Gujarat

કેન્દ્રની મોદી સરકારની 8 વર્ષની સિદ્ધિઓની ઉજવણી માટે ભાજપ 15 દિવસનો કાર્યક્રમો યોજશે

ગાંધીનગર: (Gandhinagar) કેન્દ્રની પીએમ નરેન્દ્ર મોદીની સરકારની (Narendra Modi Government) 8 વર્ષની સિદ્ધિઓ તથા કાર્યકાળની ઉજવણી કરવા માટે પ્રદેશ ભાજપની (BJP) નેતાગીરી દ્વારા આગામી 15 દિવસ સુધી અલગ-અલગ કાર્યક્રમો (Programme) યોજવામાં આવશે.જેમાં રાજયમાં ગામે ગામ તથા શહેરી (Village And City) વિસ્તારોમાં કેન્દ્રની સિદ્ધિઓથી વાકેફ કરાશે.

આજે ગાંધીનગરમાં કમલમ કાર્યાલય ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપના અધ્યશ્ર સી આર પાટીલે કેન્દ્રની મોદી સરકારની સિદ્ધિઓ વર્ણવીને તેનાથી ગુજરાતને થયેલા લાભોની વાત કરી હતી. પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે કહયું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના આઠ વર્ષ પુર્ણ થયા છે. શાસન અને સુશાસન વચ્ચેનો ફરક આઠ વર્ષની અંદર દેશવાસીઓએ જોયો છે અને અનુભવ કર્યો છે. વડાપ્રધાન મોદી દેશના લોકોની આશા-અપેક્ષાને પુર્ણ કરવા અનેક યોજના દરેક વર્ગના લોકો માટે જાહેર કરી તેનો લાભ લાભાર્થીને મળે તેની પણ ચિંતા કરી છે.

પાટીલે કહયું હતું કે હજુયે આવનાર દિવસમાં વધુ સારી કલ્યાણકારી યોજનાઓ વડાપ્રધાન મોદીની સરકાર કરશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે દેશ બદલાતો દેખાઇ રહ્યો છે. દેશમાં વર્ષો પછી શાસનમાં બદલાવ લાવવાળી સરકાર મળી છે. વડાપ્રધાન મોદી નેતૃત્વમાં સેવાભાવ,સુશાસન,ગરીબનું કલ્યાણ,યુવાનોને દિશા આપવી જેવા નિર્ણય લેવાયા છે. . કેન્દ્રની સરકારમાં સ્થિર સરકાર,સ્પષ્ટ નીતી અને સાફ નીયત વાળી ભાજપની સરકાર મળી છે. ગુજરાતને ડબલ એન્જીનની સરકાર મળી છે.

Most Popular

To Top