Business

‘મારું નામ અદાણી છે અને…’, ગૌતમ અદાણીએ ખોલ્યું સફળતાનું રહસ્ય

નવી દિલ્હી: અદાણી ગ્રૂપના સ્થાપક ગૌતમ અદાણીએ (Gautam Adani) પોતાની સફળતાનું રહસ્ય ઉજાગર કર્યું છે. અદાણીએ પોતે કેવી રીતે અરબોપતિ બન્યા અને તેમની કંપની કેવી રીતે ચાર-પાંચ ગણી સફળતા મેળવી તેની સ્ટોરી જાહેર કરી છે.

એક કાર્યક્રમમાં ગૌતમ અદાણીએ સફળતાની ગુરુ ચાવી આપી હતી. તેમણે કહ્યું કે, નમ્રતા અને સખ્ત મહેનતને લીધે હું સફળ થયો છું. મારું નામ અદાણી છે અને મેં એક વિનમ્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની બનાવી છે. અડાણી ગ્રુપની સફળતા મજબૂત ક્રેડિટ રેટિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટસને લીધે છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગને પડકારજનક ઈન્ડસ્ટ્રી ગણાવતા અદાણીએ વધુમાં કહ્યું કે, તેમાં સુધારા થતા નથી. તેમાં ફાયનાન્સની પણ મોટી સમસ્યા છે. આવા પાયાના પડકારો હોવા છતાં અદાણી ગ્રુપ પારદર્શિતા, ગર્વનન્સ અને ફંડિંગ ડાયવર્સિટીને વધારીને તેનો સામનો કરે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં અડાણી ગ્રુપનો પ્રભાવ ટેસ્ટ ક્રિકેટ પર ટી20 ક્રિકેટ જેવો છે. પડકારો વચ્ચે અદાણી ગ્રુપ ફ્લેક્સિબલ અને ફોક્સ્ડ છે.

સફળતાનું કારણ શું છે?
ગૌતમ અદાણીએ કહ્યું છે કે તેમની કંપનીઓનું ગ્રુપ શ્રેષ્ઠ ક્રેડિટ રેન્કિંગ અને તેના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને કારણે સારું પ્રદર્શન કરી રહી છે. તેને પડકારજનક વ્યવસાય ગણાવતા, ગૌતમ અદાણીએ સેક્ટરમાં આયોજિત સુધારાના અભાવ અને ઇન્ફ્રા-પ્રોજેક્ટ ધિરાણમાં ખામીઓ વિશે વાત કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે આ સમસ્યાઓને કારણે ઘણી કંપનીઓ ટકી શકતી નથી. ઘણી કંપનીએ સેક્ટરમાંથી બહાર નીકળવાનો નિર્ણય લેવો પડે છે પરંતુ અદાણી જૂથ અલગ રીતે શું કરે છે તેનું રહસ્ય ખોલતા અદાણીએ કહ્યું, ‘સારા રેટિંગ મેળવવા માટે મેં ડિસ્ક્લોઝર સાથે ગવર્નન્સને કડક બનાવ્યું છે. તેને આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર બનાવ્યું છે. કંપનીની ફિલોસોફી સમજાવતા તેમણે કહ્યું, ‘મારું નામ અદાણી છે. હું નમ્ર ઇન્ફ્રા કંપની છું.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં વલણ બદલાયું
પીઢ ઉદ્યોગપતિએ કહ્યું કે આજે તેમની પાસે સંતુલિત લોન પોર્ટફોલિયો છે. જેમાં 29% સ્થાનિક બેંકો, 30% વૈશ્વિક બેંકો, 34% વૈશ્વિક બોન્ડ્સ અને 7% અન્યનો સમાવેશ થાય છે. અદાણી ગ્રુપ ઇન્ફ્રા સેક્ટરમાં વિકાસ માટે ‘ચલતા હૈ’ વલણ બદલી રહ્યું છે. હિંડનબર્ગ રિપોર્ટ પછી અદાણી જૂથના પુનરાગમન વિશે વાત કરતાં, તેમણે કહ્યું, ‘અમારો પાયો હલાવવાના પ્રયાસો છતાં અમે મક્કમ રહ્યા. માત્ર અમારી પ્રતિષ્ઠા જ નહીં, પણ અમે અમારી કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કર્યું તેની ખાતરી પણ કરી.

Most Popular

To Top