Gujarat

સાળંગપુર મંદિર ખાતે ભીંતચિત્રોનો વિવાદ વકર્યો, પોલીસ ખડકી, ભીંતચિત્રોની ચારેબાજુ બેરીકેડ્સ લગાવાયાં

 વડોદરા: સાળંગપુર (Sarangpur) ખાતેના ભીંતચિત્રો (Murals) નો વિવાદ (Controversy) વકર્યો છે. ત્યારે આજરોજ વડોદરા ખાતે સંત સમુદાય દ્વારા આ અંગે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સાળંગપુરમાં કષ્ટભંજન દેવ મંદિરમાં હનુમાનજીની (Hanumanji) મૂર્તિની નીચે ભીંચ ચિત્રોને લઈને રાજ્યભરમાં વિવાદ ચાલી રહ્યો છે.

  • શહેરના સાધુ સમાજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું
  • જો ભીંત ચિત્રો નહિ હટાવાય તો વૈદિક આંદોલનની ચીમકી

ભક્તો બાદ સંત સમાજ પણ આ મામલે મેદાને આવ્યો છે અને વિરોધ નોંધાવી રહ્યો છે. આજરોજ વડોદરા ખાતે સંત સમુદાય, તથા કરણી સેના દ્વારા આ અંગેનો વિરોધ નોંધાવી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. અને જો આ ભીંત ચિત્રો નહિ હટાવાય તો વૈદિક રીતે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા હનુમાનજીનું અપમાન કાવામાં આવ્યું હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.

હનુમાનજીની અવહેલના ક્યારેય સખી ન લેવાયઆ સખી લેવાય તેવી ઘટના નથી. સ્વામિનારાયણ સંપ્રદાયે તેઓની દુકાન જે રીતે ચલાવવી હોય તે રીતે ચલાવે પરનું હિન્દૂ દેવી દેવતાઓનું અપમાન ન ચલાવી લેવાય. હનુમાનજી ભગવાન રામ સિવાય કોઈના દાસ નથી ત્યારે તેઓની આવી અવહેલના અમે નહિ ચલાવી લઈએ અને આ આંદોલન વૈદિક રીતે કરીશું રોડ થી કોર્ટ સુધી લાડવા અમો તૈયાર છે. – જ્યોતીન્દ્રગીરી બાવા

બીજી તરફ સાળંગપુરમાં હનુમાનજીનાં વિવાદાસ્પદ ચિત્રોનો વિવાદ દિવસે ને દિવસે વધતો જાય છે. ભક્તોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. આજે શુક્રવારે સવારથી જ સાળંગપુર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઊમટી પડ્યાં હતા. ચિત્રોને કારણે ભક્તોની આસ્થાને ઠેસ પહોંચતાં સમગ્ર ગુજરાતમાંથી ભક્તો સાળંગપુર પહોંચી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં જબરજસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

છેલ્લા બે દિવસની તુલનાએ શુક્રવાર સવારથી ભક્તોનો ધસારો વધી ગયો છે. હનુમાનજીની જે મૂર્તિ નીચે ભીંતચિત્રો લગાવવામાં આવ્યાં છે ત્યાં ગઈકાલ સુધી લોકોને જવા દેવામાં આવતા હતા. જોકે હવે લોકોનો રોષ વધતા શુક્રવારે અહીં બેરિકેડ્સ મૂકી દેવામાં આવ્યાં હતાં. સામાન્ય રીતે દાદાની મૂર્તિ પાસે એક સિક્યોરિટી ગાર્ડ જોવા મળે છે, જ્યાં આજે પોલીસનાં ધાડાં હતાં. અંદાજે 15થી 20 પોલીસકર્મીનો કાફલો ઉતારી દેવાયો છે. એટલું જ નહીં, વિવાદાસ્પદ ભીંતચિત્રો પર જે પીળું કપડું લગાવી દેવામાં આવ્યું હતું એને પણ દૂર કરી દેવાયું છે.

Most Popular

To Top