SURAT

એવું તો શું થયું કે, સુરતની GST કચેરીમાં અધિકારીઓ રાત્રે 12 વાગ્યા સુધી કામ કરવા લાગ્યા

સુરત: (Surat) સ્ટેટ જીએસટીના (State GST) અજમાયશી સહાયક રાજ્યવેરા કમિશનરો દ્વારા સોમવારથી કાયમી કરવાની માંગ સાથે અનોખા ઉપવાસ (Strike) શરૂ કર્યા છે. અચોક્કસ મુદતના આ ઉપવાસમાં કાયમી થવા માટે સવારે 10:30થી રાતે 12 વાગ્યા સુધીની કામગીરીનો પ્રારંભ કર્યો છે. આ અજમાયશી મદદનીશ કમિશનરો પોતાની ઓફિસમાં સવારે સાડા દસ વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી કામ કરશે. એ રીતે મોડી રાત સુધી કામ કરી વિરોધ કરવામાં આવી રહ્યો છે.

  • કાયમી કરવા માટે સવારે 10:30થી રાતે 12 વાગ્યા સુધીની કામગીરીનો પ્રારંભ
  • અગાઉ ચીફ કમિશનરે હૈયાધરપત આપી હતી, છતાં હકારાત્મક નિર્ણય લેવાયો નથી
  • જીએસટીના અજમાયસી આસિસ્ટન્ટ કમિશનરોના અચોક્કસના અનોખી ઉપવાસ

આ સહાયક કમિશનરોએ રાજ્યના મુખ્ય વેચાણવેરા કમિશનરને પત્ર લખી ઉપવાસ, આંદોલનની જાણ કરી છે. અને તેમને મોકલેલા પત્રમાં જણાવ્યું છે કે, છેલ્લા કેટલાય સમયથી અનેકવાર સહાયક કમિશનર તરીકેનો અજમાયશી સમય સપ્ટેમ્બર-2020માં જ પૂર્ણ થયો હોવા છતાં નિયમિત નિમણૂકના આદેશ અનેકવારની રજૂઆતો છતાં કરવામાં આવ્યા નથી.

અગાઉ ચીફ કમિશનરે હૈયાધરપત આપી હતી કે, આ બાબતે ઝડપથી હકારાત્મક નિર્ણય લેવામાં આવશે. પણ કોઇ જ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી. જાહેરાત ક્ર્માંક-107 વર્ષ-2016-17 મુજબ જી.પી.એસ.સી. દ્વારા કુલ 90 જગ્યા માટે ભરતી કરવામાં આવી હતી, જેમાંથી 66 જગ્યા સહાયક રાજ્ય વેરા કમિશનર વર્ગ-૧ અને 24 જગ્યા હિસાબી અધિકારી વર્ગ-૧ની હતી.

એક જ જાહેરાત દ્વારા પસંદગી પામ્યા હોવા છતાં પણ હિસાબી અધિકારી વર્ગ-૧નો અજમાયશી સમયગાળો તા.૨૮/૦૧/૨૦૨૧ના રોજ પૂર્ણ થયો અને તેમના લાંબા ગાળાની નિમણૂકના આદેશ નાણા વિભાગ દ્વારા તા.૨૧/૦૨/૨૦૨૨ના રોજ કરવામાં આવ્યા છે. જ્યારે સહાયક રાજ્ય વેરા કમિશનરનો અજમાયશી સમયગાળો તા.૧૭/૦૯/૨૦૨૦ના રોજ પૂર્ણ થયો હોવા છતાં લાંબા ગાળાની કાયમી નિમણૂકના આદેશ થયા નથી.

Most Popular

To Top