Madhya Gujarat

GSRTCના ટ્રીપ કેન્સલ કૌભાંડમાં 5ની ધરપકડ

દાહોદ: દાહોદ – ગોંડલના 4 એજન્ટ અને ગોંડલ ડેપોના કંડકટરની સંડોવણી સુરત એસટીના ડેપો મેનેજરના આઈડી – પાસવર્ડ ચોરી બસની ઓનલાઈન બુક કરેલી 60 ટ્રીપ રદ કરી લાખોનું રિફન્ડ મેળવવાના કૌભાંડમાં સાયબર સેલે દાહોદના 3 એજન્ટ , ગોંડલના એક એજન્ટ અને ગોંડલ એસટી ડેપોના કંડકટરની ધરપકડ કરી હતી. આ ટોળકીએ મીલિભગત રચી સરકારી તિજોરીને લાખોનો ચૂનો ચોપડ્યો હતો . આ રેકેટમાં મુખ્ય સુત્રધાર તરીકે એસટીના જ અધિકારી કે કર્મચારીની સંડોવણી બહાર આવવાની પોલીસને આશંકા છે .

સુરત એસટી ડેપોના મેનેજર વિરેન્દ્ર પવારના આઈ.ડી અને પાસવર્ડનો ઉપયોગ કરી એસ.ટી. બસની ઓનલાઈન ટિકિટ રદ્દ કરી લાખો રૂપિયા ઓહીયા કરી જવાનું ભોપાળું બહાર આવ્યું હતુ . સુરત ડેપો મેનેજરના આઈડી – પાસવર્ડથી ટિકિટ રદ કરી ટાઉટ દ્વારા રિફન્ડ મેળવવા માટે કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું હતુ  જેમાં એસ.ટી. તંત્રએ સાયબર ક્રાઇમમાં 6.12 લાખના ફ્રોડની ફરિયાદ નોંધાવી હતી . પોલીસની પ્રાથમિક તપાસમાં કુલ 60 ટ્રીપનું બુકિંગ રદ કરી જે 1.58 લાખનું રિફન્ડ મેળવવામાં આવ્યું હતું તે રિફંડની રકમ દાહોદના 11 બુકિંગ એજન્ટના એકાઉન્ટમાં જમા થઇ હતી . જે દિશામાં સાયબર સેલે ટેકનિકલ સર્વેલન્સને આધાર બનાવી તપાસ કરી હતી .

આખરે આ કૌભાંડમાં ઓનલાઇન ટિકિટ બુકિંગ કરતા ચાર એજન્ટ વિપુલ ભગાભાઇ મોહનીયા ( ઉ.વ .24 , રહે- મોહનીયા ફળિયું . નરવાઇ , ગરબાડા , દાહોદ ) , ચિંતન સંજય પંચાલ ( ઉ.વ .25 રહે- શિવનગર , ગરબાડા , દાહોદ ) , કુલદીપસિંહ જનકસિંહ જાડેજા ( ઉ.વ .30 , રહે- જીત સોસાયટી , માલધારી હોટલ પાસે , ગોંડલ રાજકોટ- મુળ કાલાવડ , જી નનગર ) . સુરેશજનકસિંહ જાડેજા ( ઉ.વ .30 , રહે- જીત સોસાયટી , માલધારી હોટલ પાસે , ગોંડલ રાજકોટ- મુળ કાલાવડ , જી નનગર ) . સુરેશ કરણભાઇ નલવાયા ( ઉ.વ .28 , રહે- નલવાયા ફળિયું . મંડોળ , ધાનપુર , દાહોદ ) અને ગોંડલ ડેપોના બસ કંડકટર અનવર મોહમંદ યુસુફ આકબાણી ( ઉ.વ .51 , રહે ચક્કીવાલાની શેરી . કાલાવડ , જામનગર ) ની ધરપકડ કરી હતી . પોલીસના જણાવ્યા પ્રમાણે ડેપો મેનેજરના આઇડી – પાસવર્ડ ચોરી આ રેકેટ આચરવામાં આવ્યું હોય એસટીના જ કોઇ સ્ટાફે ભૂંડી ભૂમિકા ભજવી હોવાની શક્યતા છે . આગામી દિવસોમાં આ કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની વકી છે.

Most Popular

To Top