૂપેન્દ્ર પટેલ વચ્ચે આજે બપોરે 25 મિનિટ માટે બેઠક યોજાઈ હતી. તે પછી મુખ્યમંત્રી ગાંધીનગર આવવા નીકળી ગયા હતા. ખાસ કરીને સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમાજીના નીચે કંડારવામાં આવેલા ભીત ચિત્રોના વિવાદના પગલે આ બેઠકમાં ચર્ચા થઈ હોવાનું મનાય છે. આ ઉપરાંત આગામી લોકસભાની ચૂંટણી અંગે પણ ચર્ચા થઈ હોવાની માહિતી મળી છે.

  • CM ભૂપેન્દ્ર પટેલ અચાનક દિલ્હી પહોચ્યા, પીએમ મોદી અને દાદા વચ્ચે 25 મિનિટ બેઠક યોજાઈ
  • વન નેશન વલ ઈલેકશન બિલ અંગે પણ ચર્ચા થઈ હોવાની સૂત્રોએ જાણકારી આપી

વડાપ્રધાન સાથે યોજાયેલી આ મુલાકાત દરમિયાન ગુજરાતમાં ચાલી રહેલા મંદિર વિવાદ અંગે ચર્ચા થઈ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વન નેશન વન ઈલેક્શન અંગે પણ ચર્ચા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.બીજ તરફ સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે સરકારના વિકાસ પ્રોજેકટ અંગે બેઠક બોલાવવામાં આવી હતી. જેના પગલે સીએમ સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી ગયા હતા.

સાળંગપુરમાં પોલીસ ખડકી દેવાઈ, ભીંતચિત્રો નજીક બેરિકેડ્સ લગાવાયાં
બીજી તરફ સાળંગપુરમાં હનુમાનજીનાં વિવાદાસ્પદ ચિત્રોનો વિવાદ દિવસે ને દિવસે વધતો જાય છે. ભક્તોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. આજે શુક્રવારે સવારથી જ સાળંગપુર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઊમટી પડ્યાં હતા. ચિત્રોને કારણે ભક્તોની આસ્થાને ઠેસ પહોંચતાં સમગ્ર ગુજરાતમાંથી ભક્તો સાળંગપુર પહોંચી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં જબરજસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

છેલ્લા બે દિવસની તુલનાએ શુક્રવાર સવારથી ભક્તોનો ધસારો વધી ગયો છે. હનુમાનજીની જે મૂર્તિ નીચે ભીંતચિત્રો લગાવવામાં આવ્યાં છે ત્યાં ગઈકાલ સુધી લોકોને જવા દેવામાં આવતા હતા. જોકે હવે લોકોનો રોષ વધતા શુક્રવારે અહીં બેરિકેડ્સ મૂકી દેવામાં આવ્યાં હતાં. સામાન્ય રીતે દાદાની મૂર્તિ પાસે એક સિક્યોરિટી ગાર્ડ જોવા મળે છે, જ્યાં આજે પોલીસનાં ધાડાં હતાં. અંદાજે 15થી 20 પોલીસકર્મીનો કાફલો ઉતારી દેવાયો છે. એટલું જ નહીં, વિવાદાસ્પદ ભીંતચિત્રો પર જે પીળું કપડું લગાવી દેવામાં આવ્યું હતું એને પણ દૂર કરી દેવાયું છે.

Most Popular

To Top