SURAT

જેલના સળિયા પાછળ કેદ લાજપોર જેલના 13 કેદીઓએ ધો. 12 કોમર્સની પરીક્ષા પાસ કરી

સુરત : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે (GSEB) ધોરણ 12 (Class 12) વિજ્ઞાન પ્રવાહ (Science stream) અને ધોરણ 10 નું પરિણામ (result) જાહેર કર્યા પછી આજ રોજ એટલે કે 31 મે ના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે લાજપોર જેલના (Lajpore Jail) 13 કેદીઓએ પણ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. જેમાં તમામ કેદીઓ (the accused) પાસ થયા હતા. આ સાથે લાજપોર જેલનું કુલ પરિણામ 100 ટકા આવ્યું હતું. આ અગાઉ લાજપોર જેલના 14 કેદીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી જેમાંથી કુલ 13 કેદી પાસ થયા હતા. જેમનું કુલ 93 ટકા પરિણામ આવ્યુ હતું.

સજા ભોગવી રહેલા આરોપી પરીક્ષામાં પાસ થયા
નામદાર કોર્ટના આદેશ અનુસાર લાજપોર મધ્યસ્થ જેલમાં જ્યુડીશીયલ કસ્ટડી હેઠળ સજા ભોગવી રહેલા કેદીઓએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પરીક્ષા આપી પાસ થયા છે. કેદીઓ શિક્ષણથી વંચીત ના રહે અને જેલમાંથી બહાર નિકળીને પોતાનું સારૂ ભવિષ્ય બનાવે તે માટે જેલના માર્ચ-એપ્રિલ 2023ના શૈક્ષણિક વર્ષ દરમિયાન ધોરણ 10 અને ધોરણ 12માં પરીક્ષા આપી હતી.

ધોરણ 10માં કુલ 14 કેદીઓ એન ધોરણ 12 કુલ 13 કેદીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષામાં પોતાનું સારુ પ્રદર્શન બતાવી તમામ કેદીઓ પાસ થયા હતા. પરીક્ષમાં સારુ પ્રદર્શન બતાવી પાસ થયેલા કેદીઓને લાજપોર મધ્યસ્થ જેલમાં ફરજ બજાવી રહેલા તમામ પોલીસકર્મી તથા જેલમાં સજા ભોગવી રહેલા અન્ય કેદીઓએ શુભેચ્છા પાઠવી હતી.

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું કુલ પરિણામ 73.27 ટકા
ગુજરાત બોર્ડ ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં કુલ 5,65,528 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું કુલ પરિણામ 73.27 ટકા આવ્યુ છે. જેમાં સૌથી વધારે કચ્છ જિલ્લાનું 84.59 ટકા પરિણામ અને દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ 54.67 ટકા પરિણામ આવ્યુ છે. જો સુરતની વાત કરવામાં આવે તો સુરત જિલ્લાનું 80.78 ટકા પરિણામ આવ્યુ છે.

ભાવનગર જિલ્લાનું 81.13 ટકા, સૂરેન્દ્રનગર જિલ્લાનું 81.11 ટકા, જ્યારે બનાસકાંઠા જિલ્લાનું 79.38 ટકા પરિણામ જાહેર થયુ છે. રાજકોટ 79.94 ટકા, મહેસાણા જિલ્લાનું 76.64 ટકા, ભરુચ જિલ્લાનું 75.50 ટકા, સાબરકાંઠા જિલ્લાનું 68.17 ટકા, વડોદરા 67.19 ટકા, પંચમહાલ જિલ્લાનું 64.67 ટકા, વલસાડ જિલ્લાનું 63.16 ટકા પરિણામ જાહેર થયુ છે.

Most Popular

To Top